ઈશાનને બેટર્સ રેન્કિંગમાં 32 સ્થાનનો ફાયદો:ઓલરાઉન્ડર્સમાં પાકિસ્તાનના સૈમ અયુબ નંબર-1, શિવમ દુબે ટૉપ-10માં આવ્યો

Last Updated: February 5, 2026By

ભારતીય બેટર ઈશાન કિશનને ICC રેન્કિંગમાં 32 સ્થાનનો ફાયદો થયો છે. બુધવારે જાહેર થયેલી પ્લેયર્સ રેન્કિંગમાં ઈશાન 584 રેટિંગ પોઈન્ટ્સ સાથે 32મા નંબર પર પહોંચી ગયો છે. ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં પાકિસ્તાનના સૈમ અયુબે પ્રથમ સ્થાન મેળવી લીધું છે. તેણે ઝિમ્બાબ્વેના અનુભવી ખેલાડી સિકંદર રઝાને પાછળ છોડ્યો. ભારતના શિવમ દુબેને પણ ઓલરાઉન્ડર્સમાં બે સ્થાનનો ફાયદો થયો. તે હવે 186 રેટિંગ પોઈન્ટ્સ સાથે 11માથી નવમા સ્થાને પહોંચી ગયો છે. અભિષેક શર્મા ટોચ પર યથાવત T20 બેટર્સની ટૉપ-10 રેન્કિંગમાં ભારતના અભિષેક શર્મા પ્રથમ સ્થાને યથાવત છે. ઇંગ્લેન્ડના જોસ બટલર, શ્રીલંકાના પથુમ નિસાંકા, ભારતના સૂર્યકુમાર યાદવ અને ન્યૂઝીલેન્ડના ટિમ સૈફર્ટને એક-એક સ્થાનનો ફાયદો થયો છે. જ્યારે ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામે એક પણ મેચ ન રમનાર તિલક વર્માને એક સ્થાનનું નુકસાન થયું છે. વિકેટકીપર બેટર ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું. તે પાંચ મેચની સિરીઝમાં બીજા સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો. ઈશાને ચાર મેચમાં કુલ 215 રન બનાવ્યા. નવાઝને 8 સ્થાનનો ફાયદો પાકિસ્તાનનો સ્પિનર અબરાર અહેમદ T20 બોલરોની રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવીને બીજા નંબર પર પહોંચી ગયો છે. તે હવે ભારતના વરુણ ચક્રવર્તીથી માત્ર 28 રેટિંગ પોઈન્ટ્સ પાછળ છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચમાં તેણે છ વિકેટ ઝડપી હતી. જ્યારે ડાબોડી સ્પિનર મોહમ્મદ નવાઝે પણ મોટી છલાંગ લગાવી છે. તે આઠ સ્થાન ઉપર ચઢીને સાતમા નંબર પર પહોંચી ગયો છે. સિરીઝની છેલ્લી મેચમાં તેની પાંચ વિકેટ ઘણી મહત્વની સાબિત થઈ. અયુબે સિરીઝમાં 119 રન બનાવ્યા ઓસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝમાં સઈમ અયુબે 119 રન બનાવવાની સાથે ત્રણ વિકેટ પણ લીધી. આ જ પ્રદર્શનના આધારે તેણે એક સ્થાનની બઢત મેળવી અને ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો. તેના પછી 289 રેટિંગ પોઈન્ટ્સ સાથે સિકંદર રઝા બીજા નંબરે છે. ભારતના હાર્દિક પંડ્યા 247 અંકો સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનનો મોહમ્મદ નવાઝ ચોથા અને વેસ્ટ ઇન્ડીઝનો રોસ્ટન ચેઝ પાંચમા સ્થાને છે.

Leave A Comment