'ડૉન 3'ને અભેરાઈએ ચઢાવી ફરહાન અખ્તર નવી ફિલ્મ બનાવવામાં વ્યસ્ત:'જી લે ઝરા' માટે પ્રિયંકા, કેટરીના અને આલિયાનો સંપર્ક કરાયો

Last Updated: January 29, 2026By

ફિલ્મમેકર ફરહાન અખ્તરે રણવીર સિંહને ‘ડૉન 3’ માંથી બહાર કરી દીધો છે. આ પછી ફિલ્મને અસ્થાયી રૂપે હોલ્ડ પર રાખવામાં આવી છે અને હવે નવા એક્ટરની શોધ ચાલુ છે. આ દરમિયાન ફરહાન પોતાની બીજી ફિલ્મ ‘જી લે ઝરા’ પર ધ્યાન આપી રહ્યો છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ જોવા મળશે. ‘ડૉન 3’ની કાસ્ટિંગ ખૂબ મહત્ત્વપૂર્ણ છે ‘પિંકવિલા’ (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ)ના રિપોર્ટ અનુસાર, ફરહાન અખ્તર માટે ‘ડૉન 3’ ની કાસ્ટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સંપૂર્ણપણે સુનિશ્ચિત કરવા માંગે છે કે, આ ભૂમિકા માટે યોગ્ય એક્ટરની જ પસંદગી થાય, આ જ કારણ છે કે, આ પ્રક્રિયા લાંબી ચાલી રહી છે. ‘જી લે ઝરા’ માટે કેટરીના, આલિયા અને પ્રિયંકાની ડેટ્સ કન્ફર્મ કરવાના પ્રયાસો ચાલુ આ જ કારણોસર ફરહાન હાલમાં ‘જી લે ઝરા’ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. આ ફિલ્મ તેના માટે હંમેશા ખાસ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે કેટરીના કૈફ, આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાનો ફરીથી સંપર્ક કરી રહ્યો છે, જેથી પ્રોજેક્ટને અંતિમ સ્વરૂપ આપી શકાય. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટ પૂરી થઈ ગઈ છે અને તેને લોક પણ કરી દેવામાં આવી છે, પરંતુ ત્રણેય એક્ટ્રેસિસની શૂટિંગની તારીખો મેળ ન ખાવાને કારણે વિલંબ થઈ રહ્યો છે. જેવી ત્રણેયની તારીખો ફાઇનલ થશે, ફિલ્મનું શૂટિંગ શરૂ કરી શકાય છે. જોકે, ફરહાન અખ્તર આ પડકારનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ત્રણેય એક્ટ્રેસિસ સાથે સતત વાતચીત કરી રહ્યો છે, જેથી શૂટિંગ માટે કોઈ કોમન સમય નક્કી કરી શકાય. નોંધનીય છે કે, પહેલા સમાચાર હતા કે રણવીર સિંહ ‘ડૉન-3’થી અલગ થઈ ગયો છે. એક્ટરે આ નિર્ણય ‘ધુરંધર’ની સફળતાને કારણે લીધો હતો. પરંતુ પછી નવી માહિતી આવી હતી કે, રણવીરે આ ફિલ્મ છોડી નથી પરંતુ તેની અયોગ્ય માંગણીઓ અને ક્રિએટિવ મતભેદોને કારણે તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. ‘ઇન્ડિયા ટુડે’ના રિપોર્ટ અનુસાર, રણવીરની ફિલ્મ છોડવાની ખબર સંપૂર્ણપણે અફવા છે. મેકર્સ અને રણવીર વચ્ચે ક્રિએટિવ મતભેદો હતા. તેનું પરિણામ એ આવ્યું કે મેકર્સે એક્ટરને ફિલ્મમાંથી બહાર કાઢી મૂક્યા. મેકર્સ રણવીરની માંગણીઓથી સહમત નહોતા. સૂત્રોએ એવો પણ દાવો કર્યો હતો કે, રણવીરની છેલ્લી ત્રણ ફિલ્મો સતત ફ્લોપ રહી હતી, પરંતુ તેમ છતાં પણ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીએ તેને તક આપી. ફિલ્મો ફ્લોપ થવાને કારણે સંજય લીલા ભણસાલીએ ‘બૈજુ બાવરા’ રદ કરી દીધી હતી, પરંતુ ફરહાન-રિતેશ તેની સાથે ઊભા રહ્યા હતા.