‘અર્થ’નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 12- જીવનનો સૌથી મહત્વનો 4C કોન્સેપ્ટ જાણો

Last Updated: January 24, 2026By

છેલ્લાં લેખમાં મેં ટર્મ પ્લાન એટલે કે મુદ્દતી વીમા વિશે વિસ્તૃત વાત કરી હતી. આજે 4C કોન્સેપ્ટ પર વાત કરીશ.
આ પદ્ધતિમાં, 4 પ્રકાર છે અને આ દરેક પ્રકાર આપણી લાઇફ સાથે જોડાયેલા છે. પરંતુ રોજિંદી જિંદગીમાં આપણે આને ભૂલતાં જઈએ છીએ એટલે ધ્યાનથી આ લેખને સમજજો. જીવનનો સૌથી મહત્વનો 4C કોન્સેપ્ટ 1. આવકના સ્ત્રોતોનું સર્જન
આપણે બધાં આવકનું સ્ત્રોત ઊભું કરવાનું એક સાધન કહી શકાય.
આપણે કામ કરીએ એટલે આપણા થી જ ઘર ચાલે માટે આપણે આવક ના મુખ્ય સ્ત્રોત કેહવાઈએ. 2. આવક ઉપર ખર્ચ
જ્યારે આપણે આવક ઊભી કરીએ એટલે સામે ખર્ચ પણ થવાનો માટે તેને આવક પરનો ખર્ચ કહી શકાય. 3. આવક પર બચત
આવક પર ખર્ચ કર્યા પછી થોડી ઘણી બચત પણ થતી હોય છે અને તે એફ ડી, મ્યુચ્યુઅલ ફંડ અને વીમા પોલિસીમાં વપરાતી હોય છે. હવે, છેલ્લું પણ ખૂબ જ મહત્વનું…. 4. સાતત્યપૂર્ણ આવક
આવકની સાતત્યતા એટલે તમે કમાતાં હો કે ન હો, આપ સ્વસ્થ હો કે ન હો, તમારી હાજરી હોય કે ન હોય આવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં તમારા ઘરમાં રૂપિયાની આવક સતત આવતી રહે તેને કન્ટિન્યુટી ઓફ ઈનકમ (સાતત્યપૂર્ણ આવક) કહી શકાય. હવે સવાલ એ ઉભો થાય છે કે શું તમારી પાસે એવું ચોક્કસ પ્રયોજન છે કે કોઈ પણ અસામાન્ય પરસ્થિતિમાં ઘરમાં એક સાતત્યપૂર્વક અથવા તો રેગ્યુલર આવક આવતી જાય..!? આ સવાલ ખૂબ જ ગંભીર છે કારણ કે કન્ટિન્યુટી ઓફ ઈનકમનું પ્લાનિંગ સામાન્ય રીતે ખૂબ ઓછું જોવા મળે છે. અને આની ઉપર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ પદ્ધતિથી તમારી આંખ ચોક્કસ ઊઘડી હશે અને એક રસ્તો મળશે જેનાથી તમે તમારું ભવિષ્યનું સચોટ પ્લાનિંગ કરી શકો. માટે, હું હંમેશા કહું છું કે આર્થિક આયોજન એ કોઈ વ્યક્તિ કે પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જો સચોટ ગણતરી કરીને કર્યું હશે તો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માં તમને રૂપિયાની તકલીફ ક્યારે પણ નહીં પડે. અને આની માટે તમારી પાસે અનુભવી Financial Advisor હોવો ખૂબ જ જરૂરી છે. આવતાં લેખમાં, હું આને સંબંધિત બીજા મુદ્દા વિશે વિસ્તૃત માહિતી આપીશ. સકુશળ રહો, સમૃદ્ધ રહો, પોતાનાં પરિવાર માટે ચોક્કસપણે સ્વાર્થી બનો.