સિરાજને આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ T20 સિરીઝમાંથી આરામ આપ્યો:વર્કલોડ મેનેજમેન્ટ માટે નિર્ણય લેવાયો; પ્રસિદ્ધ ક્રિષ્નાને તક મળી
ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાંથી આરામ આપ્યો છે. તેમની જગ્યાએ ઝડપી બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને બંને સિરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે. BCCIએ જણાવ્યું કે મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટ સાથે વાતચીત કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો. સિરાજની વર્કલોડ મેનેજમેન્ટ માટે આ સાવચેતીભર્યું પગલું ભરવામાં આવ્યું છે. બોર્ડે કહ્યું- સિરાજને રિકવરી માટે સમય આપવો જરૂરી બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું, લાંબા ઇન્ટરનેશનલ શેડ્યૂલ પહેલાં સિરાજને પૂરતો રિકવરી ટાઇમ આપવો જરૂરી છે. સિરાજ તાજેતરના મહિનાઓમાં ભારતના મુખ્ય ઝડપી બોલરોમાંનો એક રહ્યો છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સતત ક્રિકેટ રમી રહ્યો છે. સિરાજની જગ્યાએ સામેલ પ્રસિદ્ધ ક્રિષ્નાએ 5 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેણે 11ની ઇકોનોમીથી રન આપતા 8 વિકેટ લીધી છે. શ્રેયસ કેપ્ટન, વૈભવ પહેલીવાર નેશનલ ટીમમાં BCCIએ સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ ઐયરને ભારતીય T20 ટીમનો નવો કેપ્ટન બનાવ્યો છે. જ્યારે તિલક વર્માને વાઇસ-કેપ્ટન બનાવ્યો છે. આ ઉપરાંત વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન આપ્યું છે. તે સૌથી ઓછી ઉંમરે નેશનલ ટીમમાં પસંદ થયેલો સૌથી યુવા ભારતીય બન્યો છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય T20 ટીમ શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

