ઈમરાનની ખાનની મુક્તિ માટે પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની:ખૈબરમાં અટક બ્રિજ પર PTIના હજારો સમર્થકોએ કબજો કર્યો, આર્મી ચીફે 5,000 સૈનિકો મોકલ્યા
પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનની મુક્તિની માગને લઈને પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. ઇમરાનની પાર્ટી પાક તહરીક-એ-ઇન્સાફ (PTI) ના હજારો સમર્થકોએ ખૈબર પ્રાંતમાં વ્યૂહાત્મક અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ અટક બ્રિજ પર બુધવારે કબજો જમાવી લીધો છે. બ્રિજના બંને તરફ ઇમરાન સમર્થકોના જમાવડાને કારણે વાહનો અટકી પડ્યા છે. પીટીઆઈના વલણને જોતા પાક આર્મી ચીફ આસિમ મુનીરે ઇસ્લામાબાદ, પેશાવર અને રાવલપિંડી કેન્ટમાંથી લગભગ 5 હજાર સૈનિકો રવાના કર્યા છે. બીજી તરફ, ખૈબરના મુખ્યમંત્રી સુહૈલ આફ્રિદીએ મુક્તિ માટે યુવાનોની ઇમરાન રિલીઝ ફોર્સ બનાવવાની જાહેરાત કરી છે. ઇમરાનના સમર્થનમાં તહાફુજ પાર્ટી (TTP) એ પણ ઇસ્લામાબાદ કૂચની જાહેરાત કરી છે. પુલ પર કબજાની બે તસવીરો… ખૈબર પ્રાંત પાકિસ્તાનથી કપાયો ઇમરાન સમર્થકોના અટક બ્રિજ પર કબજાથી ખૈબર પ્રાંત પાકિસ્તાનથી કપાઈ ગયો છે. આનાથી પાકિસ્તાનમાં અફરાતફરી મચી ગઈ છે. તાત્કાલિક આર્મી ચીફને સેના મોકલવાનો નિર્ણય લેવો પડ્યો. 30 મહિનાથી જેલમાં ઇમરાન પૂર્વ પીએમ ઇમરાન ખાન ઓગસ્ટ, 2023થી ઇસ્લામાબાદની અડિયાલા જેલમાં બંધ છે. હાલ તેઓ તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં 14 વર્ષની જેલ ભોગવી રહ્યા છે. ઇમરાનની પત્ની બુશરા બીબી પણ અડિયાલા જેલમાં સજા કાપી રહી છે. ઇમરાન વિરુદ્ધ લગભગ સોથી વધુ કેસ નોંધાયેલા છે. તેમાંથી લગભગ એક ડઝન કેસ લોઅર-હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે. ઇમરાનની જેલ પર મુનીરનું તાળું, પણ તેની ચાવી ટ્રમ્પ પાસે ઇમરાનને જેલમાં રાખવામાં આર્મી ચીફ મુનીરની મોટી ભૂમિકા છે. પીએમ તરીકે ઇમરાને મુનીરને ગુપ્તચર એજન્સી ISI ચીફના પદ પરથી હટાવ્યા હતા. જાણકારો અનુસાર ઇમરાનની જેલ પર ભલે મુનીરનું તાળું હોય, પણ તેની ચાવી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ફ્રી ઇમરાન’ મુવમેન્ટ પછી પણ ટ્રમ્પ મુનીર પર મુક્તિ માટે દબાણ લાવવાના મૂડમાં નથી. ———- આ સમાચાર પણ વાંચો… 5 દેશના 14 પૂર્વ-કેપ્ટનનો પાકિસ્તાન સરકારને પત્ર:લેટરમાં સુનીલ ગાવસ્કર, કપિલ દેવની પણ સહી; લખ્યું- ઈમરાન ખાનની સારવાર તાત્કાલિક કરાવો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના ખરાબ સ્વાસ્થ્યને લઈને 5 દેશના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને પત્ર લખ્યો છે. 73 વર્ષના ઈમરાન ઓગસ્ટ 2023થી જેલમાં છે. આ પત્ર પર ભારતના બે પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર, કપિલ દેવ ઉપરાંત ગ્રેગ ચેપલ, બેલિન્ડા ક્લાર્ક, માઈકલ એથર્ટન, નાસિર હુસૈન, ઈયાન ચેપલ, એલન બોર્ડર, માઈકલ બ્રિયરલી, ડેવિડ ગાવર, કિમ હ્યુજીસ, ક્લાઈવ લોયડ, સ્ટીવ વો અને જોન રાઈટે હસ્તાક્ષર કર્યા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, 14 દિગ્ગજ કેપ્ટનોએ પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફને અપીલ કરી છે કે ઈમરાનને યોગ્ય સારવાર આપે. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

