ચાંદી બે દિવસમાં ₹41 હજાર સસ્તી થઈ:₹2.41 લાખ/કિલો વેચાઈ રહી છે; સોનું આજે ₹1 હજાર ઘટીને 1.51 લાખ પર આવ્યું
સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 6 ફેબ્રુઆરીએ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ, સોના-ચાંદી બજારમાં ચાંદીની કિંમત આજે 13,155 રૂપિયા ઘટીને 2,41,184 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. આ પહેલા તેની કિંમત 2,54,339 રૂપિયા હતી. બે દિવસમાં તે 41,278 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 1,013 રૂપિયા ઘટીને 1,51,489 રૂપિયા પર આવી ગયો છે. આ પહેલા તે 1,52,502 રૂપિયા પર હતો. સોનું બે દિવસમાં 6,669 રૂપિયા સસ્તું થયું છે. સોના-ચાંદી બજારમાં સોનાએ 29 જાન્યુઆરીએ 1,76,121 અને ચાંદી 3,85,933 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી. કેરેટ મુજબ સોનાની કિંમત સોર્સ: IBJA (06 ફેબ્રુઆરી,2026) દેશના મોટા શહેરોમાં સોનાની કિંમત સોર્સ: goodreturns (06 ફેબ્રુઆરી,2026) 3 દિવસમાં 1.60 લાખ રૂપિયા ઘટી હતી ચાંદી આ પહેલા 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે ચાંદીની કિંમત 1.60 લાખ રૂપિયા ઓછી થઈ હતી. જ્યારે, સોનાની કિંમત 26 હજાર રૂપિયા ઘટી હતી. વાયદા કારોબાર (MCX) પર ચાંદી 4 લાખ રૂપિયાથી ઘટીને 2.41 લાખ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી. 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹1.70 લાખથી ઘટીને ₹1.40 લાખ પર આવી ગયું હતું. જોકે પછી બંનેના ભાવમાં તેજી રહી હતી. સોના-ચાંદીમાં ઘટાડાના 2 કારણો પ્રોફિટ બુકિંગ: સોના-ચાંદીની કિંમત હાલના દિવસોમાં રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ હતી, જેના પછી રોકાણકારોએ મોટા પાયે પ્રોફિટ બુક કર્યો. ફિઝિકલ ડિમાન્ડમાં ઘટાડો: ઓલ ટાઈમ હાઈ પછી ફિઝિકલ ડિમાન્ડ નબળી પડી, સાથે જ ઔદ્યોગિક ઉપયોગને લઈને ચિંતાઓ પણ વધી. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક લાગેલો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યૂમેરિક એટલે કે કંઈક આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે એેની કિંમત ઘણા સોર્સિસ (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ)થી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ-અલગ હોય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

