થોમસ કપ બેડમિન્ટન- ભારતે કેનેડાને 3-1થી હરાવ્યું:જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી; લક્ષ્ય સેન હાર્યા, ડબલ્સ જોડીએ જીત અપાવી
ભારતે થોમસ કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરતા શુક્રવારે કેનેડાને 3-1 થી હરાવ્યું. આ મેચમાં ભારતીય ડબલ્સના સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ જીત નોંધાવી. જ્યારે એકમાત્ર હાર લક્ષ્ય સેનના નામે રહી. પ્રથમ મેચમાં લક્ષ્ય સેન હાર્યો મેચની શરૂઆત ભારત માટે સારી રહી ન હતી. પ્રથમ સિંગલ્સ મુકાબલામાં લક્ષ્ય સેનને કેનેડાના વિક્ટર લાઈ સામે હારનો સામનો કરવો પડ્યો. લક્ષ્યએ પહેલી ગેમ 21-18 થી જીતી, પરંતુ ત્યારબાદ વિક્ટર લાઈએ શાનદાર વાપસી કરતા 21-19, 21-10 થી મેચ જીતી લીધી. સાત્વિક અને ચિરાગે વાપસી કરાવી ભારતની સ્ટાર ડબલ્સ જોડી સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ટીમને બરાબરી અપાવી. તેમણે કેનેડિયન જોડીને એકતરફી મેચમાં 21-10, 21-11 થી હરાવી. આ મેચ માત્ર 29 મિનિટમાં પૂરી થઈ ગઈ. ત્રીજી સિંગલ્સ મેચમાં આયુષ શેટ્ટીએ બ્રાયન યાંગને 21-13, 21-17 થી હરાવી ભારતને લીડ અપાવી. બીજા ડબલ્સે ભારતની જીત પાક્કી કરી બીજા ડબલ્સમાં હરિહરન અને એમઆર અર્જુનની જોડીએ 21-7, 21-15 થી મેચ જીતીને 3-1 ની નિર્ણાયક લીડ અપાવી. પાંચમી મેચમાં કિદાંબી શ્રીકાંતે 21-17 અને 21-12 થી જીત મેળવી. ભારતે 4-1 થી મેચ જીતીને ટુર્નામેન્ટની વિજયી શરૂઆત કરી છે. ભારતનો બીજો મુકાબલો 27 એપ્રિલે ઓસ્ટ્રેલિયા અને ત્રીજો મેચ 29 એપ્રિલે ચીન સામે થશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

