ઝિમ્બાબ્વેએ બીજી ઓવરમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી:ક્વેના મ્ફાકાએ તાદીવાનાશે મારુમાનીએ બોલ્ડ કર્યો, ZIMએ ટૉસ જીતીને બેટિંગ લીધી
T20 વર્લ્ડ કપમાં રવિવારની પ્રથમ મેચ સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઝિમ્બાબ્વેએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. સાઉથ આફ્રિકાએ પોતાની પ્લેઇં-11માં ત્રણ બદલાવ કર્યા છે. સાઉથ આફ્રિકા ગ્રુપ-1માં ટોપ પર છે, ટીમ આજે જીતશે તો ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ રમશે. ટીમ ભારત અને વેસ્ટ ઇન્ડીઝને હરાવી ચૂકી છે. બીજી તરફ ઝિમ્બાબ્વે બંને મેચ હારીને પહેલાથી જ સેમિફાઇનલની રેસમાંથી બહાર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઝિમ્બાબ્વે (ZIM): બ્રાયન બેનેટ, તાદીવાનાશે મારુમાની, ડીયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રાયન બર્લ, ટોની મુન્યોંગા, ક્લાઈવ મડાન્ડે, બ્રાડ ઈવાન્સ, વેલિંગ્ટન મસાકાડઝા, ગ્રીમ ક્રેમર અને બ્લેસિંગ મુઝારબાની. સાઉથ આફ્રિકા (SA): એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રેયાન રિકલ્ટન, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, જ્યોર્જ લિન્ડે, કોર્બિન બોશ, એનરિક નોર્કિયા, ક્વેના મ્ફાકા અને લુંગી એન્ગિડી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

