દરિયા પર લક્ઝરી- ઓછા મુસાફરો, મોટા સ્યુટ, સુપરયાટ જેવી સફર:હોટલ કંપનીઓ પણ ક્રુઝ બજારમાં ઉતરી; નાના જહાજો લોકોને અજાણ્યા ટાપુઓ પર લઈ જઈ રહ્યા છે

Last Updated: September 11, 2026By

લક્ઝરી ક્રુઝ ઉદ્યોગમાં હવે ભવ્યતાના માપદંડ બદલાઈ રહ્યા છે. એક સમયે વિશાળ જહાજો, સફેદ ટેબલક્લોથ અને ઔપચારિક સેવા તેની ઓળખ હતી. હવે કંપનીઓ ઓછા મુસાફરોવાળા જહાજો દ્વારા ખાનગી સુપરયૉટ જેવો અનુભવ આપવા પર ભાર મૂકી રહી છે. આ માટે મુસાફરોની ક્ષમતા વધારવાને બદલે મોટા સ્યુટ, વધુ ખુલ્લી જગ્યા અને વ્યક્તિગત સેવાઓ ઉમેરવામાં આવી રહી છે. નાના જહાજોને કારણે મુસાફરોને એવા ટાપુઓ અને ખાડીઓ સુધી પણ લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં મોટા ક્રુઝ પહોંચી શકતા નથી. આ બદલાવે પરંપરાગત ક્રુઝ કંપનીઓ સાથે મોટા હોટેલ બ્રાન્ડ્સને પણ દરિયાઈ પર્યટન તરફ આકર્ષ્યા છે. આ રીતે બદલાઈ રહ્યું છે લક્ઝરી ક્રુઝ- ખાનગી યૉટ બની શ્રીમંત મુસાફરોની નવી પસંદ, 2.8 કરોડનો સ્યુટ, ખાનગી પૂલ-જિમ પણ ફોર સીઝન્સ-I ચોથા માળે ફેલાયેલો છે ₹2.85 કરોડનો સ્યુટ માર્ચમાં લક્ઝરી ક્રુઝ ‘ફોર સીઝન્સ-I’ લોન્ચ કરવામાં આવ્યું. 679 ફૂટ લાંબા આ જહાજમાં 222 મુસાફરો મુસાફરી કરી શકે છે. તેમાં 95 સ્યુટ છે. 9,974 ચોરસ ફૂટનો ‘ફનલ સ્યુટ’ છે. ખાનગી પૂલ, જિમ, સ્પા છે. અગાઉની યાત્રાઓમાં તેનું ભાડું ₹2.85 કરોડથી વધુ રહ્યું છે. કોરિન્થિયન – હવાની શક્તિથી પણ ચાલી શકશે 721 ફૂટ લાંબી યાટ 721 ફૂટ લાંબી ‘ઓરિએન્ટ એક્સપ્રેસ કોરિન્થિયન’ દુનિયાની સૌથી મોટી સઢવાળી યાટ છે. 110 લોકો માટે જગ્યા છે. 54 સ્યુટ છે. સાઈઝ 484 થી 2,475 ચોરસફૂટ સુધીની છે. 5 રેસ્ટોરન્ટ, સ્પા પણ છે. આ હવા દ્વારા પણ ચાલી શકે છે. 3 રાતનું ભાડું ₹18.5 લાખથી શરૂ થાય છે. એક્સપ્લોરા-III – 7,500 ચોરસ ફૂટમાં બનેલો છે લક્ઝરી વેલનેસ ઝોન જુલાઈમાં લોન્ચ થયેલ 879 ફૂટ લાંબો એક્સપ્લોરા-III કંપનીનું સૌથી મોટું જહાજ છે. તેમાં 461 સ્યુટ, 109 પેન્ટહાઉસ અને 39 ઓશન રેસિડેન્સ છે. તેમાં 7,500 ચોરસફૂટથી મોટો વેલનેસ ઝોન પણ છે. 7 રાતનું ભાડું પ્રતિ વ્યક્તિ 4.13 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સેવન સીઝ પ્રેસ્ટીજ – 9,000 ચોરસફૂટનો સ્કાયવ્યુ રીજન્ટ સ્યુટ 735 ફૂટ લાંબો સેવન સીઝ પ્રેસ્ટીજ ડિસેમ્બરમાં બાર્સેલોનાથી મિયામીની પ્રથમ યાત્રા કરશે. 800 યાત્રી ક્ષમતા અને 411 સ્યુટ છે. 9,000 ચોરસફૂટના સ્કાયવ્યુ રીજન્ટ સ્યુટમાં ખાનગી ભોજન કક્ષ, સ્પા, જીમ છે. 7 રાતનું ભાડું પ્રતિ વ્યક્તિ 5.80 લાખથી શરૂ થાય છે.

Leave A Comment