સલમાન ખાન 42 વર્ષ જૂના મિત્રના અવસાનથી ભાંગી પડ્યો:ફોટો શેર કરી લાંબી ઇમોશનલ પોસ્ટ લખી, કહ્યું- 'મોત સામે મારો ભાઈ ચેમ્પિયનની જેમ લડ્યો'
બોલિવૂડ એક્ટર સલમાન ખાને પોતાના નજીકના મિત્ર સુશીલ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. સલમાને 42 વર્ષ જૂના મિત્ર સુશીલને માત્ર મિત્ર જ નહીં પરંતુ ભાઈ સમાન ગણાવ્યા. સલમાન ખાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સુશીલ માટે એક લાંબી ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. સુશીલ દયાળુ અને મદદગાર હતા સલમાને પિતા સલીમ ખાન સાથેના પણ સુશીલના જૂના ફોટો શેર કર્યા. એક્ટરે લખ્યું, ‘આ વ્યક્તિ 42 વર્ષથી મારા માટે ભાઈ સમાન હતો, સૌથી સારો, દયાળુ અને ખૂબ જ મદદગાર. ભલે તે મુશ્કેલીમાં હોય, પણ તે હંમેશા હસતો, ડાન્સ કરતો અને ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ તેને કોઈ દુઃખ કે ચિંતા નહોતી. પછી ભલે તે આર્થિક, માનસિક કે શારીરિક તકલીફ હોય, તે હંમેશા કહેતો ‘કોઈ ફરક નથી પડતો, બધું સારું થઈ જશે.’ ‘હેવીવેઇટ ચેમ્પિયનની જેમ લડ્યા’ સલમાને આગળ લખ્યું, ‘તેનું નામ સુશીલ કુમાર છે- અથવા 5 મિનિટ પહેલાં સુધી તો એવું જ હતું. અલવિદા ભાઈ! તમે એક મર્દની જેમ જીવ્યા અને મૃત્યુ સામે એક હેવીવેઇટ ચેમ્પિયનની જેમ લડ્યા. તારા માટે મારી આંખોમાં કોઈ આંસુ નથી, ફક્ત યાદો અને હાસ્ય છે.’ અંતિમ વિદાય પર ભાવુક થયો સલમાન
પોતાની પોસ્ટમાં સલમાને જીવનની ફિલોસોફી પર પણ વાત કરી. તેણે આગળ લખ્યું, ‘મારો ભાઈ ચહેરા પર સ્મિત સાથે વિદાય પામ્યો, શું વાત છે ભાઈ! કોઈ વહેલું જશે તો કોઈ મોડું, બધાએ જવાનું જ છે. કોઈ નથી જાણતું ક્યારે અને કેવી રીતે, એટલે કંઈક એવું કરીને જાવ. હવે તમારી સિગારેટ અને વ્હિસ્કીનો આનંદ માણો, ચિયર્સ ભાઈ. મને લાગે છે કે હું તમને થોડો યાદ કરીશ.’ સલમાન ‘માતૃભૂમિ’ ફિલ્મમાં જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્માણ સલમા ખાનના બેનર સલમાન ખાન ફિલ્મ્સ હેઠળ થઈ રહ્યું છે. આ ફિલ્મનું ડિરેક્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે અને તેમાં ચિત્રાંગદા સિંહ લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત, રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’માં સલમાનનો કેમિયો પણ હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

