ટીવીના ‘રામે’ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કામદારો સામું જોયું!:અરુણ ગોવિલે કહ્યું- મારો હેતુ મજૂરો- નાના કલાકારોની સ્થિતિ સુધારવાનો છે

Last Updated: January 25, 2026By

ટીવીના ‘રામ’ અને મેરઠના લોકસભા સાંસદ અરુણ ગોવિલે 16 ડિસેમ્બર 2024 ના રોજ લોકસભાના શિયાળુ સત્રમાં શૂન્યકાળ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કામદારોના હકમાં પોતાનો અવાજ ઉઠાવ્યો. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા દૈનિક મજૂરો, ટેકનિશિયન અને નાના કલાકારોની સ્થિતિ સુધારવા અને તેમના માટે સારી કાર્યકારી પરિસ્થિતિઓની માંગ કરી હતી. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન અરુણ ગોવિલે જણાવ્યું કે- હું અમારા સન્માનિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. સંસદમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચિંતાઓને ઉઠાવ્યા પછી, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુદ્દા પર ધ્યાન આપ્યું. શ્રમ મંત્રીએ પણ આના પર યોગ્ય ધ્યાન આપ્યું, અને હું ત્યારથી આ મામલા પર સતત ફોલો-અપ કરી રહ્યો છું. અરુણ ગોવિલે આગળ જણાવ્યું- મારા મનમાં વિચાર આવ્યો કે મારે મારી ઇન્ડસ્ટ્રી માટે કંઈક કરવું જોઈએ. આ પછી મેં ફિલ્મ ફેડરેશનના અધ્યક્ષ બી.એન. તિવારી સાથે વાત કરી અને પૂછ્યું કે આપણી સામે કયા-કયા મુદ્દાઓ છે અને શું અત્યાર સુધી આના પર કોઈ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે. તેમણે મને જણાવ્યું કે પહેલાં કેટલીક પ્રેઝન્ટેશન આપવામાં આવી ચૂકી છે. પછી મેં તેમની સાથે બેસીને ચર્ચા કરી, જરૂરી મુદ્દાઓ કાઢ્યા અને એક દિવસ તે બધા મુદ્દાઓને સંસદ સમક્ષ રજૂ કર્યા. આનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલાવ આવશે. મારું માનવું છે કે બદલાવ હંમેશા સારા માટે કરવામાં આવે છે. આનાથી સુરક્ષા, સામાજિક સુરક્ષા અને આર્થિક સુરક્ષા મળશે. આ ઉપરાંત કામના કલાકો, પેમેન્ટ અને કામ સાથે જોડાયેલી અન્ય જરૂરી બાબતોમાં પણ સુધારો થશે. કુલ મળીને આ તમામ બાબતોમાં સકારાત્મક બદલાવ આવશે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા દૈનિક મજૂરો, ટેકનિશિયન અને નાના કલાકારોની સ્થિતિ સુધારવાનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. જેમાં કામના કલાકો, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સમયસર ચુકવણી સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે.