ઓમેગા અને રાજભા વચ્ચે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ:ત્રણેય ગુજરાતી ફિલ્મ 2026 માં રિલીઝ થશે, અભિનેતા અરવિંદ વેગડા અલગ અલગ રોલમાં જોવા મળશે

Last Updated: January 30, 2026By

OMEGA INTERACTIVE TECHNOLOGIES LIMITED RAJBHA PRODUCT વચ્ચે 3 ગુજરાતી ફિલ્મ માટેનો કોન્ટ્રાક્ટ થયો છે. આ ત્રણેય ગુજરાતી ફિલ્મ 2026 માં રિલીઝ થશે..આ ફિલ્મ અલગ અલગ ઝોનરની હશે..આ ત્રણ ફિલ્મમાંથી એક ફિલ્મનું ડાયરેકશન અખિલ કોટક દ્વારા કરવામાં આવશે… ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને દર્શકો માટે આ ત્રણ નવી ફિલ્મ એક અલગ‌ મનોરંજન અને આનંદ પૂરૂં પાડનારૂ હશે. ત્રણ માંથી બે ફિલ્મમાં લોકપ્રિય ગુજરાતી અભિનેતા અરવિંદ વેગડા અલગ અલગ રોલમાં જોવા મળશે
ત્રણ ફિલ્મોનું પ્રોડક્શન રાજભા પ્રોડક્શન દ્વારા કરવામાં આવશે. ઓમેગા ઈન્ટરેક્ટીવે ત્રણ ફિલ્મ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાજભા પ્રોડક્શનને આપ્યો છે. આ માટે બન્ને વચ્ચે કરાર પણ થયા છે. આ માટે એક ખાસ ફંકશનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા ગુજરાતી અભિનેતા અરવિંદ વેગડાએ જણાવ્યું કે, હાલમાં ગુજરાતી ફિલ્મો માટો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. 2025નું વર્ષ ગુજરાતી ફીલ્મ માટે ખૂબ સરસ રહ્યું છે. ગુજરાતી ફીલ્મ ઈન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય જોતા OMEGA INTERACTIVE એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો છે. OMEGA INTERACTIVE નો મુખ્ય ઉદ્દેશ ગુજરાતી ફિલ્મોને વધુમાં વધુ વેગ મળી રહે તે છે. ત્રણ માંથી એક ફીલ્મ પ્રે બ્રંક જેની પર કામ પૂર્ણ થવા આવ્યું છે. અન્ય બે ફીલ્મ છે ડાલા મથ્થું અને ડીટેક્ટીલ જેમાં હું પણ સામેલ છું. રાજભા પ્રોડક્શનના માલિક રાજભાએ કહ્યું કે, પહેલા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સામે કોઈ જોતું પણ ન હતું. પરંતુ આજે લાલો જેવી ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરીને રેકોર્ડ કરી નાખ્યો છે. પહેલા તો લાંબા સમયે કોઈ એક ફિલ્મ આવતી હતી આજે તો અઠવાડીયામાં 2-3 ફિલ્મ રીલીઝ થઈ જાય છે.અમે આ ફીલ્મ દ્વારા એક સારો એવો મેસેજ પણ આપવા માંગીએ છીએ. ફીલ્મ ડીરેક્ટર અખિલ કોટકે જણાવ્યું કે, ગુજરાતી ઈન્ડસ્ટ્રીઝ ઘણી આગળ વધી ગઈ છે. છેલ્લા 1-2 વર્ષમાં ગુજરાતી ફીલ્મોમાં સારું એવું બોક્સ ઓફીસ ક્લેકશન આવી ગયું છે. આવી જ રીતના ગુજરાતી ફીલ્મ ઈન્ડસ્ટ્રીઝ આગળ વધતી રહે તો આપણા બધા માટે ઘણી આનંદ દાયક વાત કહેવાય. ગુજરાતી ઓડીયન્સને અલગ અલગ વિષય પર ફીલ્મ આપતા રહેવું જોઈએ. આ ત્રણેય ફીલ્મ પણ એવી જ રીતના ઓડીયન્સને મનોરંજન કરાવશે.

Leave A Comment