ઈન્ડિયન મહિલા ટીમે ડકવર્થ-લુઇસથી 21 રનથી જીત મેળવી:6 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવ્યું; અરુંધતી રેડ્ડીએ 4 વિકેટ લીધી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 15 ફેબ્રુઆરી 2026ના રોજ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 મેચમાં ડકવર્થ-લુઈસ (DLS) નિયમ હેઠળ 21 રનથી જીત મેળવી. સિડનીમાં રમાયેલી મેચમાં વરસાદને કારણે જ્યારે રમત રોકવામાં આવી, ત્યારે ભારત ટાર્ગેટને ચેઝ કરતા 5.1 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 50 રન બનાવી ચૂક્યું હતું. તે સમયે DLS અનુસાર ભારતને જીતવા માટે 29 રન સુધી પહોંચવું જરૂરી હતું. ભારતીય ટીમ આ પાર સ્કોરથી 21 રન આગળ હતી. તેથી નિયમ મુજબ ભારતને 21 રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું. અરુંધતિ રેડ્ડીએ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 22 રન આપીને 4 વિકેટ લીધી, જ્યારે રેણુકા સિંહે પણ શાનદાર બોલિંગ કરી. બંનેની શાનદાર બોલિંગને કારણે ભારતે ઓસ્ટ્રેલિયાને 133 રન પર ઓલઆઉટ કરી દીધું. ટાર્ગેટને ચેઝ કરતા શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સે ઝડપી બેટિંગ કરી અને વરસાદ આવે તે પહેલા જ ટીમને જીતની મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. આ જીત સાથે ઈન્ડિયન ટીમ હવે ઓસ્ટ્રેલિયામાં પોતાની બીજી બાઇલેટરલ T20 સિરીઝ જીતવાથી માત્ર એક કદમ દૂર છે. રેણુકા સિંહનો પાવરપ્લેમાં દબદબો, ઓસ્ટ્રેલિયાને શરૂઆતમાં રોક્યું
મેચની શરૂઆતમાં રેણુકા સિંહે પોતાની સ્વિંગથી ઓસ્ટ્રેલિયન બેટર્સને ખૂબ પરેશાન કર્યા. તેમણે પાવરપ્લેમાં સતત ત્રણ ઓવર ફેંકી. જોકે તેની પહેલી ઓવરની છેલ્લી બે બોલ પર ચોગ્ગા લાગ્યા, પરંતુ તેણે શાનદાર વાપસી કરી. રેણુકાએ પોતાની આગામી બે ઓવરમાં માત્ર 2 રન આપ્યા અને બેથ મૂનીની વિકેટ ઝડપી. પાંચમી ઓવર મેડન રહી, જેમાં ફોબી લિચફિલ્ડ એક પણ રન બનાવી શકી નહીં. જોકે, રેણુકાના સ્પેલ પછી ઓસ્ટ્રેલિયાએ આગામી 2 ઓવરમાં 35 રન બનાવીને વાપસી કરવાનો પ્રયાસ કર્યો. અરુંધતી રેડ્ડીનું કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 22 રન આપીને 4 વિકેટ ઝડપી
એક સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 7 ઓવરમાં 2 વિકેટે 68 રન હતો અને તેઓ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યા હતા. ત્યારે જ અરુંધતી રેડ્ડી અને દીપ્તિ શર્માએ મેચ પલટી નાખી. કેપ્ટન હરમનપ્રીત કૌરે મિડ-ઓફ પર પાછળ દોડતા એલિસ પેરીનો શાનદાર કેચ પકડ્યો. આ પછી અરુંધતીએ લિચફિલ્ડને આઉટ કરી. ઓસ્ટ્રેલિયાએ પોતાની 5 વિકેટ 10 ઓવર પહેલા જ ગુમાવી દીધી હતી. અરુંધતીએ અંતમાં જ્યોર્જિયા વેરહેમ અને ડાર્સી બ્રાઉનને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ 133 રન પર સમેટી લીધી. 18 ઓવરમાં સમેટાઈ ઓસ્ટ્રેલિયન ટીમ, છઠ્ઠી વખત ઓલઆઉટ થઈ
ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 18 ઓવરમાં જ પેવેલિયન પરત ફરી. T20 ઈન્ટરનેશનલના ઇતિહાસમાં આ ફક્ત છઠ્ઠી વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ પહેલી ઇનિંગ્સમાં ઓલઆઉટ થઈ છે. જ્યારે, ઓવરોના હિસાબે આ તેમની ત્રીજી સૌથી ટૂંકી T20 ઈન્ટરનેશનલ ઇનિંગ્સ રહી. ઓસ્ટ્રેલિયાના ઉપલા ક્રમના સાતમાંથી 5 બેટર્સે બે આંકડાનો સ્કોર કર્યો, પરંતુ કોઈ મોટી ઇનિંગ્સ રમી શક્યું નહીં. જ્યોર્જિયા વારેહમ 30 રન બનાવીને ટોપ સ્કોરર રહી. ઓસ્ટ્રેલિયાએ પોતાની છેલ્લી 8 વિકેટ ફક્ત 65 રનની અંદર ગુમાવી દીધી. વાઇસ કેપ્ટન તાહલિયા મેકગ્રા ટીમમાંથી બહાર રહી
ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચમાં નવી કેપ્ટન સોફી મોલિનક્સના નેતૃત્વ હેઠળ મેદાનમાં ઉતરી હતી. ટીમ મેનેજમેન્ટે ઉપ-કપ્તાન તાહલિયા મેકગ્રાને પ્લેઇંગ-11માંથી બહાર રાખીને બધાને ચોંકાવી દીધા. બેટિંગ ઓર્ડરમાં પણ ઘણા ફેરફારો જોવા મળ્યા. જ્યોર્જિયા વારેહમને નંબર 6 અને નિકોલા કેરીને નંબર 7 પર મોકલવામાં આવી. બેલીન્ડા ક્લાર્ક એવોર્ડ જીતનાર એનાબેલ સધરલેન્ડ નંબર 8 પર ઉતરી, પરંતુ તે પણ ફક્ત 3 રન જ બનાવી શકી. રિચા ઘોષે તેમને શાનદાર રીતે સ્ટમ્પ આઉટ કર્યા. વરસાદ વચ્ચે શેફાલી અને સ્મૃતિની ઝડપી શરૂઆત
134 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમને શેફાલી વર્માએ આક્રમક શરૂઆત અપાવી. તેણે કિમ ગર્થની બીજી જ બોલ પર છગ્ગો ફટકાર્યો. જોકે, કેપ્ટન મોલિનક્સે પોતાની પહેલી જ ઓવરમાં શેફાલીને આઉટ કરી દીધી, પરંતુ ત્યાં સુધીમાં ભારતે ઝડપી ગતિથી રન બનાવી લીધા હતા. આ પછી સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્સે મોરચો સંભાળ્યો. જ્યારે વરસાદ શરૂ થયો, ત્યાં સુધીમાં ભારત 5 ઓવરમાં 50 રન પાર કરી ચૂક્યું હતું. ડકવર્થ લુઈસ નિયમ મુજબ મેચનું પરિણામ આવવા માટે 5 ઓવરની રમત થવી જરૂરી હતી, જે સમયસર પૂરી થઈ ગઈ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

