ઓસ્ટ્રેલિયા સામે ઈન્ડિયન વુમન્સ ટેસ્ટ ટીમ જાહેર:પ્રતીકા રાવલ, વૈષ્ણવી શર્મા અને ક્રાંતિ ગૌડને પહેલીવાર તક, કમલિની બહાર

Last Updated: January 24, 2026By

ઓસ્ટ્રેલિયા સામેની એકમાત્ર ટેસ્ટ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે જાહેર કરાયેલી ટીમમાં વર્લ્ડ કપ જીતનાર સ્ટાર બેટર પ્રતીકા રાવલ, ડાબોડી સ્પિનર વૈષ્ણવી શર્મા અને ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડને તક આપવામાં આવી છે. આ ત્રણેયને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. આ મેચ 6 થી 9 માર્ચ દરમિયાન પર્થમાં રમાશે. ટીમની આગેવાની હરમનપ્રીત કૌર કરશે. આ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા પ્રવાસના વ્હાઇટ બોલ મેચ પછી રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલા 3 T20I અને 3 વન-ડે મેચ રમાશે, જેની શરૂઆત 15 ફેબ્રુઆરીથી થશે. હરમનપ્રીત કરશે ભારતીય ટીમની કેપ્ટનશીપ વન-ડે પ્રદર્શનના આધારે પ્રતીકાને તક
પ્રતીકા રાવલની ટેસ્ટ ટીમમાં પસંદગી તેના તાજેતરના વન-ડે પ્રદર્શનને જોતા લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી હતી. તેણે 24 વન-ડે મેચમાં 50.45ની સરેરાશથી 1110 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના નામે 2 સદી અને 7 અડધી સદી નોંધાયેલી છે. પ્રતીકાની પસંદગી સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તે પગની ઘૂંટીની ઈજામાંથી સંપૂર્ણપણે સાજી થઈ ગઈ છે. ઈજાના કારણે તે ગયા વર્ષે મહિલા વન-ડે વર્લ્ડ કપની સેમિફાઈનલ અને ફાઈનલ રમી શકી નહોતી. જોકે, 25 વર્ષીય પ્રતીકાને ઓસ્ટ્રેલિયાના વ્હાઇટ બોલ પ્રવાસ માટે ટીમમાં સામેલ કરી નથી. વૈષ્ણવી અને ક્રાંતિનો પણ પ્રથમ ટેસ્ટ કોલ-અપ
20 વર્ષીય વૈષ્ણવી શર્માએ 2025ની શરૂઆતમાં ભારતની અંડર-19 વર્લ્ડ કપ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ડિસેમ્બરમાં શ્રીલંકા સામેની હોમ T20I સિરીઝમાં સિનિયર ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. વૈષ્ણવી અત્યાર સુધીમાં 5 T20I રમી ચૂકી છે. ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડે ગયા વર્ષે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તે અત્યાર સુધીમાં 15 વન-ડે અને 4 T20I રમી ચૂકી છે. વન-ડે ફોર્મેટમાં તે ખૂબ જ પ્રભાવશાળી રહી છે અને 23 વિકેટ લઈ ચૂકી છે. મુંબઈની સતઘરેને પણ તક
મુંબઈની ફાસ્ટ બોલર સયાલી સતઘરેને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. 25 વર્ષીય સયાલીએ જાન્યુઆરી 2025માં આયર્લેન્ડ સામે 3 વન-ડે રમી હતી. તેની પસંદગીને કારણે અનુભવી અરુંધતી રેડ્ડીને ટીમમાં તક મળી નથી. યુવા વિકેટકીપર જી કમલિની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર થઈ ગઈ છે. પસંદગીકારોએ તેની જગ્યાએ ઉમા છેત્રીને ભારતની T20I અને વન-ડે ટીમમાં સામેલ કરી છે. ભારતની મહિલા ટેસ્ટ ટીમ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, અમનજોત કૌર, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, રેણુકા ઠાકુર, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, વૈષ્ણવી શર્મા, સયાલી સતઘરે.