ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ અતિ મહત્વપૂર્ણ:શેરબજાર સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે અંધાધૂંધ વેચવાલીએ ઘટાડા સાથે બંધ રહ્યું
વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધની કગાર પર આવી ગયું હોવાના સ્પષ્ટ એંધાણે યુરોપ વિરૂધ્ધ અમેરિકા અને વિશ્વના અનેક દેશો વૈશ્વિક અર્થતંત્ર અને બજારોને ભયાનક કટોકટીમાં ધકેલી દેશે એવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું હોઈ આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજાર સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે અંધાધૂંધ વેચવાલીએ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ટ્રમ્પે હવે ફ્રાંસ પર 200% ટેરિફ ફટકારવાની ચિમકી આપતાં અને વૈશ્વિક મોરચે જાપાનના બોન્ડમાં કડાકો બોલાઈ જવા સાથે વૈશ્વિક શેરબજારમાં પણ મંદીની મોકાણ થતી જોવાઈ હતી. ટ્રમ્પના એક પછી એક વિશ્વને કટોકટીની સ્થિતિમાં મૂકી દેનારા ટેરિફ પગલાં સાથે ગ્રીનલેન્ડ સહિતના દેશોને કબજે કરવાની જીદ વિશ્વના માથે નવું યુદ્ધ થોપવા જઈ રહ્યું હોઈ ફંડો, મહારથીઓ ઈક્વિટીને અલવિદા કહી સેફ હેવન સુરક્ષિત એસેટ્સ ચાંદી અને સોનામાં રેકોર્ડ ખરીદી કર્યાની પણ અસર આજે બજારમાં જોવાઈ હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો બુધવારે ભારતીય રૂપિયો 91.50 ની નવી નીચી સપાટીએ પહોંચી ગયો હતો, જેના કારણે ભારતીય મૂડી બજારોમાંથી વિદેશી ભંડોળનો સતત પ્રવાહ ચાલુ રહ્યો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર યુએસ નિયંત્રણનો વિરોધ કરતા પસંદગીના યુરોપિયન દેશો પર ટેરિફ ધમકીઓ વધારી દીધા બાદ, ફેબ્રુઆરીમાં 10% થી જૂન સુધીમાં 25% સુધી સૂચિત ડ્યુટીઓ લાદવામાં આવ્યા બાદ, વેપાર-યુદ્ધની ચિંતાઓને લીધે વૈશ્વિક વેચાણને પગલે રૂપિયાની ભાવના વધુ નબળી પડી હતી. સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.01% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.80% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર કોમોડીટી, એનર્જી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને સર્વિસીસ સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4410 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2831 અને વધનારની સંખ્યા 1437 રહી હતી, 142 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 13 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 1.73 લાખ કરોડ ઘટીને 454.09 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 13 કંપનીઓ વધી અને 17 કંપનીઓ ઘટી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25178 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25373 પોઈન્ટના પ્રથમ અને 25404 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25108 પોઈન્ટ થી 25088 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25008 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ સિપ્લા લિ. ( 1370 ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1355 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1347 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1383 થી રૂ.1390 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1400 ઉપર તેજી તરફી ધ્યાન…!! લોઢા ડેવલોપર્સ ( 977 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.960 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.955 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.994 થી રૂ.1003 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! ઓબેરોય રિયલ્ટી ( 1495 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1508 આસપાસ સપોર્ટથી રૂ.1480 થી રૂ.1474 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1520 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!! ભારત ફોર્જ ( 1381 ) :- રૂ.1404 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1414 ના સપોર્ટ તબક્કાવાર રૂ.1367 થી રૂ.1355 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1420 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા… મિત્રો, આઈએમએફ અને વર્લ્ડ બેન્ક જેવી અગ્રણી વૈશ્વિક સંસ્થાઓ દ્વારા ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં કરવામાં આવેલો નોંધપાત્ર વધારો ભારતીય શેરબજાર માટે સ્પષ્ટ રીતે હકારાત્મક માહોલ સર્જે છે. અર્થતંત્રની અપેક્ષા કરતાં વધુ સારી કામગીરી, મજબૂત ડોમેસ્ટિક ડિમાન્ડ, ઊંચું પ્રાઇવેટ કન્ઝમ્પ્શન અને સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કેપેક્સ પર કરવામાં આવી રહેલા ખર્ચના કારણે કોર્પોરેટ કમાણીમાં સતત સુધારો જોવા મળી શકે છે. બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ મજબૂત રહેવાની શક્યતા છે, જ્યારે કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રા, મેન્યુફેક્ચરિંગ, પાવર અને કન્ઝમ્પ્શન આધારિત સેક્ટરો લાંબા ગાળે માર્કેટના લીડર બની શકે છે. આ સાથે સર્વિસ અને ટેક્નોલોજી સેક્ટરમાં એઆઈ અને ડિજિટલાઈઝેશનના કારણે નવી તકો ઊભી થતી દેખાય છે, જે બજારને સપોર્ટ આપશે. બીજી તરફ, ટૂંકા ગાળે વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે બજારમાં વોલેટિલિટી રહેવાની શક્યતા નકારી શકાતી નથી. યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ, વૈશ્વિક ફુગાવો, જીઓ-પોલિટિકલ તણાવ અને ટ્રેડ પોલિસીમાં થતા ફેરફારોની અસર ભારતીય માર્કેટ પર સમયાંતરે જોવા મળી શકે છે. તેમ છતાં, સ્થિર મેક્રો આર્થિક પરિસ્થિતિ, નિયંત્રિત ફુગાવો, આરબીઆઈ તરફથી સંતુલિત મોનિટરી સપોર્ટ અને મજબૂત વિદેશી તથા સ્થાનિક રોકાણ પ્રવાહોને ધ્યાનમાં લઈએ તો કોઈ પણ કરેકશન મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો માટે તકરૂપ બની શકે છે. કુલ મળીને, ભારતીય શેરબજારની ભાવિ દિશા સાવચેત આશાવાદીથી મજબૂત દેખાય છે, જ્યાં સમય સાથે પસંદગીયુક્ત શેરોમાં અપટ્રેન્ડ જળવાઈ રહેવાની સંભાવના વધુ છે અને ભારતની સ્ટ્રક્ચરલ ગ્રોથ સ્ટોરી બજારને લાંબા ગાળે ટેકો આપતી રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
