'આપણે સંબંધી છીએ':અમિતાભ બચ્ચનની વાત સાંભળી સૈફ અલી ખાન મૂંઝાયો, સંબંધોનો કોયડો ઉકેલવામાં પરસેવો છૂટી ગયો
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં સૈફ અલી ખાન સાથેના તેમના પારિવારિક સંબંધો વિશે વાત કરી. ખરેખરમાં, સૈફ શો ‘કૌન બનેગા કરોડપતિ’માં તેની આગામી ફિલ્મ ‘હૈવાન’ના કો-સ્ટાર અક્ષય કુમાર સાથે પહોંચ્યો હતો. શોના પ્રોમોમાં અમિતાભે સૈફને કહ્યું, “ઘણા લોકોને ખબર નથી કે તેઓ અમારા સંબંધી છે.” આ સાંભળીને સૈફ આશ્ચર્યચકિત થયો અને તેણે પૂછ્યું, “હું?” અમિતાભે આ પછી કપૂર અને નંદા પરિવાર દ્વારા બંને પરિવારોના જોડાણની માહિતી આપી. શો પર અમિતાભે આ કનેક્શન સમજાવતા કહ્યું, “રાજ કપૂરની દીકરી રીતુનો દીકરો નિખિલ મારી દીકરી શ્વેતા સાથે પરણેલો છે.” આ પછી અમિતાભે રમુજી અંદાજમાં સૈફને પૂછ્યું કે કરીના તેમને શું કહેશે? આના પર સૈફે કહ્યું કે ભગવાનનો આભાર છે કે આ પ્રશ્ન શોમાં નથી. કપૂર-નંદા પરિવાર સાથે જોડાયેલો સંબંધ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનના લગ્ન નિખિલ નંદા સાથે થયા છે. નિખિલની માતા રીતુ નંદા, ફિલ્મમેકર રાજ કપૂરની દીકરી છે. રાજ કપૂર, કરીના કપૂરના દાદા હતા. કરીના રાજ કપૂરના મોટા દીકરા રણધીર કપૂરની દીકરી છે. આ કારણે નિખિલ નંદા અને કરીના કપૂર કઝિન છે. સૈફ અલી ખાનના લગ્ન કરીના સાથે થયા છે, તેથી બચ્ચન પરિવાર સાથે તેમનો સીધો સંબંધ (જેમ કે કાકા-ભત્રીજી, મામા-ભાણી વગેરે) નથી, પરંતુ લગ્ન દ્વારા જોડાયેલો છે. અમિતાભ બચ્ચન અને કરીના સાથે કામ કરી ચૂક્યા છે અમિતાભ બચ્ચન અને કરીના કપૂરે ‘કભી ખુશી કભી ગમ’ (2001), ‘દેવ’ (2004) અને ‘સત્યાગ્રહ’ (2013) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જ્યારે, અમિતાભે સૈફ અલી ખાન સાથે ‘એકલવ્ય: ધ રોયલ ગાર્ડ’ (2007) અને ‘આરક્ષણ’ (2011) માં પણ સ્ક્રીન શેર કરી છે. સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત ‘હૈવાન’માં જોવા મળશે. જેમાં સૈફ ઉપરાંત અક્ષય કુમાર, બોમન ઈરાની, શ્રિયા પિલગાંવકર, સૈયામી ખેર, રાજપાલ યાદવ, શારિબ હાશ્મી, રાજેશ શર્મા અને મનોજ જોશી મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ પ્રિયદર્શનની 2016માં રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મ ‘ઓપ્પમ’ની રિમેક છે, જેમાં મોહનલાલ મુખ્ય ભૂમિકામાં હતા. કરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ સિંઘમ અગેન (2024)માં જોવા મળી હતી. જ્યારે તે ટૂંક સમયમાં મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘દાયરા’માં જોવા મળશે. ‘દાયરા’માં કરીના એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. ‘દાયરા’ 18 સપ્ટેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

