શું અય્યર-ગંભીરની એકસાથે હકાલપટ્ટી થશે?:સતત બે સિરીઝમાં હાર્યા પછી BCCI પરફોર્મન્સ રિવ્યૂ કરશે; ઈન્ડિયન કેપ્ટન અને કોચ રડારમાં

Last Updated: July 10, 2026By

ઇંગ્લેન્ડ સામે T20 સિરીઝ હાર્યા બાદ BCCI ભારતીય ટીમની કામગીરીની સમીક્ષા કરવા જઈ રહ્યું છે. હેડ કોચ ગૌતમ ગંભીરની ભૂમિકા અને ટીમની રણનીતિ પણ સમીક્ષાનો ભાગ હશે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ પણ રિવ્યૂ કરાશે. આ દાવો ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને કર્યો છે. રિપોર્ટ અનુસાર, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે સતત ખરાબ પ્રદર્શન બાદ બોર્ડ એ સમજવા માગે છે કે રણનીતિ અને ટીમ પસંદગીના સ્તરે ક્યાં ખામી રહી. હાલમાં ગંભીર અને અય્યર પર કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ તેમની કામગીરીની સમીક્ષા નિશ્ચિત માનવામાં આવી રહી છે. ગંભીરનો કરાર 2027 સુધીનો છે. અય્યરને તાજેતરમાં જ કેપ્ટન બનાવ્યો છે. ઈન્ડિયન ટીમને આયર્લેન્ડ પ્રવાસમાં 0-2થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે, ટીમ ઇંગ્લેન્ડ સામે 5 મેચની T20 સિરીઝમાં 0-3થી પાછળ છે. એક મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું. એક દિવસ પહેલા ટીમ સિરીઝની ચોથી મેચમાં 9 વિકેટે હારી ગઈ હતી. 12 વર્ષ પછી ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યું
2014 પછી પહેલીવાર ઇંગ્લેન્ડે ભારતને T20 સિરીઝમાં હરાવ્યું. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 10 સિરીઝ રમાઈ, જેમાંથી ભારતે 5 અને ઇંગ્લેન્ડે 4 જીતી. એક સિરીઝ ડ્રો રહી હતી. અય્યરની આગેવાનીમાં સતત બીજી સિરીઝ ગુમાવી BCCIએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ અય્યરને કેપ્ટનશીપ સોંપી હતી. જોકે, આ નિર્ણય અત્યાર સુધી ટીમની તરફેણમાં ગયો નથી. ભારત સતત બીજી T20 સિરીઝ હારી ચૂક્યું છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમને આયર્લેન્ડ સામે 2-0થી સિરીઝ ગુમાવવી પડી હતી, જે ભારતની આયર્લેન્ડ સામેની પ્રથમ T20 સિરીઝ હાર હતી. બ્રિસ્ટલમાં 13.5 ઓવરમાં હાર્યા ઇંગ્લેન્ડ સામેની ચોથી T20Iમાં ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 158 રન બનાવ્યા. કેપ્ટન અય્યરે 49 બોલમાં અણનમ 80 રન બનાવ્યા, પરંતુ બાકીના બેટર્સ મોટો ફાળો આપી શક્યા નહીં. જવાબમાં ઇંગ્લેન્ડે 159 રનનો ટાર્ગેટ 13.5 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ઇંગ્લેન્ડે પહેલીવાર ભારત સામે બે કે તેથી વધુ મેચની બાઇલેટરલ T20 સિરીઝ જીતી. પહેલીવાર આયર્લેન્ડ સામે પણ હાર્યા ઇંગ્લેન્ડ પહેલાં આયર્લેન્ડ સામે પણ 2 T20 મેચની સિરીઝમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમને 2023 પછી કોઈ T20 સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 2023માં વેસ્ટ ઇન્ડીઝે 3-2થી હરાવ્યું હતું.

Leave A Comment