'અર્થ'નું અર્થઘટન:વૃદ્ધિ અને વૈવિધ્યકરણ ભાગ 13- જાણો વિવિધ પરિસ્થિતિમાં રોજિંદા જીવનમાં રૂપિયાની કેટલી જરૂરિયાત

Last Updated: January 31, 2026By

છેલ્લા લેખમાં 4C કોન્સેપ્ટ પર વાત કરી હતી. એ પદ્ધતિમાં, 4 પ્રકાર છે અને આ દરેક પ્રકાર આપણી લાઇફ સાથે જોડાયેલા છે. હવે, રોજિંદી જિંદગીમાં કેટલા ગણા રૂપિયા આપણી પાસે હોવા જોઈએ અને એમાં પણ અલગ અલગ પરિસ્થિતિમાં કેટલા હોવા જોઈએ એ ખૂબ સમજવા જેવું છે એટલે ધ્યાનથી આ લેખને સમજજો. જીવનની મુખ્ય 4 જરૂરીયાતો…. 1) રોટી 2) કપડાં 3) મકાન 4) આવક આવકના પણ 2 પ્રકાર છે…. હવે, જ્યાં સુધી તમે આવક ઊભી કરતા હોવ ત્યાં સુધી તો ખાસ ચિંતા કરવાની નથી હોતી પણ જ્યારે આવક બંધ થઈ જાય અને તમારી જરૂરિયાતો સામે ઊભી હોય ત્યારે તમે કરેલી બચત ખૂબ જ કામ આવે છે. હવે, કેટલી આવક જોઈએ એના વિશે વિસ્તૃત માહિતી 1). તમારી ગેરહાજરીમાં તમારી વાર્ષિક આવક ના ઓછા માં ઓછા 10X તમારા પરિવાર ને મળવા જ જોઈએ. 2). તમારી વાર્ષિક આવક ના 5X હોવા જ જોઈએ કે જ્યારે તમે બીમાર પડો. 3). તમારી વાર્ષિક આવક ના 20X તમારે તમારા retirement માટે બચાવવા જ પડશે કે જેનાથી આવક બંધ થઇ જાય ત્યારે ઘર ચલાવવામાં તકલીફ ન પડે. 4). છેલ્લે, જો તમારે તમારા બાળકોને વિદેશ ભણવા માટે મોકલવા હોય તો તમારે વાર્ષિક આવકના 5X બચાવવા જ પડે. જો આવી રીતે, તમે બચત કરો તો જીવન આર્થિક મુશ્કેલી ન પડે. આવતાં લેખમાં, હું આને સંબંધિત બીજા મુદ્દા વિશે વિસ્તૃત માહિતી આપીશ. સકુશળ રહો, સમૃદ્ધ રહો, પોતાનાં પરિવાર માટે ચોક્કસપણે સ્વાર્થી બનો.… …. વિજય ગાંધી ઓનર બિઝનેસ ટેક્સપર્ટ્સ ફિન્સર્વ ઇન્ટર જનરેશનલ પ્લાનર એન્ડ ફાઈનાન્સિયલ સ્ટ્રક્ચર ઇનોવેટર M – 9898999551 vijay.gandhi78@gmail.com