સાઈ સુદર્શનની જગ્યાએ સરફરાઝ ખાન ભારતીય ટીમમાં સામેલ:ગૉલ ટેસ્ટ પહેલાં ટીમમાં જોડાશે, 15 ઑગસ્ટથી સિરીઝ શરૂ થશે

Last Updated: August 9, 2026By

સરફરાઝ ખાનને શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ રમવા ગયેલી ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. BCCIએ રવિવારે સાંજે ઈજાગ્રસ્ત સાઈ સુદર્શનના સ્થાને રિપ્લેસમેન્ટ જાહેર કર્યું. બોર્ડે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે સરફરાઝ 15 ઑગસ્ટથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટે ટીમ સાથે ગૉલ રવાના થાય તે પહેલાં કોલંબોમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. સરફરાઝે છેલ્લી ટેસ્ટ મેચ 2024માં વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. તે અત્યાર સુધીમાં માત્ર 6 ટેસ્ટ મેચ જ રમી શક્યો છે. સુદર્શનની રિકવરી પર પણ અપડેટ આપ્યું બોર્ડ અનુસાર, સાઈ સુદર્શનના જમણા પગના અંગૂઠામાં સ્ટ્રેસ રિએક્શન થયું હતું. તે બેંગલુરુ સ્થિત BCCI સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)માં રિહેબિલિટેશન કરી રહ્યો છે. તેની રિકવરી સારી થઈ રહી છે. મેડિકલ ટીમ તેની રિકવરી પર સતત નજર રાખી રહી છે. ઈન્ડિયા-Aના પ્રવાસમાં ઈજાગ્રસ્ત થયો હતો સાઈ સુદર્શન સાઈ સુદર્શનને ગયા મહિને શ્રીલંકા-A સામે બીજી અન-ઑફિશિયલ ટેસ્ટ દરમિયાન પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. તેણે તે જ પ્રવાસ પર સતત બે સદી ફટકારીને શાનદાર ફોર્મ બતાવ્યું હતું. પહેલેથી જ ઈજાઓથી ઝઝૂમી રહી છે ટીમ ઈન્ડિયા પહેલેથી જ ઈજાઓથી ઝઝૂમી રહી છે ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પહેલા જ ભારતીય ટીમ ઘણી ઈજાઓથી પરેશાન છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઈજાને કારણે આખી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. વોશિંગ્ટન સુંદર હેમસ્ટ્રિંગ ઈજાને કારણે પ્રથમ ટેસ્ટ નહીં રમે. હર્ષિત રાણા (હેમસ્ટ્રિંગ), નીતિશ કુમાર રેડ્ડી (ક્વાડ્રિસેપ્સ) અને આકાશ દીપ (પીઠની ઈજા) પણ ઉપલબ્ધ નથી. નેટ્સ દરમિયાન ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલના જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. તે સાવચેતીના ભાગરૂપે વોર્મ-અપ મેચના શરૂઆતના 2 દિવસ રમવા ઉતર્યો નહોતો. જોકે, ત્રીજા દિવસે તે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરવા ઉતર્યો અને 44 રન બનાવ્યા.