ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ સીઝન-3:સ્પર્ધામાં તેલાવ ટીમે સતત 4 મેચમાં જીત મેળવીને પહેલા સ્થાન માટે ક્વોલિફાય કર્યું

Last Updated: February 5, 2026By

ખેલે સાણંદ સ્પોર્ટ્ લીગ સીઝન-3 સ્પર્ધામાં તેલાવ ટીમે સતત 4 મેચમાં વિજય મેળવી પોતાના પુલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ક્વોલિફાય કર્યું છે. ટીમના ખેલાડીઓએ સંકલન, રમતિયાળ ભાવના અને ઉત્તમ કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધા પ્રસંગે તેલાવ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ વિજયભાઈ પટેલ સ્થળે ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું. અગાઉ પણ તેલાવ ગામ ‘ખેલે સાણંદ’ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યું હતું અને ‘ખેલ મહાકુંભ’માં જિલ્લા કક્ષા સુધી પહોંચીને સફળતા મેળવી હતી. આ સિદ્ધિ સ્થાનિક રમતગમતની પ્રતિભાઓને નિખારવામાં ‘ખેલે સાણંદ’ના સતત યોગદાન અને પ્રભાવશાળી સમર્થનને રેખાંકિત કરે છે. તેલાવ ગામની ટીમે 4 મેચમાં શાનદાર પ્રદર્શન કરી પુલમાં ટૉપ પોઝિશન મેળવી. તેલાવ ગામની ટીમ સાથે સાથે ગરોડીયા, કાણેટી, શેલા અને મણીપુરની ટીમે પણ સારું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને વિજયી ભારત ફાઉન્ડેશનની ખેલે સાણંદ પહેલના પ્રોજેક્ટ મેનેજર માર્મિક પંડ્યાએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

Leave A Comment