હોકી વર્લ્ડકપમાં 19 ઑગસ્ટે ભારત vs પાકિસ્તાન:મહિલા ટીમનો પ્રથમ મુકાબલો ચીન સામે; 15 ઑગસ્ટથી ટુર્નામેન્ટની શરૂઆત

Last Updated: August 11, 2026By

મેન્સ અને વુમન્સ હોકી વર્લ્ડ કપ 15 ઑગસ્ટથી નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં રમાશે. 30 ઑગસ્ટ સુધી ચાલનારી 16 ટીમની ટુર્નામેન્ટનું ફોર્મેટ બદલવામાં આવ્યું છે. હવે ક્વાર્ટર ફાઇનલ નહીં હોય. ટીમ ઈન્ડિયાને પૂલ-Dમાં ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને વેલ્સ સાથે રાખ્યું છે. હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ 15 ઑગસ્ટે વેલ્સ સામે અભિયાન શરૂ કરશે. ત્યારબાદ 17 ઑગસ્ટે ઇંગ્લેન્ડ અને 19 ઑગસ્ટે પાકિસ્તાન સામે મુકાબલો થશે. 16 ટીમ 4 ગ્રુપમાં વહેંચાઈ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. તેમને ચાર પૂલમાં વહેંચવામાં આવી છે અને દરેક પૂલમાં ચાર-ચાર ટીમ છે. બીજા સ્ટેજમાં 8 ટીમ જશે ટુર્નામેન્ટના ફોર્મેટમાં સૌથી મોટો બદલાવ ક્વાર્ટર ફાઇનલને હટાવવાનો છે. શરૂઆતના ચારેય પૂલમાંથી ટૉપ-2 ટીમ આગલા ગ્રુપ સ્ટેજમાં જશે. એટલે કે કુલ 8 ટીમ બીજા ચરણમાં પહોંચશે. બીજા ચરણમાં આ ટીમને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ત્યારબાદ બંને ગ્રુપની ટૉપ-2 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. આ રીતે સીધા બીજા ગ્રુપ સ્ટેજમાંથી સેમિફાઇનલનો રસ્તો ખુલશે. ભારત માટે શરૂઆતની મેચ ખૂબ જ મહત્વપૂર્ણ નવા ફોર્મેટમાં ગ્રુપ સ્ટેજનું મહત્વ વધી ગયું છે. ભારતને પોતાના પૂલમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન જેવી મજબૂત ટીમનો સામનો કરવો પડશે. બીજા તબક્કામાં પહોંચ્યા પછી શરૂઆતી ગ્રુપની પરસ્પર મેચની અસર પણ આગળ પડશે. ભારતીય ટીમના કોચ ક્રેગ ફુલ્ટને પણ શરૂઆતી પૂલ મેચને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે. તેમના મતે, ટૉપ-2માં પહોંચવું જરૂરી છે અને આગળ વધનારી ટીમ વચ્ચે રમાયેલી મેચનું પરિણામ આગામી તબક્કામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે. 15 ઑગસ્ટથી શરૂ, 30મીએ ફાઇનલ વર્લ્ડ કપ 15 ઑગસ્ટથી શરૂ થશે અને ફાઇનલ 30 ઑગસ્ટના રોજ રમાશે. સેમિફાઇનલ 28 અને 29 ઑગસ્ટના રોજ થશે. બ્રોન્ઝ મેડલ મેચ 30 ઑગસ્ટના રોજ સાંજે 5:30 વાગ્યે અને ફાઇનલ રાત્રે 8 વાગ્યે રમાશે. 1975માં હોકી વર્લ્ડ કપ જીત્યો ભારતીય મેન્સ હોકી ટીમે 1971માં શરૂ થયેલા પહેલા હોકી વર્લ્ડ કપથી જ આ ટુર્નામેન્ટમાં રમવાનું શરૂ કરી દીધું હતું. ટીમે અત્યાર સુધી 15 વખત ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને માત્ર એક જ વાર વર્લ્ડ કપ જીત્યો છે. ભારતે 1975માં કુઆલાલંપુર, મલેશિયામાં રમાયેલા વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. મહિલા વર્લ્ડ કપ પણ આ જ સમયગાળા દરમિયાન મહિલા હોકી વર્લ્ડ કપ પણ 15 ઑગસ્ટથી નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં રમાશે. એમાં પણ 16 ટીમ અને ચાર પૂલ હશે. ભારતીય મહિલા ટીમને પૂલ-Dમાં ચીન, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સાથે રાખવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ 16 ઑગસ્ટે ચીન સામે પોતાની પ્રથમ મેચ રમશે. ત્યારબાદ 18 ઑગસ્ટે સાઉથ આફ્રિકા અને 20 ઑગસ્ટે ઇંગ્લેન્ડ સામે મુકાબલો થશે. મહિલા વર્લ્ડ કપની ફાઇનલ 29 ઑગસ્ટે સાંજે 7:30 વાગ્યે રમાશે. ભારતીય મહિલા હોકી ટીમ હજુ સુધી જીતી શકી નથી ભારતીય મહિલા હોકી ટીમે અત્યાર સુધી કુલ 9 વખત (2026 વર્લ્ડ કપ સહિત) વર્લ્ડ કપમાં ભાગ લીધો છે. મહિલા ટીમે 1974માં પોતાના પ્રથમ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો, પરંતુ હજુ સુધી તેઓ એક પણ વખત ટાઇટલ જીતી શકી નથી.