ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો:ભારતે પોતાનો ત્રીજો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો, ઈશાનની સેન્ચુરી; સૂર્યાની ફિફ્ટી; અર્શદીપને પહેલી ઓવરમાં વિકેટ

Last Updated: January 31, 2026By

ભારતે 5મી T20માં ન્યૂઝીલેન્ડને 272 રનનો ટાર્ગેટ આપ્યો છે. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં શનિવારે ભારતે બેટિંગ પસંદ કરી અને 5 વિકેટ ગુમાવીને 271 રન બનાવ્યા. ઈશાન કિશને 10 સિક્સર ફટકારીને 103 રન બનાવ્યા હતા. જ્યારે ટીમે કુલ 23 સિક્સર ફટકારી હતી. ન્યૂઝીલેન્ડે 4 ઓવર પછી 1 વિકેટના નુકસાન પર 56 રન બનાવી લીધા છે. ફિન એલન અને રચિન રવીન્દ્ર ક્રિઝ પર છે. અર્શદીપ સિંહે પહેલી ઓવરના છેલ્લા બોલ પર ટિમ સાયફર્ટને કેચ આઉટ કરાવ્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 30 બોલમાં 210ના સ્ટ્રાઈક રેટથી 63 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 42 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી લૌકી ફર્ગ્યુસને 2 વિકેટ ઝડપી હતી. જેકબ ડફી, કાઇલ જેમિસન અને મિચેલ સેન્ટનરને 1-1 વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી. ન્યૂઝીલેન્ડ (NZ): મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિચેલ, બેવોન જેકોબ્સ, કાઇલ જેમિસન, જેકબ ડફી, ઈશ સોઢી અને લોકી ફર્ગ્યુસન.

Leave A Comment