ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- નિફટી ફ્યુચર 25303 પોઈન્ટ અતિ મહત્વની સપાટી:ઈરાન-અમેરિકા યુદ્ધના એંધાણ, સ્થાનિક ઈક્વિટી બજારો ફરી ભયભીત
ઈરાન-અમેરિકા પર નજર અને વૈશ્વિક બજારોની ઉથલપાથલ વચ્ચે આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો અને દિવસના અંતે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વિશ્વને અશાંત કરવાના એક પછી એક પગલાં લઈ રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ દાવોસમાં ગ્રીનલેન્ડને બળથી નહીં, સમજાવટથી કબજે કરશે અને યુરોપના દેશો પર હાલ ટેરિફ લાગુ નહીં કરવાનું આશ્વાસન આપ્યા બાદ તુરત હવે ઈરાન-અમેરિકા યુદ્ધના એંધાણ આપતાં આજે સ્થાનિક ઈક્વિટી બજારો દિવસ દરમિયાન ફરી ભયભીત બન્યા હતા. પરંતુ ત્યારબાદ ભારતીય શેરબજારમાં જોવા મળેલ ઉછાળાનું મુખ્ય કારણ વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો અને દેશના મજબૂત આર્થિક આંકડા રહ્યા હતા. બીજી તરફ સુરક્ષિત રોકાણ વિકલ્પ સોના, ચાંદીના ભાવોમાં ફરી વધારો, EU દેશો સાથે મેગા કરાર થવાના અહેવાલોની અસર તેમજ અમેરિકન-એશિયન માર્કેટ્સમાં મજબૂતી, યુએસ ફેડ તરફથી વ્યાજદર કાપવાની અપેક્ષાઓ, સ્થાનિક રોકાણકારોની ખરીદી અને શોર્ટ કવરિંગના કારણે સ્થાનિક બજારમાં દિવસના અંતે પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો યુએસ-જાપાન સંયુક્ત વિદેશી વિનિમય હસ્તક્ષેપની શક્યતા વચ્ચે અમેરિકન ચલણ સૂચકાંક ઘટતા તેમજ આ અઠવાડિયાના અંતમાં બજારો ફેડરલ રિઝર્વ નીતિના મહત્વપૂર્ણ નિર્ણય માટે તૈયાર રહેતા આજે મંગળવારે શરૂઆતના સોદાઓમાં ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે તેના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરથી પાછો ફર્યો હતો. ભારતના વિદેશી વિનિમય અનામતમાં વધારો થતા રૂપિયાની ભાવનામાં વધુ સુધારો થયો હતો. સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.44% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.03% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કન્ઝ્યુમર ડીશક્રિશનરી, એફએમસીજી, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4484 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2345 અને વધનારની સંખ્યા 1947 રહી હતી, 192 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 12 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ… નિફટી ફ્યુચર બંધ ભાવ @ 25382 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 25303 પોઈન્ટના પ્રથમ અને 25272 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 25474 પોઈન્ટ થી 25505 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 25303 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ઈન્ફોસીસ લિ. ( 1699 ) :- કમ્પ્યુટર સોફ્ટવેર એન્ડ કન્સલ્ટીંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1680 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1664 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1709 થી રૂ.1713 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1720 ઉપર તેજી તરફી ધ્યાન…!! અદાણી પોર્ટ્સ ( 1371 ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.1355 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1347 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1383 થી રૂ.1390 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! આઈસીઆઈસીઆઈ બેન્ક ( 1371 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.1390 આસપાસ સપોર્ટથી રૂ.1357 થી રૂ.1350 ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1404 નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!! હેવેલ્સ ઇન્ડિયા ( 1293 ) :- રૂ.1303 આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.1313 ના સપોર્ટ તબક્કાવાર રૂ.1280 થી રૂ.1273 ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1320 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા… મિત્રો, વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વધતી હોવા છતાં ભારતીય શેરબજાર માટે ચિત્ર સંપૂર્ણપણે નકારાત્મક કહી શકાય તેમ નથી. ટ્રમ્પના અચાનક બદલાતા નિવેદનો, ભૂ-રાજકીય તણાવ અને મધ્ય પૂર્વમાં ફરી ઉદ્ભવતા યુદ્ધના ભણકારાંથી વિદેશી બજારો ડામાડોળ છે, તેની અસર રૂપે ભારતીય બજારમાં પણ અસ્થિરતા વધેલી જોવા મળે છે. ખાસ કરીને FII પ્રવાહો ટૂંકા ગાળે સાવચેત બન્યા છે, જેના કારણે બેન્ચમાર્ક સૂચકાંકો ઊંચી સપાટીએ ટકી રહેવામાં મુશ્કેલી અનુભવી શકે છે. તેમ છતાં, ભારતની સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત છે, કોર્પોરેટ આવકમાં સ્થિરતા છે અને બેન્કિંગ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં માળખાકીય મજબૂતી યથાવત્ છે. તેથી ઘટાડા દરમિયાન ગુણવત્તાવાળા સ્ટોક્સમાં ખરીદીની તકો ઊભી થવાની શક્યતા નકારી શકાય નહીં, પરંતુ ટૂંકા ગાળે ઉતાવળા નિર્ણયથી બચવું જરૂરી રહેશે. આગામી અઠવાડિયે રજૂ થનારા કેન્દ્રીય બજેટ પર હવે બજારની મુખ્ય નજર કેન્દ્રિત છે. બજેટમાં રાજકોષીય ઘાટ, મૂડી ખર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, કર રચના અને ગ્રામિણ માંગને લગતી જાહેરાતો બજારની દિશા નક્કી કરશે. જો સરકાર વિકાસલક્ષી અને ખર્ચ વધારનાર અભિગમ જાળવી રાખે તો બજેટ બાદ બજારમાં રાહત રેલી જોવા મળી શકે છે. જોકે, બજેટ સુધી અનિશ્ચિતતાનો દોર ચાલુ રહેવાની સંભાવના હોવાથી મોટા કમિટમેન્ટ કરતાં ધીમે-ધીમે અને પસંદગીયુક્ત રોકાણની વ્યૂહરચના વધુ યોગ્ય રહેશે. ટૂંકા ગાળે અસ્થિરતા, પરંતુ મધ્યમથી લાંબા ગાળે ભારતીય બજાર માટે સકારાત્મક માળખું યથાવત્ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
