ઉત્સાહમાં ઠેકડા મારતી સાક્ષીને માહીએ શાંત પાડી:રોહિતથી રણબીર સુધીના સેલેબ્સનો સ્ટેડિયમમાં જમાવડો, 25 વર્ષની માહિકાએ હાર્દિકના દીકરાનું બેબી સીટિંગ કર્યું, વીડિયો વાઇરલ

Last Updated: March 6, 2026By

ભારતે ચોથી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. ટીમે ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવી દીધું. મેચમાં ઘણી મહત્વપૂર્ણ મોમેન્ટ્સ જોવા મળી. કેપ્ટન હેરી બ્રુકે સંજુ સેમસનનો કેચ 15 રન પર છોડી દીધો, જે પાછળથી ઇંગ્લેન્ડ પર ભારે પડ્યો. ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને શિવમ દુબેના શાનદાર કેચે મેચનો માર્ગ ભારત તરફ વાળી દીધો. સ્ટેડિયમમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા પણ આ મુકાબલો જોવા પહોંચ્યા. વાંચો IND Vs ENG મેચની ટૉપ મોમેન્ટ્સ… 1. રવિ શાસ્ત્રી અને ઇયોન મોર્ગન ટ્રોફી લઈને આવ્યા T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ પર રમાઈ. મેચ પહેલા રવિ શાસ્ત્રી અને ઇયોન મોર્ગન T20 વર્લ્ડ કપની ટ્રોફી લઈને મેદાન પર આવ્યા. 2. ધોની-રોહિત સહિત બોલીવૂડ સ્ટાર્સ પણ મેચ જોવા પહોંચ્યા ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન એમએસ ધોની અને રોહિત શર્મા મેચ જોવા વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા. ભારતીય બેટિંગની 19મી ઓવરમાં તિલક વર્માએ આર્ચરના બોલ પર છગ્ગો ફટકાર્યો. આ દરમિયાન ધોની અને રોહિતે તાળીઓ પાડીને શોટને બિરદાવ્યો. 3. બ્રુકે સેમસનનો કેચ છોડ્યો ભારતીય ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે સંજુ સેમસનનો આસાન કેચ છોડી દીધો. ઓવરનો ત્રીજો બોલ જોફ્રા આર્ચરે ફુલ લેન્થ ફેંક્યો. સેમસને હવામાં ડ્રાઇવ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ સીધો મિડ-ઓન પર ઉભેલા હેરી બ્રુક પાસે ગયો. જોકે બ્રુકથી કેચ છૂટી ગયો. આ સમયે સેમસન 15 રન બનાવીને રમી રહ્યો હતો. સેમસને આ મેચમાં 42 બોલમાં 89 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો. 4. સેમસનની સિક્સથી ફિફ્ટી સંજુ સેમસને સિક્સ ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. આઠમી ઓવરની ચોથી બોલ લિયામ ડોસને ઓફ સ્ટમ્પની બહાર ફ્લાઇટેડ નાખ્યો. સેમસને આગળ વધીને ઇનસાઇડ-આઉટ શોટ રમ્યો અને બોલને વાઇડ લોંગ-ઓફ ઉપરથી છગ્ગા માટે મોકલી દીધો. આ સાથે સેમસને 26 બોલમાં પોતાની ફિફ્ટી પણ પૂરી કરી. 5. બ્રુકના ડાયરેક્ટ થ્રોથી દુબે રનઆઉટ 18મી ઓવરમાં ઇંગ્લિશ કેપ્ટન હેરી બ્રુકના ડાયરેક્ટ થ્રો પર શિવમ દુબે પેવેલિયન પરત ફર્યો. સેમ કરનની બોલિંગમાં હાર્દિકે ડિફેન્ડ કર્યો. હાર્દિક અને શિવમ પહેલો રન લેવા માટે ક્રિઝથી આગળ વધ્યા, પરંતુ હાર્દિકે ના પાડી દીધી. શિવમ પાછા ફરીને ક્રિઝ તરફ પરત ફર્યો, પરંતુ બ્રુકે ડાયરેક્ટ થ્રો કરીને ગિલ્લીઓ વિખેરી નાખી. આઉટ થયા પછી દુબે નારાજ થઈ ગયો. તે 25 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો. જેમાં તેણે 4 ચોગ્ગા અને 4 સિક્સર ફટકાર્યા. 6. હાર્દિકે પોતાની સ્પેલના પહેલા બોલે વિકેટ લીધી હાર્દિકે મેચમાં પોતાની સ્પેલના પહેલા બોલ પર જ વિકેટ લીધી. હાર્દિકની બોલ પર ફિલ સોલ્ટ સ્લોગ શોટ રમવા માટે તૈયાર હતો, પરંતુ સ્વિંગને જોઈ શક્યો નહીં. બોલ એડ્જ વાગીને હવામાં ઉછળ્યો અને કવર-પોઈન્ટ ઉપર અક્ષર પટેલે પાછળ જઈને સરળ કેચ પકડ્યો. સોલ્ટ 3 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો. 7. બુમરાહે બોલને રોક્યો, તો સાક્ષી કૂદવા લાગતા ધોનીએ રોકી ઇંગ્લેન્ડની ઇનિંગની ઓવરમાં બુમરાહ પોતાના સ્પેલની છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. તેણે રોમાંચક સ્થિતિમાં પહેલો બોલમાં એકપણ રન આપ્યો નહીં. બુમરાહ બોલિંગ કરતો હતો અને બોલ રોકતા સ્ટેન્ડ્સમાં ધોનીની વાઇફ સાક્ષી તરત જ ખુશીથી ઝૂમવા લાગી. તેને કદાચ લાગ્યું હશે કે બુમરાહે કેચ કરી લીધો. જોકે પાછળ ઊભેલો ધોનીએ તેને તરત જ રોક્યો અને ઇશારો કર્યો કે બેસી જા…હજુ મેચ પૂરી નથી થઈ. તે આઉટ થયો નથી. 8 . અક્ષરનો શાનદાર બેકવર્ડ રનિંગ કેચ અક્ષર પટેલે 24 મીટર પાછળ દોડીને શાનદાર કેચ પકડ્યો. ઇંગ્લેન્ડની ઇનિંગ્સની પાંચમી ઓવરમાં જસપ્રીત બુમરાહ પોતાની પહેલી ઓવર લઈને આવ્યો. તેણે પહેલી બોલ જ સ્લોઅર નાખી, જેના પર હેરી બ્રુક મોટો શોટ રમવા ગયો. બોલ કવર તરફ ગયો, અક્ષર પટેલે પાછળની તરફ દોડ લગાવી અને લાંબી ડાઈવ લગાવતા બંને હાથથી કેચ પકડ્યો. આ કેચથી ઇંગ્લિશ કેપ્ટન બ્રુક માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. 9. અક્ષર-શિવમે બાઉન્ડરી પર શાનદાર કેચ પકડ્યો ઇંગ્લેન્ડની ઈનિંગ્સની 14મી ઓવરમાં અક્ષર પટેલ અને શિવમ દુબેની જોડીએ બાઉન્ડરી પર શાનદાર કેચ પકડ્યો. અર્શદીપ સિંહે ઓવરની અંતિમ બોલ વિલ જેક્સથી દૂર ફુલ ટોસ ફેંક્યો. વિલ જેક્સે બેટ ચલાવ્યું અને બોલ ડીપ પોઇન્ટ તરફ ગયો. બાઉન્ડરી લાઇન પર અક્ષરે દોડતા બોલ પકડ્યો, પરંતુ તેમનું સંતુલન બગડી રહ્યું હતું. તેણે સમજદારી બતાવતા બોલને પાસે ઉભેલા શિવમ તરફ ઉછાળી દીધો અને શિવમે કેચ પકડી લીધો. આ કેચ પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે અક્ષરને ગળે લગાવી દીધો. 10. હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકાની સાથે જોવા મળ્યો અગસ્ત્ય ભારત અને ઇંગ્લેન્ડની સેમિફાઈનલ પૂરી થયા પછી હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકા સાથે હાર્દિકનો દીકરો અગસ્ત્ય પણ જોવા મળ્યો હતો. આખી મેચ દરમિયાન પણ અગસ્ત્ય માહિકા સાથે જ જોવા મળ્યો હતો. માહિકા તેને કારમાં મૂકવા પણ જાય છે. આ બધાનો વીડિયો વાઇરલ થયો છે. ————————- T20 વર્લ્ડ કપમાં IND-ENG મેચ સંબંધિત આ સમાચાર પણ વાંચો.. ભારત ચોથી વખત T20 વર્લ્ડકપ ફાઈનલમાં; ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું ભારતે ચોથી વખત T20 વર્લ્ડકપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે ગુરુવારે બીજી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું. ભારતીય ટીમ તરફથી સંજુ સેમસને 89 રનની ઇનિંગ રમી. તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… ભારત-ઇંગ્લેન્ડની T20 મેચ જોવા પહોંચેલા સેલેબ્સ:રણબીર-આલિયા દીકરી રાહા સાથે જોવા મળ્યા; વાનખેડે સ્ટેડિયમમાં વરુણ ધવન અને અનિલ કપૂર પણ દેખાયા બોલિવૂડ એક્ટર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ગુરુવારે તેની દીકરી રાહા કપૂર સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ T20 સેમિફાઇનલ જોવા પહોંચ્યા હતા. મેચ દરમિયાન પરિવારની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં રાહા રણબીર-આલિયા સાથે ટીમ ઈન્ડિયા માટે ચીયર કરતી જોવા મળી હતી. સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો….