અફઘાનિસ્તાને ટોસ જીતને બોલિંગ લીધી:આજે સાઉથ આફ્રિકાને હરાવીને 2024નો બદલો લેવાની તક; રાશિદ ટી-20 ક્રિકેટમાં 700 વિકેટ પૂર્ણ કરવાની નજીક

Last Updated: February 11, 2026By

ટી-20 વર્લ્ડ કપ 2026નો 13મો મુકાબલો સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો ગ્રુપ-Dમાં સામેલ છે અને આ મુકાબલો સુપર-8ની રેસની દૃષ્ટિએ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. સાઉથ આફ્રિકાએ એક ઓવર પછી કોઈ નુકસાન વગર 4 રન બનાવી લીધા છે. કેપ્ટન એડન માર્કરમ અને વિકેટકીપર ક્વિન્ટન ડી કોક ક્રિઝ પર છે. પ્લેઇંગ-11 સાઉથ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક(વિકેટકીપર), રાયન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો યાન્સેન, જ્યોર્જ લિન્ડે, કાગીસો રબાડા, કેશવ મહારાજ અને લુન્ગી એન્ગિડી. અફઘાનિસ્તાન: રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, ગુલબદ્દીન નઇબ, સેદિકુલ્લાહ અટલ, દારવિશ રસૂલી, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મોહમ્મદ નબી, મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ, ફઝલહક ફારૂકી.