દીપિન્દર ગોયલનું ઝોમેટોના CEO પદ પરથી રાજીનામું:બ્લિંકિટના અલ્બિન્દર ઢીંડસા સંભાળશે કમાન; ગોયલ નવા આઈડિયા પર કામ કરશે
ઝોમેટોની પેરન્ટ કંપની ઇટરનલના ફાઉન્ડર દીપિન્દર ગોયલે ગ્રુપ CEOના પદ પરથી હટવાનો નિર્ણય કર્યો છે. તેમની જગ્યાએ હવે બ્લિંકિટના CEO અલ્બિન્દર ઢીંડસા નવા ગ્રુપ CEO હશે. કંપનીએ બુધવાર, 21 જાન્યુઆરીના રોજ સ્ટોક એક્સચેન્જને આ અંગે જાણકારી આપી. ગોયલે કહ્યું- નવા જોખમી આઈડિયા પર કામ કરવું છે CEO પદ પરથી રાજીનામાનું કારણ જણાવતા દીપિન્દરે કહ્યું- હું કેટલાક એવા નવા આઈડિયા પર કામ કરવા માંગુ છું જેમાં જોખમ વધારે છે અને ઘણા પ્રયોગોની જરૂર છે. આવા આઈડિયાને ઇટરનલ જેવી પબ્લિક લિસ્ટેડ કંપનીના દાયરાની બહાર રહીને કરવા વધુ સારું છે. દીપિન્દર ગોયલ હવે બોર્ડમાં વાઇસ ચેરમેન હશે. તેમણે કહ્યું- મેં મારા જીવનના 18 વર્ષ આ કંપની બનાવવામાં આપ્યા છે. હું લોંગ-ટર્મ સ્ટ્રેટેજી, કંપની કલ્ચર અને લીડરશિપ ડેવલપમેન્ટ સાથે જોડાયેલો રહીશ. સ્પેસ-ટેક અને હેલ્થ સેક્ટરમાં કરી રહ્યા છે રોકાણ દીપિન્દર ગોયલનો રસ ઇટરનલ ઉપરાંત અન્ય ઘણા સેક્ટર્સમાં પણ છે. અહેવાલો અનુસાર, તેઓ સ્પેસ-ટેક કંપની ‘પિક્સેલ’માં આશરે ₹210 કરોડનું વ્યક્તિગત રોકાણ કરી શકે છે. આ ઉપરાંત, તેઓ લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત સંશોધન માટે ‘કન્ટિન્યુ’ અને એવિએશન સેક્ટરમાં ‘એલએટી એરોસ્પેસ’ જેવી કંપનીઓ પણ ચલાવી રહ્યા છે. અલ્બિન્દર ઢીંડસા પર કેમ વિશ્વાસ વ્યક્ત કર્યો? ગોયલે અલ્બિન્દરના વખાણ કરતા કહ્યું કે બ્લિંકિટને નુકસાનમાંથી બહાર કાઢવા અને તેને સફળ બનાવવામાં અલ્બિન્દરની મહેનત છે. ગોયલે લખ્યું, “અલ્બિન્દરમાં એક અનુભવી ફાઉન્ડરનો ડીએનએ છે અને કામને અમલમાં મૂકવાની તેમની ક્ષમતા મારા કરતા ઘણી વધારે છે.” શું ઇટરનલના કામકાજમાં કોઈ ફેરફાર આવશે? દીપિન્દર ગોયલે ખાતરી આપી કે કંપનીની કામ કરવાની રીત બદલાશે નહીં. ઇટરનલનું માળખું પહેલેથી જ વિકેન્દ્રિત છે. એટલે કે કંપની હેઠળ આવતા દરેક બિઝનેસ (જેમ કે ઝોમેટો, બ્લિંકિટ વગેરે)ના પોતાના CEO છે, જેમની પાસે કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. અલબિન્દરના ગ્રુપ CEO બન્યા પછી પણ બ્લિંકિટ ગ્રુપની સૌથી મોટી પ્રાથમિકતા બની રહેશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

