અભિષેક શર્મા સતત 6 મહિનાથી T20 ટૉપ બેટર:કેપ્ટન સૂર્યાની એક મહિના પછી ટૉપ-10માં વાપસી, ઓલરાઉન્ડર્સમાં હાર્દિક ત્રીજા નંબરે
ટીમ ઈન્ડિયાના ઓપનર અભિષેક શર્મા ICC રેન્કિંગમાં સતત 6 મહિનાથી નંબર વન બેટર બન્યો છે. બુધવારે જાહેર થયેલી રેન્કિંગમાં 929 પોઈન્ટ્સ સાથે તે નંબર વન પર છે. અભિષેક પહેલીવાર 30 જુલાઈ 2025ના રોજ નંબર-1 બેટર બન્યો હતો. અભિષેકે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી T20 સિરીઝની પ્રથમ મેચમાં 84 અને ત્રીજી મેચમાં 68* રનની ઇનિંગ રમી હતી. જ્યારે, ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર ટૉપ-10માં સ્થાન મેળવી લીધું છે. આ અઠવાડિયે તેને પાંચ સ્થાનનો ફાયદો થયો છે. તે 717 રેટિંગ પોઈન્ટ્સ સાથે સાતમા નંબર પર પહોંચી ગયો છે. સૂર્યા ડિસેમ્બરમાં ટૉપ-10માંથી બહાર થયો હતો. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં છેલ્લી બે મેચમાં સૂર્યાએ સતત બે અડધી સદી ફટકારી હતી અને બંને મેચમાં અણનમ રહ્યા હતા. ભારતનો તિલક વર્મા 781 પોઇન્ટ્સ સાથે ત્રીજા નંબર પર યથાવત છે. ઓલરાઉન્ડર્સમાં હાર્દિક પંડ્યા ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. બુમરાહને ચાર સ્થાનનો ફાયદો
T20 વર્લ્ડ કપની શરૂઆતથી બરાબર 10 દિવસ પહેલાં આ ભારત માટે સકારાત્મક સંકેત છે. ન્યૂઝીલેન્ડ સામેના શાનદાર પ્રદર્શન બાદ અન્ય ઘણા ભારતીય ખેલાડીઓની રેન્કિંગમાં પણ સુધારો થયો છે, જેનાથી ટીમ ઈન્ડિયાને મોટો મનોબળ મળ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે T20 બોલર્સ રેન્કિંગમાં ચાર સ્થાનની છલાંગ લગાવી છે. ત્રીજી T20 મેચમાં કિવીઝ ટીમ સામે ત્રણ વિકેટ લીધા બાદ બુમરાહ હવે 13મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે, વરુણ ચક્રવર્તી પ્રથમ બે મેચમાં કુલ ત્રણ વિકેટ લઈને રેન્કિંગમાં પ્રથમ નંબર પર યથાવત છે. ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં હાર્દિક એક સ્થાન ઉપર આવ્યો
T20 ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને પણ ફાયદો થયો છે. હાર્દિક પંડ્યા એક સ્થાનની છલાંગ લગાવીને ત્રીજા નંબર પર પહોંચી ગયા છે, જ્યારે શિવમ દુબેએ 6 સ્થાનની બઢત સાથે 11મું સ્થાન હાંસલ કર્યું છે. આ યાદીમાં ઝિમ્બાબ્વેના અનુભવી ખેલાડી સિકંદર રઝા ટોચ પર યથાવત છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

