ઈજાગ્રસ્ત પેટ કમિન્સ T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર:બેન ડ્વારશુઇસને તક, મિચેલ માર્શ કેપ્ટનશીપ કરશે; 3 નવા ખેલાડીઓને તક
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. તે પીઠની ઈજામાંથી સાજા થઈ શક્યો નથી. તેની જગ્યાએ લેફ્ટી પેસર બેન ડ્વારશુઈસને તક આપવામાં આવી છે. કમિન્સ ઉપરાંત, મેથ્યુ શોર્ટ પણ પોતાની જગ્યા બચાવી શક્યો નથી. તેના સ્થાને મેટ રેનશોની પસંદગી કરવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શનિવારે ટીમની જાહેરાત કરી. મિચેલ માર્શને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જ્યારે, ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનલી અને મેથ્યુ કુહનેમન જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન ટીમ 11 ફેબ્રુઆરીએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં આયર્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. હાલમાં, ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન સામે 3 T20 મેચની સિરીઝ રમી રહી છે. ટીમને પહેલી મેચમાં 22 રનની હારનો સામનો કરવો પડ્યો. સિરીઝની બીજી મેચ આજે સાંજે 4:30 વાગ્યે લાહોરમાં રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ પોસ્ટે ટીમ જાહેર કરી… 3 ખેલાડીઓ વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે
સ્પિનર મેથ્યુ કુહ્નેમન, ઓલરાઉન્ડર કૂપર કોનોલી અને ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટને પહેલીવાર T20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું છે. કૂપર કોનોલીની પસંદગી આશ્ચર્યજનક રહી, કારણ કે તેણે છેલ્લી 12 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લીધો ન હતો. ટીમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઇનિસ તેમની જગ્યા બચાવવામાં સફળ રહ્યા છે. ગ્લેન મેક્સવેલ અને કેમરૂન ગ્રીન જેવા અનુભવી ઓલરાઉન્ડરોનો સમાવેશ થાય છે. બોલિંગની જવાબદારી જોશ હેઝલવુડ, ઝેવિયર બાર્ટલેટ અને બેન ડ્વારશિસ જેવા બોલરો પર છે. એડમ ઝામ્પા અને નાથન એલિસ પણ બોલિંગ લાઇનઅપનો ભાગ છે. પેટ કમિન્સની વાપસી ટળી
છેલ્લા કેટલાક સમયથી ઈજાથી પરેશાન પેટ કમિન્સનું નામ ટીમમાં સામેલ નથી. તે ટીમ સાથે પાકિસ્તાન પ્રવાસે પણ ગયો નહોતો. એવી આશા રાખવામાં આવી રહી હતી કે તે વર્લ્ડ કપ પહેલા ઠીક થઈ જશે. સિલેક્ટર ટોની ડોડમેડે કહ્યું, ‘પેટને તેની પીઠની ઈજામાંથી સાજા થવામાં વધુ સમય લાગી રહ્યો છે, તેથી બેન એક સારો રિપ્લેસમેન્ટ છે. તે લેફ્ટ આર્મ પેસ બોલિંગની સાથે શાનદાર ફિલ્ડિંગ અને લેટ ઓર્ડરમાં સારી બેટિંગ પણ કરી શકે છે.’ 11 ફેબ્રુઆરીએ પ્રથમ મેચ રમશે ટીમ
ઓસ્ટ્રેલિયા ગ્રુપ Bમાં સામેલ છે, જ્યાં તેની સાથે શ્રીલંકા, ઝિમ્બાબ્વે, ઓમાન અને આયર્લેન્ડની ટીમ છે. ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમનો પહેલી મુકાબલો 11 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે આર પ્રેમાદાસા ક્રિકેટ સ્ટેડિયમમાં છે. પોતાના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા સૌથી મજબૂત ટીમ છે, પરંતુ તેને શ્રીલંકા અને આયર્લેન્ડથી સખત ટક્કર મળવાની આશા છે. ઓસ્ટ્રેલિયાનો શ્રીલંકા સાથે 16 ફેબ્રુઆરીએ મુકાબલો થશે. ટીમ પોતાની છેલ્લી લીગ મેચ 20 ફેબ્રુઆરીએ ઓમાન સામે રમશે. તે પહેલા તેને 13 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે પણ ટકરાવાનું છે. ઓસ્ટ્રેલિયાની સ્ક્વોડ મિચેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, મેથ્યુ રેનશો, કૂપર કોનોલી, ટિમ ડેવિડ, જોશ ઇંગ્લિસ, જોશ હેઝલવુડ, બેન ડ્વારશુઈસ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન અને એડમ ઝામ્પા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

