ભારતના મોટાભાગના રાજ્યોમાં હાલ રેકોર્ડતોડ ગરમી પડી રહી છે. તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ પહોંચી રહ્યું છે. આ કાળઝાળ ગરમીમાં જ્યાં આપણી જાતને હીટવેવથી બચાવવી જરૂરી છે, ત્યાં આપણા મોંઘા સ્માર્ટફોનને પણ ગરમીથી સુરક્ષિત રાખવો એટલો જ મહત્વનો છે. જો સ્માર્ટફોન વધુ પડતો ગરમ (Overheat) થઈ જાય, તો તેને રિપેર કરવાનો ખર્ચ ખિસ્સું ખાલી કરી શકે છે.
વધતા તાપમાનને કારણે સ્માર્ટફોનને આ 3 મુખ્ય નુકસાન થઈ શકે છે.
બેટરી લાઈફ ખતમ થવી: અતિશય ગરમીના કારણે બેટરી ઝડપથી ઉતરી જાય છે અને લાંબે ગાળે બેટરી ફૂલી જવાનું કે ડેમેજ થવાનું જોખમ રહે છે.
પ્રોસેસર સ્લો થવું: ફોન ગરમ થતાં જ તેનું પરફોર્મન્સ ધીમું પડી જાય છે અને ફોન હેંગ થવા લાગે છે.
ઇન્ટરનલ હાર્ડવેર ડેમેજ: અંદરના સેન્સર્સ અને મધરબોર્ડ જેવા નાજુક પાર્ટ્સ કાયમી ધોરણે બગડી શકે છે.
સ્માર્ટફોનને ગરમીથી કેવી રીતે બચાવશો? (શું કરવું?)
સીધા સૂર્યપ્રકાશથી બચાવો: ફોનને ક્યારેય પણ કારના ડેશબોર્ડ, બગીચાની બેંચ કે સીધો તડકો આવતો હોય તેવી જગ્યાએ ન મૂકો. તેને હંમેશા છાંયડામાં રાખવાનો આગ્રહ રાખો.
તડકામાં હેવી યુઝ ટાળો: જો તમે બહાર તડકામાં હોવ, તો ફોનમાં ગેમિંગ, વીડિયો શૂટિંગ કે ભારે એપ્સ ચલાવવાનું બંધ કરો.
જાડા બેક કવરનો ઉપયોગ ન કરો: બજારમાં મળતા મોહક પણ જાડા કેસ ફોનની અંદરની ગરમીને બહાર નીકળવા દેતા નથી. ખાસ કરીને ઉનાળામાં પાતળા કવર વાપરો અથવા ચાર્જિંગ વખતે કવર હટાવી દો.
જો ફોન વધુ પડતો ગરમ (Overheat) થઈ જાય તો શું કરવું?
ફોનને બંધ કરો: જો ફોન અતિશય ગરમ લાગે, તો સૌથી પહેલા તેને સ્વિચ ઓફ કરી દો.
કવર હટાવો: ફોન પર લગાવેલું બેક કવર તરત જ કાઢી નાખો જેથી તે ઝડપથી ઠંડો થઈ શકે.
એપ્સ અને કનેક્ટીવિટી બંધ કરો: બેકગ્રાઉન્ડમાં ચાલતી તમામ એપ્સ બંધ કરો, રેમ (RAM) ક્લિયર કરો અને વાઈ-ફાઈ, બ્લૂટૂથ તેમજ ડાઉનલોડિંગ થોડી મિનિટો માટે બંધ કરી દો.
પંખા નીચે રાખો: ફોનને એર કંડિશનર (AC) કે પંખાની હવા નીચે રાખો. (નોંધ: ક્યારેય પણ ગરમ ફોનને ઠંડો કરવા ફ્રીજમાં ન મૂકવો, તેનાથી મોટું નુકસાન થઈ શકે છે).
આ પણ વાંચોઃ Lipstick Hack:ગરમી અને પરસેવામાં પણ લિપસ્ટિક નહીં થાય સ્મજ, બસ અપનાવો આ એક સરળ ઘરેલું ઉપાય