ઓસ્ટ્રેલિયામાં શીખ યુવકને ઇન્ડિયન ડોગ કહ્યો:ઓસ્ટ્રેલિયન યુવકોએ જીમની બહાર ઘેરી લીધો, 'પાછા જાઓ'ના નારા લગાવ્યા; નાકનું હાડકું ભાંગી નાખ્યું
ઓસ્ટ્રેલિયાના જીલોંગ શહેરમાં એક શીખ યુવક પર જાતિવાદી હુમલો કરવામાં આવ્યો છે. 22 વર્ષીય હરમનપ્રીત સિંહ પર જીમની બહાર પહેલા જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી અને ત્યારબાદ તેના પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરે હરમનપ્રીત સિંહના નાક પર હુમલો કર્યો જેનાથી તેના નાકનું હાડકું ભાંગી ગયું. ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ, હરમનપ્રીત સિંહ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના જીલોંગ શહેરમાં રહે છે. તે સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ એટેન્ડન્ટ તરીકે કાર્યરત છે. ઘટના 18 ફેબ્રુઆરીની મોડી રાતની છે જ્યારે તે કોરિયો વિસ્તારના જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. આરોપ છે કે જીમની અંદર કેટલાક યુવકોએ તેમને જાતિવાદી ટિપ્પણીઓ કરી અને તેમને પાછા જવાનું કહ્યું. હરમનપ્રીત સિંહના જણાવ્યા અનુસાર, જ્યારે તે જીમમાંથી બહાર નીકળ્યો ત્યારે ત્રણ યુવકોએ તેનો પીછો કર્યો અને પછી તેને ઘેરીને હુમલો કર્યો. એક હુમલાખોરે તેના નાક પર હુમલો કર્યો. જેનાથી તેના નાકનું હાડકું તૂટી ગયું અને તે લોહીલુહાણ થઈને પડી ગયો. હુમલાખોરો ત્યારબાદ એક ગ્રે રંગની કારમાં ફરાર થઈ ગયા. સ્થાનિક લોકોની મદદથી હરમનપ્રીતને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમની નાકમાં ફ્રેક્ચરની પુષ્ટિ કરી. ડોકટરોનું કહેવું છે કે તેમને સર્જરીની જરૂર પડી શકે છે. ઘટના બાદ તેઓ માનસિક રીતે પણ આઘાતમાં છે અને જીમમાં પાછા ફરવામાં અસુરક્ષિત અનુભવી રહ્યા છે.
હરમનપ્રીત સિંહે હુમલાની કહાની જણાવી.. હરમનપ્રીત સિંહે વિક્ટોરિયા પોલીસને ફરિયાદ કરી હુમલા બાદ વિક્ટોરિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી. હરમનપ્રીત સિંહે પોલીસને આ મામલે ફરિયાદ આપી છે. ફરિયાદ બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કરી દીધું છે અને હુમલાખોરોની ઓળખના પ્રયાસો ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે જો હુમલો જાતિવાદી હિંસાનો હશે તો આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

