કરણ-તેજસ્વીનો પાણીમાં રોમાન્સ, VIDEO:દરિયાની અંદર દિલ આપ્યું, સ્કૂબા ડાઇવિંગમાં ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું; વેકેશનની ઝલક શેર કરી
એક્ટર કરણ કુંદ્રાએ તેજસ્વી પ્રકાશને મોરેશિયસની ટૂરમાં પાણીની અંદર પ્રપોઝ કર્યું છે. કરણે પોતાની યૂટ્યુબ ચેનલ પર શેર કરેલા ટ્રાવેલ વ્લોગમાં ટ્રિપની ઝલક બતાવી છે. આ વ્લોગમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન કરણ પાણીની અંદર એક ઘૂંટણિયે બેસીને તેજસ્વીને લગ્ન માટે પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. બોલ્યા વગર ઈશારામાં કરણે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો, જેનો જવાબ તેજસ્વીએ સ્મિત કરીને આપ્યો. સ્કૂબા ડાઇવિંગ દરમિયાન પ્રપોઝ કર્યો
કરણ કુંદ્રાના નવા ટ્રાવેલ વ્લોગમાં બંને મોરેશિયસમાં રજાઓનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્કૂબા ડાઇવિંગ દરમિયાન કરણ અને તેજસ્વીએ પહેલા પોતાના હાથથી દિલનો આકાર બનાવ્યો. ત્યારબાદ કરણ પાણીની અંદર જ એક ઘૂંટણિયે બેસી ગયા અને તેજસ્વી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પાણીની અંદર અવાજ ન આવવા છતાં કરણે બોલ્યા વગર ‘આઈ લવ યુ’ કહ્યું. તેજસ્વીએ પણ ખુશીથી સ્મિત કરતા જવાબ આપ્યો. મોરેશિયસના સુંદર લોકેશન પર વિતાવેલી રોમેન્ટિક પળો આ વ્લોગમાં આ કપલ મોરેશિયસના દરિયાઈ જીવનને જોવાથી લઈને દરિયા કિનારે ફુરસદની પળો વિતાવતું જોવા મળી રહ્યું છે. બંનેએ સાથે ઘણી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ કરી. આ પ્રપોઝલ અને બંને વચ્ચેના જોડાણને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ‘દેશી બ્લિંગ’માં ડાયમંડ રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું પાણીની અંદર પ્રપોઝલ પહેલા પણ કરણ કુંદ્રા પોતાના પ્રેમનો ઇઝહાર કરી ચૂક્યા છે. આ વર્ષની શરૂઆતમાં રિયાલિટી શો ‘દેશી બ્લિંગ’ દરમિયાન કરણે તેજસ્વીને ડાયમંડ રિંગ આપીને સત્તાવાર રીતે પ્રપોઝ કર્યું હતું. તે સમયે પણ બંનેના સંબંધોના આ તબક્કાની ઘણી ચર્ચા થઈ હતી. લગ્ન અંગે તેજસ્વીએ શું કહ્યું? એક ઇન્ટરવ્યૂમાં તેજસ્વીને લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યો હતો, જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે તે માને છે કે લોકોની નજર બહુ જલ્દીથી લાગી જાય છે. તેના માટે પ્રેમ બહુ જ કિંમતી બાબત છે અને તેમાં તે કોઈ જોખમ લેવા તૈયાર નથી. તેથી જ તે લગ્ન અંગે વાત કરવા માગતી નથી. તે હાલમાં કામ પર ફોકસ કરે છે. જ્યારે લગ્ન થવાના હશે, ત્યારે થશે. ‘બિગ બોસ 15’ થી શરૂ થયેલી લવ સ્ટોરી કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશની પ્રેમ કહાણી વર્ષ 2021માં રિયાલિટી શો ‘બિગ બોસ 15’ના સેટ પરથી શરૂ થઈ હતી. શોમાં સાથે રહેતા બંને વચ્ચે મિત્રતા થઈ જે ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. તેજસ્વી પ્રકાશે તે સિઝનની ટ્રોફી જીતી હતી. શો પૂરો થયા પછી પણ બંને સતત એકબીજા સાથે છે અને ટીવી ઇન્ડસ્ટ્રીના ચર્ચિત કપલ્સમાં સામેલ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

