અંબાણી-અદાણીની સંપત્તિ ₹1.41 લાખ-કરોડ ઘટી, છતાં ટોપ પર:ફોર્ચ્યુન ઇન્ડિયા ટોપ-100માં 56 અબજોપતિઓની સંપત્તિ વધી, 31ની ઘટી; 13 નવા ચહેરા શામેલ
ફોર્ચ્યુન ઇન્ડિયાએ દેશના ટોપ-100 અબજોપતિઓની નવી યાદી બહાર પાડી છે. દેશના ટોચના 2 ધનિકોની સંપત્તિ એક વર્ષમાં 1.41 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ. આમ છતાં મુકેશ અંબાણી પ્રથમ અને ગૌતમ અદાણી બીજા સ્થાને યથાવત છે. ટોપ-100માં 30 ઉદ્યોગપતિઓની સંપત્તિ કુલ 4.26 લાખ કરોડ રૂપિયા ઘટી છે. તેમાં મુકેશ અંબાણીની સંપત્તિ સૌથી વધુ 82 હજાર કરોડ રૂપિયા ઓછી થઈ, જ્યારે અદાણીની સંપત્તિ 59 હજાર કરોડ રૂપિયા ઘટી. સાવિત્રી જિંદલની સંપત્તિમાં સૌથી વધુ ₹1 લાખ કરોડનો વધારો થયો બીજી તરફ 56 ઉદ્યોગપતિઓની કુલ સંપત્તિ 7.70 લાખ કરોડ રૂપિયા વધી. 31ની સંપત્તિ ઘટી છે. આ વખતે 13 લોકો પ્રથમ વખત ટોપ-100માં સામેલ થયા છે. સાવિત્રી જિંદલની સંપત્તિમાં સૌથી વધુ 1 લાખ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો. આ ઉપરાંત શ્યામ ભારતી અને હરિ ભારતીની સંપત્તિ ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ 78% વધી. માઇનિંગ કંપની રુંગટામાઇન્સના નંદલાલ રુંગટા અને મુકુંદ રુંગટા પ્રથમ વખત આ યાદીમાં સામેલ થયા છે. તેઓ 61મા સ્થાને છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


