ટ્રમ્પ બોલ્યા- બીજો નૌકાદળનો કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યો:ઈરાનને સમાધાન કરવાની ધમકી આપી; એક યુદ્ધ જહાજ પહેલેથી જ પહોંચી ગયું છે
ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ પોતાની ધમકીઓ તેજ કરી દીધી છે. અમેરિકા ઈરાનની આસપાસ પોતાની સૈન્ય હાજરી વધારવાની તૈયારીમાં છે. મંગળવારે આપેલા એક ભાષણમાં ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાનો વધુ એક નૌકાદળનો કાફલો ઈરાનની દિશામાં આગળ વધી રહ્યો છે. જોકે, ટ્રમ્પે વધુ માહિતી આપી ન હતી. તેમણે આશા વ્યક્ત કરી છે કે ઈરાનને નવા કરાર પર સહમત કરી શકાય છે. એક અઠવાડિયા પહેલા પણ ટ્રમ્પે આ જ પ્રકારનું નિવેદન આપતા કહ્યું હતું કે એક મોટો અમેરિકી સૈન્ય કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યો છે. બીબીસી ફારસીના અહેવાલ મુજબ, અમેરિકી યુદ્ધ જહાજ ‘USS અબ્રાહમ લિંકન’ મિડલ ઈસ્ટમાં પહોંચી ચૂક્યું છે. USS અબ્રાહમ લિંકન અમેરિકી નૌકાદળનું એક ન્યુક્લિયર-પાવર્ડ એરક્રાફ્ટ કેરિયર છે. તેને વિશ્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજોમાંથી એક માનવામાં આવે છે. અમેરિકાએ ઈરાન સમક્ષ 4 શરતો મૂકી ટ્રમ્પે એક્સિયોસને આપેલા એક અલગ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ઈરાન સાથેની સ્થિતિ અત્યારે બદલાઈ રહી છે. તેમણે દાવો કર્યો કે ઈરાન હવે વાતચીત માટે તૈયાર થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું, “અમારી પાસે ઈરાન નજીક એક મોટો આર્મડા છે, જે વેનેઝુએલા કરતાં પણ મોટો છે.” તેમણે એ પણ કહ્યું કે ઈરાનના અધિકારીઓ ઘણી વખત સંપર્ક કરી ચૂક્યા છે અને તેઓ ડીલ કરવા માંગે છે. ટ્રમ્પનું માનવું છે કે ઈરાન વાત કરવા માટે ઉત્સુક છે. એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ પત્રકારોને જણાવ્યું કે અમેરિકા વાતચીત માટે તૈયાર છે. જો ઈરાન સંપર્ક કરે છે અને શરતોને માને છે, તો વાત થશે. આ મહિને અમેરિકી વિશેષ દૂત સ્ટીવ વિટકૉફે સમજૂતી માટે શરતો જણાવી છે- અમેરિકાએ ઈરાન પર પહેલા પણ હુમલો કર્યો છે ઈરાને વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ આ શરતોને સંપૂર્ણપણે નકારી કાઢી છે. ટ્રમ્પે જૂનમાં ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર અમેરિકી હુમલાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે ત્રણ સુવિધાઓ પરના હુમલાથી ઈરાનની પરમાણુ ક્ષમતા સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. આ ઠેકાણાઓ ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફહાન હતા. તેમણે કહ્યું, “22 વર્ષથી લોકો આ કરવા માગતા હતા.” ટ્રમ્પે હજુ સુધી એ જણાવ્યું નથી કે ઈરાન પર વધુ સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. જોકે, તેમણે અગાઉ કહ્યું હતું કે જો ઈરાન પ્રદર્શનકારીઓની હત્યા કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. મિડલ ઈસ્ટમાં 30,000 થી 40,000 અમેરિકી સૈનિકો તહેનાત મિડલ ઈસ્ટ (CENTCOM)માં હાલ અમેરિકી સૈન્યની હાજરી ઘણી મજબૂત છે. મિડલ ઈસ્ટ અને પર્શિયન ગલ્ફમાં લગભગ 30,000 થી 40,000 અમેરિકી સૈનિકો તહેનાત છે. હાલમાં મિડલ ઈસ્ટમાં લગભગ 6 નૌકાદળના જહાજો હાજર છે, જેમાં 3 ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરનો સમાવેશ થાય છે, જે બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ અને અન્ય ઓપરેશન માટે સક્ષમ છે. અમેરિકાના USS અબ્રાહમ લિંકનને જાણો… ઈરાનના ઘણા શહેરો USS અબ્રાહમ લિંકનની સ્ટ્રાઈક રેન્જમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે અમેરિકી યુદ્ધ જહાજ USS અબ્રાહમ લિંકન અરબ સાગરમાં ઈરાન પહોંચી ગયું છે. ઈરાનના ઘણા શહેરો તેની સ્ટ્રાઈક રેન્જમાં છે. રિપોર્ટ્સ અનુસાર, તે અરબ સાગરમાં અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENCOM)ના ઝોનમાં આવી ગયું છે. સાથે જ અમેરિકાનું C 37-B એરક્રાફ્ટ પણ ઈરાનના ઉત્તરમાં તુર્કમેનિસ્તાનના અશગાબાદ બેઝ પર પહોંચી ગયું છે. USS અબ્રાહમ લિંકન પહેલા સાઉથ ચાઈના સીમાં તહેનાત હતું. 18 જાન્યુઆરીએ તે મલક્કા સ્ટ્રેટ પાર કરીને હિંદ મહાસાગરમાં દાખલ થયું. ઈરાને પણ અમેરિકાને વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી અમેરિકાની ધમકી બાદ એક વરિષ્ઠ ઈરાની સૈન્ય અધિકારી જનરલ અલી અબ્દોલ્લાહી અલીઅબાદીએ ચેતવણી આપી હતી કે જો અમેરિકા હુમલો કરશે તો મિડલ ઈસ્ટમાં તેના તમામ સૈન્ય અડ્ડા અને ઇઝરાયલના કેન્દ્રો ઈરાનના નિશાન પર હશે. બીજી તરફ, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના કમાન્ડર મોહમ્મદ પાકપુરે કહ્યું કે તેમની સેનાની આંગળી ટ્રિગર પર છે. ગુરુવારે એક લેખિત નિવેદનમાં પાકપુરે કહ્યું કે ઈરાનની સેના પહેલા કરતા વધુ તૈયાર છે. ઇઝરાયલી મંત્રી બોલ્યા- ઈરાનને 7 ગણી વધુ તાકાતથી જવાબ આપીશું ઇઝરાયલના અર્થતંત્ર મંત્રી નીર બરકાતે ઈરાનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ઈરાને ઇઝરાયલ વિરુદ્ધ ફરીથી કોઈ હુમલો કર્યો, તો તેને પહેલા કરતા “સાત ગણી વધુ તાકાત”થી જવાબ આપવામાં આવશે. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં મીડિયા સાથે વાત કરતા બરકાતે કહ્યું કે ઇઝરાયલ પહેલા પણ ઈરાનને નિશાન બનાવી ચૂક્યું છે અને આગળ કોઈપણ ઉશ્કેરણી પર જવાબ વધુ કઠોર હશે. તેમણે દાવો કર્યો કે પાછલી સૈન્ય કાર્યવાહીમાં ઇઝરાયલે ઈરાનની સૈન્ય નબળાઈને ઉજાગર કરી દીધી છે. ટ્રમ્પ ઈરાનમાં સત્તા પરિવર્તન કરવા માગે છે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં સત્તા પરિવર્તનની ખુલ્લેઆમ હિમાયત કરી છે. તેમણે ગયા અઠવાડિયે પોલિટિકોને કહ્યું, “ઈરાનમાં નવા નેતૃત્વ વિશે વિચારવાનો સમય આવી ગયો છે.” તેમણે ઈરાની નાગરિકોને વિરોધ પ્રદર્શનો ચાલુ રાખવા અને સંસ્થાઓ પર કબજો કરવાની અપીલ પણ કરી હતી. જોકે, બીજા દિવસે ટ્રમ્પે કહ્યું કે તેમને જાણકારી મળી છે કે કેદીઓને ફાંસી આપવાની યોજના હાલ પૂરતી રોકવામાં આવી છે. બીજી તરફ, ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ ટ્રમ્પ પર ઈરાનમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ઈરાની જનતાને થયેલા નુકસાન અને મૃત્યુ માટે જવાબદાર છે. તેના જવાબમાં ટ્રમ્પે ખામેનેઈ પર તીખો હુમલો કરતા કહ્યું કે ઈરાનના વિનાશ માટે તેઓ જ જવાબદાર છે અને ત્યાં ડર અને હિંસા દ્વારા શાસન ચલાવવામાં આવી રહ્યું છે. ઈરાનમાં 19 દિવસ પ્રદર્શનો થયા, 5000 પ્રદર્શનકારીઓના મોત ઈરાનમાં 28 ડિસેમ્બરથી શરૂ થયેલી હિંસા 15 જાન્યુઆરી સુધી ચાલી હતી. તે ઘણા કારણોસર ભડકી હતી. આ પ્રદર્શનો અત્યાર સુધીના સૌથી મોટા પ્રદર્શનોમાંના એક માનવામાં આવે છે. આમાં 5000 થી વધુ પ્રદર્શનકારીઓના મૃત્યુ થયા હતા.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

