ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ત્રણ દિવસ ભારતીય શેરબજારમાં તેજીની હેટ્રિક લાગી:ભારતીય શેરબજારમાં સાવધાનીપૂર્વક સ્ટોક સ્પેશીફિક ખરીદી

Last Updated: January 31, 2026By

ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ કરાર, ડિસેમ્બરનો ઔદ્યોગિક ઉત્પાદન આંક વધીને 7.8%ની બે વર્ષની ઊંચાઈએ આવતાં પોઝિટીવ અસર અને હવે કેન્દ્રનું 2026-27 માટેનું અંદાજપત્ર રવિવારે 1લી, ફેબ્રુઆરીના રજૂ થનાર હોઈ અને વડાપ્રધાને આગામી 25 વર્ષોમાં દેશના વિકાસ અને પરિવર્તનને આકાર આપવામાં આ વખતના બજેટની ભૂમિકા મહત્વની હોવાનો સંકેત આપતાં સતત ત્રણ દિવસ ભારતીય શેરબજારમાં તેજીની હેટ્રિક લાગી હતી. પરંતુ, આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ફંડો, મહારથીઓએ આજે શેરોમાં ઓફલોડિંગ કર્યું હતું અને શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી સતત વેચવાલી અને રોકાણકારો દ્વારા કરવામાં આવેલી નફા વસૂલીને કારણે શેરબજારમાં નેગેટીવ માહોલ જોવા મળ્યો હતો. આગામી બજેટને લઈને રોકાણકારો જોખમી એસેટ્સમાંથી નાણાં ખેંચીને સોના-ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળતા બજારમાં સાવચેતી જોવાઈ હતી. કોમોડીટી માર્કેટની વાત કરીએ તો સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ બજારમાં મોટું કરેક્શન જોવા મળ્યું હતું, સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી અને મજબૂત ડૉલરને કારણે રોકાણકારોએ સોના-ચાંદીમાં વેચવાલી વધારી છે. સોનું અને ચાંદી તાજેતરમાં રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યા હતા, જેના કારણે રોકાણકારોએ હવે પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે. આ ઉપરાંત, અમેરિકન ડૉલર મજબૂત થતા વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 0.06 લાખ કરોડ વધીને 460.02 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 13 કંપનીઓ વધી અને 17 કંપનીઓ ઘટી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફ્ટી ફ્યુચર બંધ :- ( 25416 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 25272 પોઇન્ટના પ્રથમ અને 25188 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 25474 પોઇન્ટથી 25505 પોઇન્ટ, 25575 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 25575 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ભારત ફોર્જ ( 1440 ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1424 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1409 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1457 થી રૂ.1464 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1470 ઉપર તેજી તરફી ધ્યાન…!! આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1363 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1347 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1334 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1377 થી રૂ.1385 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! સન ફાર્મા ( 1592 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.1606 આસપાસ સપોર્ટથી રૂ.1577 થી રૂ.1570 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1616 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!! અદાણી પોર્ટ્સ ( 1422 ) :- રૂ.1447 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1454 ના સપોર્ટ તબક્કાવાર રૂ.1408 થી રૂ.1398 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1460 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!! બજારની ભાવિ દિશા… મિત્રો, વિશ્વવ્યાપી આર્થિક અનિશ્ચિતતા, યુએસ ટેરિફ, કરન્સી વોલેટિલિટી અને ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે પણ ભારતીય શેરબજારની ભાવિ દિશા લાંબા ગાળે મજબૂત અને આશાવાદી દેખાઈ રહી છે. ઇકોનોમિક સર્વેમાં દર્શાવાયેલો 6.8થી 7.2%નો અનુમાનિત વૃદ્ધિદર એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે ભારતની આંતરિક આર્થિક શક્તિ – મજબૂત સ્થાનિક માંગ, સરકાર દ્વારા થતી કેપિટલ એક્સપેન્ડિચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને નીતિગત સુધારા બજાર માટે મુખ્ય પ્રેરક તત્ત્વ રહેશે. વૈશ્વિક સ્તરે મંદી કે દબાણ હોવા છતાં ભારતીય કોર્પોરેટ્સના કમાણીના આંકડા ધીમે ધીમે સુધરવાની શક્યતા છે, ખાસ કરીને બેન્કિંગ, કન્ઝમ્પશન, કેપિટલ ગુડ્સ અને ડિફેન્સ જેવા સેક્ટરોમાં. ટૂંકા ગાળે બજારમાં કરેકશન અને વોલેટિલિટી રહી શકે, પરંતુ દરેક ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે તકરૂપ સાબિત થવાની પૂરી શક્યતા છે. બીજી તરફ, ટેરિફની અસર ઘટાડવા માટે કરવામાં આવેલા ટેક્સ અને પોલિસી રિફોર્મ્સ, યુરોપિયન યુનિયન સહિતના ટ્રેડ ડીલ્સ અને “આત્મનિર્ભર ભારત” પરનો વધતો ભાર મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ આધારિત કંપનીઓ માટે નવી તકો ઊભી કરશે. રૂપિયાની નબળાઈ ટૂંકા ગાળે ચિંતા જગાવે તેમ હોવા છતાં, તે આઇટી, ફાર્મા અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ સેક્ટરો માટે ફાયદાકારક બની શકે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાની વધતી આવક તથા નવો આવકવેરા કાયદો અર્થતંત્રમાં પારદર્શિતા અને કન્ઝમ્પશનને વેગ આપશે, જેનો સકારાત્મક પ્રભાવ શેરબજાર પર પડશે. કુલ મળીને, ભારતીય શેરબજારની ભાવિ દિશા “વોલેટિલિટી સાથે વૃદ્ધિ”ની રહેશે, જ્યાં શોર્ટ ટર્મમાં ઉતાર-ચઢાવ હશે, પરંતુ લૉંગ ટર્મમાં ભારત વિશ્વના શ્રેષ્ઠ રોકાણ ગંતવ્યોમાં સ્થાન જાળવી રાખશે.