ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં સતત વેચવાલીનું દબાણ:વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય બજાર જોખમી તબક્કામાં
ભારતીય શેરબજારમાં સતત વેચવાલીનું દબાણ અને ઊંચી અસ્થિરતા જોવા મળી છે. એટલે આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં આશરે 2,193 પોઈન્ટ અને નિફ્ટીમાં આશરે 649 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન બજાર પર પશ્ચિમ એશિયામાં વધતો ભૂરાજકીય તણાવ, કાચા તેલના ભાવમાં સતત વધારો, અમેરિકન વ્યાજદર અંગેની અનિશ્ચિતતા, ઊંચી બોન્ડ ઉપજ અને વિદેશી રોકાણકારોની સાવચેતીનો પ્રભાવ રહ્યો છે. સપ્ટેમ્બરે બજાર ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યું હતું અને સેન્સેક્સમાં એક જ સત્રમાં 813 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. બજારમાં નકારાત્મકતા હોવા છતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી બજારને આધાર આપી રહી છે. મજબૂત સ્થાનિક માંગ, ભારતીય અર્થતંત્રની વૃદ્ધિની ક્ષમતા અને પસંદગીના રક્ષણાત્મક ક્ષેત્રોમાં ખરીદી સકારાત્મક પરિબળો રહ્યા છે. ફાર્મા, ડિફેન્સ, મેટલ અને કેટલાક ઊર્જા સંબંધિત શેરોમાં સમયાંતરે ખરીદી જોવા મળી હતી. ખાસ કરીને ડિફેન્સ ક્ષેત્રમાં લગભગ 2.5%નો વધારો નોંધાયો હતો, જ્યારે સપ્ટેમ્બરે મેટલ ક્ષેત્રે પણ તુલનાત્મક મજબૂતી દર્શાવી હતી. મંદીના કારણો :- સમગ્ર સમયગાળાનું સૌથી મોટું નકારાત્મક પરિબળ પશ્ચિમ એશિયાનો વધતો તણાવ રહ્યો છે. અમેરિકા-ઈરાન સંઘર્ષ અને ઊર્જા પુરવઠા અંગેની ચિંતાએ કાચા તેલના ભાવને 100 ડોલરની નજીક પહોંચાડ્યા છે. ઊંચા કાચા તેલના ભાવ ભારત માટે ખાસ ચિંતાજનક છે, કારણ કે ભારત તેની ક્રૂડ જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. મોંઘા ક્રૂડથી ફુગાવો, આયાત ખર્ચ, વેપાર ખાધ અને કંપનીઓના નફાના માર્જિન ઉપર દબાણ વધવાની શક્યતા છે. સાથે જ અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારાની આશંકાએ વૈશ્વિક જોખમ ટાળવાની ભાવના વધારી છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા સંકેતો સમગ્ર સમયગાળા દરમિયાન મોટાભાગે નકારાત્મક રહ્યા. ઊંચા ક્રૂડ ભાવને કારણે વૈશ્વિક ફુગાવાની ચિંતા વધી છે. જો ઊર્જાના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહે તો વિવિધ કેન્દ્રીય બેન્કો માટે વ્યાજદર ઘટાડવાની પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે. આ પરિસ્થિતિ ઊભરતા બજારોમાંથી વિદેશી મૂડીના પ્રવાહને પણ અસર કરી શકે છે. ભારતીય બજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા ખરીદી ચાલુ હોવા છતાં તે વિદેશી વેચવાલી અને વૈશ્વિક જોખમને સંપૂર્ણપણે શોષી શકી નથી. સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં વિદેશી રોકાણકારોની વેચવાલી બજાર માટે મહત્વપૂર્ણ નકારાત્મક પરિબળ રહી છે. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ઘટાડાના તબક્કે ખરીદી કરીને બજારને આધાર આપતા રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ટેક્નોલોજી, બેન્કિંગ, નાણાકીય સેવાઓ, રિયલ્ટી અને કેટલાક વપરાશલક્ષી ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ રહ્યું છે. માહિતી ટેક્નોલોજી ક્ષેત્ર ખાસ કરીને ભારે દબાણમાં આવ્યું અને ક્ષેત્રમાં આશરે 3.2%નો ઘટાડો નોંધાયો. એચસીએલ ટેક્નોલોજી, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને ટીસીએસ જેવા મોટા શેરોમાં નોંધપાત્ર વેચવાલી રહી. બીજી તરફ ડિફેન્સ, મેટલ, ફાર્મા અને કેટલાક ઊર્જા સંબંધિત શેરોમાં તુલનાત્મક મજબૂતી જોવા મળી. 08 સપ્ટેમ્બરે ડિફેન્સ ક્ષેત્રમાં આશરે 2.5%નો વધારો નોંધાયો હતો અને મેટલ ક્ષેત્રે લગભગ 1.8%નો વધારો દર્શાવ્યો હતો. સંસ્થાકીય પ્રવાહમાં બંને તરફની પ્રવૃત્તિ જોવા મળી છે. 07 સપ્ટેમ્બરે FII આશરે ₹280 કરોડના અને DII આશરે ₹567 કરોડના ચોખ્ખા ખરીદદાર રહ્યા હતા. પરંતુ 08 સપ્ટેમ્બરે FII ફરી આશરે ₹123 કરોડના ચોખ્ખા વેચાણકર્તા બન્યા, જ્યારે DIIએ આશરે ₹1,350 કરોડની ખરીદી કરી. સપ્ટેમ્બર દરમિયાન અત્યાર સુધી FIIનું ચોખ્ખું વેચાણ આશરે ₹12,612 કરોડ સુધી પહોંચ્યું હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ આંકડા દર્શાવે છે કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બજારમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વિદેશી વેચવાલી હજુ બજારની દિશા માટે મોટો જોખમ છે. આ સમગ્ર સમયગાળામાં ક્રુડ ઓઈલ માટે સૌથી મોટું નકારાત્મક પરિબળ રહ્યું છે. 31 ઓગસ્ટે બ્રેન્ટ ક્રૂડ 90 ડોલરની ઉપર હતું, 08 સપ્ટેમ્બરે તે લગભગ 98.4 ડોલર સુધી અને 09 સપ્ટેમ્બરે 100 ડોલરની નજીક પહોંચી ગયું હતું. કાચા તેલના ભાવમાં સતત વધારો ઓટો, ઉડ્ડયન, પેઇન્ટ્સ, કેમિકલ્સ, ટાયર અને પરિવહન આધારિત કંપનીઓના ખર્ચને અસર કરી શકે છે. બીજી તરફ ઊર્જા ઉત્પાદકો અને કેટલાક મેટલ શેરોને ઊંચા કોમોડિટી ભાવનો લાભ મળી શકે છે. ભાવિ દિશા :- ભારતીય શેરબજારના ટૂંકા ગાળાના વલણને સ્પષ્ટ રીતે નકારાત્મક બનાવ્યું છે. સેન્સેક્સમાં આશરે 2,193 પોઈન્ટ અને નિફ્ટીમાં આશરે 649 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે કે બજાર ઉપર વૈશ્વિક પરિબળોનું દબાણ કેટલું મજબૂત બન્યું છે. આગામી દિશા માટે કાચા તેલના ભાવ, પશ્ચિમ એશિયાની સ્થિતિ, રૂપિયા-ડોલરની ચાલ, અમેરિકન બોન્ડ યીલ્ડ, ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ અને FII પ્રવાહ સૌથી મહત્વપૂર્ણ રહેશે. જો પશ્ચિમ એશિયાનો તણાવ ઘટે અને ક્રૂડના ભાવ 100 ડોલરની નીચે સ્થિર થાય તો સતત ઘટાડા બાદ બજારમાં શોર્ટ કવરિંગ અને તબક્કાવાર ખરીદી જોવા મળી શકે છે. DIIની સતત ખરીદી પણ બજારને આધાર આપી શકે છે. પરંતુ જો ક્રૂડ 100 ડોલરની ઉપર ટકાઉ રીતે રહે, રૂપિયા ઉપર વધુ દબાણ આવે અને FII વેચવાલી ચાલુ રહે તો બજારમાં વધુ નબળાઈ અને ઊંચી અસ્થિરતા જોવા મળી શકે છે. હાલના તબક્કે બજારમાં એકતરફી તેજી કરતાં સાવચેતીભર્યો અભિગમ વધુ યોગ્ય છે. ગુણવત્તાસભર, મજબૂત નાણાકીય સ્થિતિ ધરાવતી અને સ્થાનિક માંગ આધારિત કંપનીઓમાં ઘટાડા દરમિયાન તબક્કાવાર ખરીદી પર ધ્યાન આપી શકાય, જ્યારે ઊંચા જોખમવાળા શેરોમાં અતિશય આક્રમક પોઝિશન લેવાનું ટાળવું યોગ્ય રહેશે. તા. 11.09.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે… નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ 23505 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23303 પોઈન્ટના પ્રથમ અને 23230 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23575 પોઈન્ટ થી 23606 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23676 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ :- એચસીએલ ટેક્નોલોજીઝ ( 1212 ) :- ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ. 1193 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 1224 થી રૂ. 1230 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ. 1235 ઉપર તેજી તરફી ધ્યાન…!! ઇન્ફોસિસ ( 1044 ) :- ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ. 1024 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 1058 થી રૂ. 1070 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ. 1075 ઉપર તેજી તરફી ધ્યાન…!! એસબીઆઈ ( 1001 ) :- રૂ. 984 નો પ્રથમ તેમજ રૂ. 970 ના બીજા સપોર્ટથી પબ્લિક સેક્ટર બેંકિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1018 થી રૂ. 1030 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( 997 ) :- એફએમસીજી સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. 997 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. 963 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. 1013 થી રૂ. 1020 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ. 1033 ઉપર તેજી તરફી ધ્યાન…!! ઇન્ડસઇન્ડ બેંક ( 980 ) :- પ્રાઈવેટ બેંકિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ. 964 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 994 થી રૂ. 1008 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ. 1010 ઉપર તેજી તરફી ધ્યાન…!! ફોર્ટિસ હેલ્થકેર ( 891 ) :- હેલ્થકેર સેક્ટરનો આ સ્ટોક રૂ. 874 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 903 થી રૂ. 914 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ. 915 ઉપર તેજી તરફી ધ્યાન…!!
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

