આજે WPLની એલિમિનેટર DC vs GG:દિલ્હી સતત ચોથા પ્લેઑફમાં રમશે, પ્રથમ ટાઇટલની શોધમાં; જીતનારી ટીમ RCB સામે ફાઇનલ રમશે

Last Updated: February 3, 2026By

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં ચોથી સીઝનની એલિમિનેટર આજે ગુજરાત જાયન્ટ્સ (GG) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાશે. વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં મુકાબલો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. ટૉસ 7 વાગ્યે થશે. આ મેચ જીતનારી ટીમ 5 ફેબ્રુઆરીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે વડોદરામાં જ ફાઇનલ રમશે. આ સીઝનમાં ગુજરાતે બંને મેચ જીતી
ગુજરાત અને દિલ્હી વચ્ચે WPLમાં અત્યાર સુધી 8 મુકાબલા રમાયા છે. 4-4 માં બંનેને જીત મળી. આ સિઝનમાં બંને મેચ ગુજરાતના નામે રહી. ટીમે નવી મુંબઈમાં 4 રન અને વડોદરામાં 3 રનથી નજીકનો મુકાબલો જીત્યો. દિલ્હી બંને વાર છેલ્લી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરવામાં ચૂકી ગઈ. દિલ્હી સતત ચોથા પ્લેઑફમાં પહોંચી
દિલ્હી કેપિટલ્સે આ વખતે જેમિમાહ રોડ્રિગ્ઝની આગેવાનીમાં પ્લેઓફમાં સ્થાન બનાવ્યું. ટીમ 8 પોઇન્ટ્સ સાથે ત્રીજા નંબરે રહી. આ પહેલા 3 સીઝન સુધી ટીમ મેગ લેનિંગની કેપ્ટનશીપમાં દર વખતે ટોચ પર રહી, પરંતુ ફાઇનલ જીતી શકી નહીં. ગુજરાત જાયન્ટ્સે સતત બીજી સીઝનમાં પ્લેઓફમાં સ્થાન બનાવ્યું. ટીમ ગત સીઝનમાં ત્રીજા નંબરે રહી હતી, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ સામે નોકઆઉટ મુકાબલો જીતી શકી નહોતી. ગુજરાતે આ વખતે મુંબઈને હરાવીને પ્લેઓફમાં એન્ટ્રી કરી. નંદની શર્મા દિલ્હીની ટૉપ વિકેટ ટેકર
WPLની ચોથી સિઝનમાં દિલ્હી કેપિટલ્સને મીડિયમ પેસર નંદની શર્માનો ઘણો સાથ મળ્યો. જેણે ટુર્નામેન્ટની ચોથી હેટ્રિક સહિત 15 વિકેટ લીધી. તે ટીમની ટૉપ વિકેટ ટેકર છે. જ્યારે સાઉથ આફ્રિકાની લૌરા વોલ્વાર્ટે ટીમ માટે સૌથી વધુ 241 રન બનાવ્યા છે. કેપ્ટન ગાર્ડનર ગુજરાતની ટૉપ બેટર
કેપ્ટન એશ્લે ગાર્ડનરે ગુજરાત માટે સૌથી વધુ 244 રન બનાવ્યા છે. જ્યારે ઓલરાઉન્ડર સોફી ડિવાઇન ટીમની ટૉપ વિકેટ ટેકર છે. તેણે ટુર્નામેન્ટમાં પણ સૌથી વધુ 17 વિકેટ લીધી છે. ડિવાઇને જ દિલ્હી સામે આ સીઝનમાં બંને મેચમાં છેલ્લી ઓવર ફેંકીને ગુજરાતને જીત અપાવી હતી. પીચ રિપોર્ટ
વડોદરાની પીચ પર શરૂઆતના મુકાબલામાં રન સ્કોરિંગ મુશ્કેલ હતું. ત્યારે પહેલા બેટિંગ કરવું ફાયદાકારક હતું, પરંતુ છેલ્લા કેટલીક મેચમાં રન બનાવવા સરળ બન્યા છે. આવા સંજોગોમાં ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ગુજરાત જાયન્ટ્સ (GG): બેથ મૂની (વિકેટકીપર), સોફી ડિવાઇન, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), જ્યોર્જિયા વેરહામ, ભારતી ફૂલમાળી, કનિકા આહૂજા, કાશ્વી ગૌતમ, તનુજા કંવર, રાજેશ્વરી ગાયકવાડ અને રેણુકા સિંહ. દિલ્હી કેપિટલ્સ (DC): લિઝેલ લી (વિકેટકીપર), શેફાલી વર્મા, લૌરા વોલવાર્ટ, જેમિમાહ રોડ્રિગ્સ (કેપ્ટન), મારિઝેન કેપ, શિનેલ હેનરી, નિકી પ્રસાદ, સ્નેહ રાણા, મિન્નૂ મણિ, નંદની શર્મા અને શ્રી ચારણી.

Leave A Comment