સ્પોર્ટ્સ અપડેટ- સિંધુ જાપાન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી:ભારતીય ફાસ્ટ બોલર ગરનૂર બરાર પર ICC કાર્યવાહી કરી; મેજર લીગમાં પૂરનની 31 બોલમાં સદી
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ જાપાન ઓપન સુપર-750 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. તેણે બીજા રાઉન્ડમાં વિશ્વની નંબર-5 ખેલાડી ચીનની હાન યુને 35 મિનિટમાં 21-16, 21-14થી હરાવી. આ જીત સાથે સિંધુએ હાન યુ સામે પોતાનો હેડ-ટુ-હેડ રેકોર્ડ 8-1 કરી લીધો. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો જાપાનની પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોઝોમી ઓકુહારા સાથે થશે, જેને બીજા રાઉન્ડમાં વોકઓવર મળ્યો હતો. —————– સ્પોર્ટ્સના અન્ય સમાચાર પણ વાંચો… ગુરનૂર બરાર પર ICCની કાર્યવાહી, એક ડિમેરિટ પોઇન્ટ મળ્યો ભારતના ઝડપી બોલર ગુરનૂર બરારને ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ICCના લેવલ-1 કોડ ઑફ કન્ડક્ટના ઉલ્લંઘનનો દોષી ઠેરવ્યો. તેને સત્તાવાર ચેતવણી આપવામાં આવી અને રેકોર્ડમાં એક ડિમેરિટ પોઇન્ટ ઉમેર્યો. છેલ્લા 24 મહિનામાં આ તેમનો પ્રથમ ગુનો છે. આ ઘટના ઇંગ્લેન્ડની ઇનિંગ્સની આઠમી ઓવરની છે, જ્યારે બ્રારે ફિલ્ડિંગ દરમિયાન બોલ બેટર તરફ ખતરનાક રીતે ફેંક્યો હતો. આ અંગે અમ્પાયરોએ ફરિયાદ કરી હતી. બરારે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી, તેથી ઔપચારિક સુનાવણીની જરૂર પડી ન હતી. ICCના આર્ટિકલ 2.9 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. લેવલ-1ના ઉલ્લંઘન પર ચેતવણી, મેચ ફીનો મહત્તમ 50% દંડ અને 1 અથવા 2 ડિમેરિટ પોઇન્ટ આપી શકાય છે. —————– સ્પોર્ટ્સના અન્ય સમાચાર પણ વાંચો… મેજર લીગમાં પૂરનની 31 બોલમાં સદી વેસ્ટ ઇન્ડીઝના નિકોલસ પૂરને મેજર ક્રિકેટ લીગમાં 31 બોલમાં સદી ફટકારી છે. તેણે ગુરુવારે MI ન્યૂયોર્ક તરફથી વોશિંગ્ટન ફ્રીડમ સામે 5 ચોગ્ગા અને 13 છગ્ગાથી સજ્જ ઇનિંગ રમી. તેની ઇનિંગના દમ પર ન્યૂયોર્કે વોશિંગ્ટનને 266 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ફ્રીડમે 7 ઓવરમાં બે વિકેટે 78 રન બનાવ્યા છે. લીગની અન્ય એક મેચમાં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સે સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સને 7 રનથી હરાવીને પ્રથમ વખત મેજર લીગ ક્રિકેટ (MLC)ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફાઇનલ મેચ 19 જુલાઈએ ઓકલેન્ડમાં રમાશે. નાઈટ રાઈડર્સે ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 187 રન બનાવ્યા. જવાબમાં સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ 20 ઓવરમાં 4 વિકેટે 180 રન જ બનાવી શકી. નાઈટ રાઈડર્સ તરફથી કોલિન મુનરો (44 બોલમાં 51) અને આન્દ્રે રસેલ (50 બોલમાં અણનમ 62)એ ઇનિંગ્સ સંભાળી. રોવમેન પોવેલે છેલ્લી ત્રણ ઓવરમાં 15 બોલમાં અણનમ 50 રન ફટકાર્યા. સ્ટેફની ટેલરની સતત બીજી સદી, આયર્લેન્ડને 64 રનથી હરાવ્યું બ્રેડી (આયર્લેન્ડ). સ્ટેફની ટેલરની સતત બીજી સદીથી વેસ્ટ ઇન્ડીઝની મહિલા ટીમે આયર્લેન્ડ સામે ત્રીજી વન-ડે 64 રનથી જીતી લીધી છે. આ સાથે તેણે ત્રણ મેચની શ્રેણી 3-0થી પોતાના નામે કરી લીધી. જાન્યુઆરી 2025 પછી વેસ્ટ ઇન્ડીઝની આ પ્રથમ વન-ડે શ્રેણી જીત છે. બ્રેડીમાં વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત ખરાબ રહી. ટીમે 82 રન સુધીમાં પાંચ વિકેટ ગુમાવી દીધી. અહીંથી સ્ટેફની ટેલરે 105 રનની ઇનિંગ રમી, જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. તેણે લોઅર ઓર્ડરના બેટર્સ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને સ્કોર 257 રન સુધી પહોંચાડ્યો. 258 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમ 193 રનમાં સમેટાઈ ગઈ અને વેસ્ટ ઇન્ડીઝે 64 રનથી જીત નોંધાવીને શ્રેણીમાં ક્લીન સ્વીપ પૂર્ણ કર્યું. વેસ્ટ ઇન્ડીઝની સ્પિન જોડી કરિશ્મા રામહરક અને અફી ફ્લેચરે શાનદાર બોલિંગ કરતા ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. ટેલરે આ ઇનિંગ દરમિયાન પોતાની વન-ડે કારકિર્દીની 10મી સદી ફટકારી. તે સતત બે મેચમાં સદી ફટકારનારી વેસ્ટ ઇન્ડીઝની બીજી બેટર બની. સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂરા કરવાની સિદ્ધિ પણ હાંસલ કરી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

