હથકડીમાં દેખાયો ઇંગ્લિશ બોલર ત્રીજી ટેસ્ટમાંથી પણ બહાર:બ્રાયડન કાર્સ સામે તપાસ ચાલી રહી છે; પાકિસ્તાન સામે મુકાબલો 9 સપ્ટેમ્બરથી શરૂ
ઇંગ્લિશ બોર્ડે બુધવારે 9 સપ્ટેમ્બરથી પાકિસ્તાન સામે શરૂ થનારી ત્રીજી મેચ માટે ટીમની જાહેરાત કરી. તેમાં સોની બેકરને જાળવી રાખ્યો છે. મેથ્યુ ફિશરને બહાર કર્યો છે. નાઇટ ક્લબ વિવાદમાં તપાસનો સામનો કરી રહેલા ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સને એજબેસ્ટન ટેસ્ટ માટે પણ ઇંગ્લેન્ડની ટીમમાં સ્થાન મળ્યું નથી. 31 વર્ષીય કાર્સને સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં હથકડી પહેરાવીને 4 પોલીસ અધિકારીઓ સાથે જતા જોવામાં આવ્યો હતો. આ પછી તેને પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાંથી બહાર કર્યો હતો. ઇંગ્લેન્ડ ત્રણ ટેસ્ટની સિરીઝમાં 2-0થી આગળ… કાર્સને નાઇટ ક્લબની બહાર પોલીસે પકડ્યો હતો 22 ઑગસ્ટે ડર્બીમાં એક નાઇટક્લબની બહાર બનેલી ઘટના બાદ પોલીસે તેને થોડા સમય માટે હાથ બાંધીને રાખ્યો હતો. આ ઘટના બાદ કાર્સની ધરપકડ કરવામાં આવી હતી. તે હજુ પણ પોલીસ તપાસના રડારમાં છે. કાર્સે ગયા અઠવાડિયે ગ્લોસેસ્ટરશાયર સામેની કાઉન્ટી મેચમાં ડરહામ માટે રમ્યો હતો. એજબેસ્ટન ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ: જો રૂટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, સોની બેકર, શોએબ બશીર, હેરી બ્રુક, સેમ કૂક, જોર્ડન કોક્સ, બેન ડકેટ, એમિલિયો ગે, ડેન લોરેન્સ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, જેમી સ્મિથ અને જોશ ટંગ. પાકિસ્તાને 7 ખેલાડીઓને રિલીઝ કર્યા પ્રથમ બે ટેસ્ટ હાર્યા બાદ પાકિસ્તાને પોતાની ટીમમાં 7 ફેરફારો કર્યા છે. મોહમ્મદ રિઝવાન, ઇમામ-ઉલ-હક, સલમાન અલી આગા, અલી ઉસ્માન, આમિર જમાલ, અવેસ ઝફર અને ખુર્રમ શહઝાદને બહાર કર્યા છે. તેમની જગ્યાએ અરાફાત મિન્હાસ, મોહમ્મદ ઇમરાન જુનિયર, સાદ બેગ, મોહમ્મદ ઇમરાન રંધાવા, રઝાઉલ્લાહ, સૈમ અયુબ અને અબ્દુલ્લા ફઝલને તક મળી છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

