જેકલીનની છટકબારી સામે EDની લાલ આંખ:સરકારી સાક્ષી બનાવવાની ઘસીને ના પાડી દીધી, કહ્યું- '200 કરોડના ખંડણી કેસમાં એક્ટ્રેસ વિરુદ્ધ પૂરતાં પૂરાવા છે'

Last Updated: May 11, 2026By

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝની મુશ્કેલીમાં વધારો થયો છે. ₹200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ જઈને ‘સરકારી સાક્ષી’ બનવાની અરજી સામે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ વાંધો ઉઠાવ્યો છે. EDએ અરજીનો વિરોધ કર્યો હતો અને દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે, ‘તેની (જેકલીન) વિરુદ્ધ પૂરતા પુરાવા છે.’ ‘જેકલીને જાણીજોઈને ગેરકાયદેસર નાણાંનો આનંદ માણ્યો છે’ EDએ દાવો કર્યો છે કે, ‘જેકલીન સુકેશના ગુનાહિત પૃષ્ઠભૂમિ (ક્રિમિનલ બેકગ્રાઉન્ડ)થી સંપૂર્ણપણે વાકેફ હતી પરંતુ તેણે હજુ પણ તેની સાથેના તેના સંબંધો ચાલુ રાખ્યા અને તેની પાસેથી મોંઘી ભેટો સ્વીકારી, અને તેની પાસેથી ગેરકાયદેસર નાણાંનો આનંદ માણ્યો.’ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ એક્ટ્રેસની ₹200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સરકારી સાક્ષી બનવાની અરજીનો વિરોધ કરી રહ્યા છે. સરકારી સાક્ષી કોણ બની શકે છે? સરકારી સાક્ષી એ એક આરોપી વ્યક્તિ છે, જે સંભવિત કાનૂની રાહત મેળવવાના બદલામાં મુખ્ય આરોપી વિરુદ્ધ માહિતી અને પુરાવા શેર કરીને તપાસકર્તાઓને મદદ કરવા સંમત થાય છે. જેકલીને તાજેતરમાં ચાલી રહેલા કેસમાં સરકારી સાક્ષી બનવાની પરવાનગી માંગવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. ‘જેકલીનને સરકારી સાક્ષી બનાવવાથી કેસની ગંભીરતા નબળી પડવાની શક્યતા’ ED એ કોર્ટમાં દાવો કર્યો કે, ‘જેકલીન આ મામલામાં માત્ર નિષ્ક્રિય સહભાગી ન હતી.’ એજન્સીએ જણાવ્યું કે, ‘તેણે ગુનાની કમાણીમાંથી જાણી જોઈને લાભ મેળવ્યો હતો અને સુકેશ સાથે કોલ અને મેસેજ દ્વારા નિયમિત સંપર્ક જાળવી રાખ્યો હતો.’ તપાસકર્તાઓએ વધુમાં દલીલ કરી કે તેને સરકારી સાક્ષી બનવાની મંજૂરી આપવાથી કેસની ગંભીરતા નબળી પડી શકે છે.’ સુકેશે વાસ્તવિકતા છૂપાવી હોવાનો જેકલીનનો દાવો જેકલીન ફર્નાન્ડિઝે તેની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે અગાઉ જણાવ્યું હતું કે, સુકેશે એક સાચા ઉદ્યોગપતિ હોવાનો ઢોંગ કરીને તેને ગેરમાર્ગે દોરી હતી અને ભાવનાત્મક રીતે હેરાન કરી હતી. એક્ટ્રેસે એવો પણ દાવો કર્યો છે કે, આ વિવાદે તેના અંગત જીવન અને વ્યાવસાયિક કારકિર્દી બંનેને નકારાત્મક અસર કરી છે. આ કેસ કથિત ₹200 કરોડના ખંડણી રેકેટ સાથે સંબંધિત છે. તપાસકર્તાઓનો દાવો છે કે, સુકેશ ચંદ્રશેખરે રાજકીય રીતે જોડાયેલા વ્યક્તિ તરીકે રજૂઆત કરીને ઘણા હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓને છેતર્યા હતા, જે કાયદાકીય બાબતોને ઉકેલવામાં મદદ કરી શકે છે. EDનો આરોપ છે કે, ખંડણીના પૈસાનો એક ભાગ જેકલીન અને કેસ સાથે સંકળાયેલા અન્ય લોકો માટે લક્ઝરી ભેટો ખરીદવા માટે ઉપયોગમાં લેવાયો હતો. દિલ્હી કોર્ટે હવે જેકલીનની કાનૂની ટીમને EDના વાંધાઓનો જવાબ આપવા જણાવ્યું છે. આ મામલાની સુનાવણી ટૂંક સમયમાં ફરીથી થવાની અપેક્ષા છે. કેસની સંપૂર્ણ ટાઈમલાઈન જેકલીનને ઘણા મોંઘા ગિફ્ટ આપ્યા હતા ED મુજબ, જેકલીન સાથે મિત્રતા થયા પછી સુકેશે તેના પર 7 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા હતા. સુકેશે જેકલીનને આ વસ્તુઓ ગિફ્ટ કરી હતી…

Leave A Comment