અફઘાનિસ્તાને આયર્લેન્ડને 42 રનથી હરાવ્યું:અટલ-ઝદરાન વચ્ચે 231 રનની ભાગીદારી, 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Last Updated: August 17, 2026By

અફઘાનિસ્તાને બુધવારે બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે 42 રનથી જીત મેળવી. ટીમે 5 મેચની સિરીઝમાં 3-0ની અજેય લીડ બનાવી લીધી છે. સિરીઝની છેલ્લી મેચ 15 ઑગસ્ટે બેલફાસ્ટમાં જ રમાશે. અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 343 રન બનાવ્યા. સેદિકુલ્લા અટલે 143 અને ઇબ્રાહિમ ઝદરાને 107 રન બનાવ્યા. જવાબમાં આયર્લેન્ડ 48 ઓવરમાં 301 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું. એન્ડી બાલબર્નીએ 109 અને કર્ટિસ કેમ્ફરે 84 રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી યામીન અહમદઝાઈએ 4 વિકેટ અને રાશિદ ખાને 3 વિકેટ લીધી. આયર્લેન્ડના મેકડોનફે 3 અને ગેવિન હોઈએ 2 વિકેટ ઝડપી. અટલને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો. ગુરબાઝ વહેલો આઉટ, અટલ-ઝદરાને ઇનિંગ્સ સંભાળી અફઘાનિસ્તાનને શરૂઆતમાં જ ઝટકો લાગ્યો. ગત મેચનો ટોપ સ્કોરર રહેમાનુલ્લાહ ગુરબાઝ બીજી ઓવરમાં આઉટ થયો. ત્યારબાદ અટલ અને ઝદરાને બીજી વિકેટ માટે 231 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સ સંભાળી. વન-ડેમાં અફઘાનિસ્તાન માટે આ વિકેટની સૌથી મોટી ભાગીદારી છે. બંનેએ 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. આ રેકોર્ડ કરીમ સાદિક અને મોહમ્મદ શહઝાદના નામે હતો, જેમણે સ્કોટલેન્ડ સામે 218 રનની ભાગીદારી કરી હતી. અટલનો 25મા જન્મદિવસ પર સદી, ઝદરાને 7મી સદી ફટકારી અટલે પોતાના 25મા જન્મદિવસ પર સદી ફટકારી. તેણે ઇનિંગ્સની મિડલ ઓવર્સમાં સમજદારીપૂર્વક બેટિંગ કરી અને જ્યારે પણ ઇનિંગ્સ ધીમી પડવા લાગી, ખાસ કરીને સ્પિન સામે બાઉન્ડરી ફટકારીને ફરીથી ગતિ વધારી. અટલે સતત બાઉન્ડરી ફટકારીને બોલરો પર દબાણ જાળવી રાખ્યું. તે 150 રનની નજીક પહોંચતો દેખાઈ રહ્યો હતો, પરંતુ લોંગ ઓન પર ખોટા ટાઈમિંગવાળા શોર્ટ પર આઉટ થઈ ગયો. ઝદરાને પણ અટલનો પૂરો સાથ આપ્યો. તેણે વન-ડે કારકિર્દીની 7મી સદી ફટકારી.ઝદરાનની ઇનિંગ્સમાં 11 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. આયર્લેન્ડની શરૂઆત ધીમી રહી મોટા ટાર્ગેટના જવાબમાં આયર્લેન્ડે ધીમી શરૂઆત કરી. શરૂઆતની પહેલી 8 ઓવરમાં ટીમ ફક્ત 25 રન બનાવી શકી. યામીન અહમદઝાઈ અને અઝમતુલ્લાહ ઉમરઝાઈએ શરૂઆતની સ્પેલમાં સ્વિંગ બોલિંગથી આઇરિશ ઓપનર્સને પરેશાન કર્યા. પોલ સ્ટર્લિંગ સતત બોલ ચૂકી રહ્યા હતા, જ્યારે બાલબર્નીએ સંભાળીને બેટિંગ કરી. કેમ્ફરે 46 બોલમાં 84 રન બનાવ્યા મેચ હાથમાંથી નીકળી ગયા પછી કર્ટિસ કેમ્ફરે T20 અંદાજમાં બેટિંગ કરી. તેણે 46 બોલમાં 84 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. કેમ્ફરે સીધા બેટથી ઝડપી શોટ લગાવીને રન બનાવ્યા. તે 48મી ઓવરમાં આયર્લેન્ડના નવમા બેટર તરીકે આઉટ થયો. તેની ઇનિંગ્સથી આયર્લેન્ડ 300 રનને પાર કરી શક્યું.

Leave A Comment