ચેટિંગમાં પ્રાઇવસી કે છેતરપિંડી? WhatsAppના દાવાઓ પર અમેરિકામાં ઉઠ્યા ગંભીર સવાલો
દુનિયાભરમાં કરોડો લોકો જેનો ઉપયોગ કરે છે તે મેસેજિંગ એપ WhatsApp અત્યારે મોટા કાયદાકીય વિવાદમાં ફસાઈ છે. WhatsApp હંમેશા એવો દાવો કરે છે કે તેની ચેટ્સ ‘એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ’ છે, એટલે કે મોકલનાર અને મેળવનાર સિવાય ત્રીજું કોઈ (કંપની પોતે પણ નહીં) આ મેસેજ વાંચી શકતું નથી. પરંતુ, અમેરિકાની કોર્ટમાં થયેલા એક નવા કેસે આ દાવા પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે.
મુખ્ય વિવાદ શું છે?
અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક ‘ઇન્ટરનેશનલ ગ્રુપ ઓફ પ્લેન્ટિફ’ દ્વારા Meta (WhatsAppની પેરન્ટ કંપની) સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ગ્રુપનો દાવો છે કે Meta દરરોજ કરોડો યુઝર્સની ખાનગી વાતચીતને એક્સેસ કરે છે. આરોપ મુજબ, કંપની એન્ક્રિપ્શનના નામે યુઝર્સને ગેરમાર્ગે દોરે છે અને વાસ્તવમાં આ ડેટાનો ઉપયોગ જાહેરાત (Ads) ટાર્ગેટ કરવા માટે કરવામાં આવે છે.
આ કેસના 5 મહત્વના પાસાઓ
ગેરમાર્ગે દોરતા દાવા: કોર્ટમાં રજૂ કરાયેલી દલીલો મુજબ, Meta ગેરકાયદેસર રીતે યુઝર્સની ચેટ્સ સ્ટોર કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે.
વૈશ્વિક વિરોધ: માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારત, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને મેક્સિકો જેવા દેશોના ગ્રુપ્સે પણ WhatsAppની સુરક્ષા નીતિ સામે વાંધો ઉઠાવ્યો છે.
એલન મસ્કનો પ્રહાર: ટેક જાયન્ટ એલન મસ્કે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે WhatsApp સુરક્ષિત નથી. મસ્કે તો Signal જેવી એપની સુરક્ષા પર પણ શંકા વ્યક્ત કરી છે.
કંપનીનો બચાવ
WhatsAppના ગ્લોબલ હેડ વિલ કેથકાર્ટે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે એન્ક્રિપ્શન કીઝ યુઝર્સના ફોનમાં હોય છે, કંપની પાસે નહીં. પુરાવાની જરૂરિયાત: કાયદાકીય નિષ્ણાતોના મતે, આ આરોપો સાબિત કરવા ખૂબ મુશ્કેલ છે. કોર્ટમાં ટેકનિકલ પુરાવા વિના Meta સામે કાર્યવાહી થવાની શક્યતા ઓછી છે.
આ સવાલોએ યુઝર્સમાં ચિંતા જગાવી
જોકે કંપની આ આરોપોને નકારી રહી છે, પરંતુ પ્રાઇવસીને લઈને ઉઠેલા આ સવાલોએ યુઝર્સમાં ચિંતા જગાવી છે. શું આપણી અંગત વાતચીત ખરેખર અંગત છે? તે આવનારા સમયમાં કોર્ટના ચુકાદા પરથી સ્પષ્ટ થશે. હાલમાં તો યુઝર્સ માટે સાવચેતી એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે.
આ પણ વાંચોઃ Rabies Virus : સાવધાન! જીવલેણ બની શકે છે રેબીઝ વાયરસ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

