'ધુરંધરઃ ધ રિવેન્જ'માં યામી ગૌતમની એન્ટ્રી!:પતિ આદિત્ય ધરના ડિરેક્શનમાં દમદાર એક્શન કરશે; 19 માર્ચે રિલીઝ થશે 'ધુરંધર'ની સિક્વલ

Last Updated: February 4, 2026By

‘ધુરંધર’ની સફળતા પછી હવે રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ 19 માર્ચે રિલીઝ થઈ રહી છે. હવે આ ફિલ્મમાં ડિરેક્ટર આદિત્ય ધરની પત્ની અને એક્ટ્રેસ યામી ગૌતમની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. યામી ફિલ્મમાં કેમિયો કરશે, પરંતુ તેનું પાત્ર વાર્તાનો મહત્વનો ભાગ હશે. ‘ધુરંધર 2’માં યામીનો એક્શન અવતાર જોવા મળશે તાજેતરમાં ‘પિંકવિલા’ના રિપોર્ટમાં ફિલ્મ ‘ધુરંધર 2’ સાથે જોડાયેલા નજીકના સૂત્રના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, ‘યામી ગૌતમ ‘ધુરંધર 2’માં કેમિયો કરી રહી છે. તેણે પોતાના ભાગનું 5 દિવસની શૂટિંગ પણ પૂરી કરી લીધું છે. તે આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરતી જોવા મળશે.’ રિપોર્ટ અનુસાર, યામી ગૌતમ ફિલ્મમાં સરપ્રાઈઝ એલિમેન્ટની જેમ હશે, જેનું પાત્ર વાર્તામાં નવો વળાંક લાવશે. જોકે, અત્યાર સુધી મેકર્સ તરફથી યામીના ફિલ્મમાં જોડાવા અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ પહેલાં યામી ગૌતમ ફિલ્મ ‘હક’થી ચર્ચામાં હતી. આ ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થઈ હતી, જેમાં યામી સાથે ઇમરાન હાશ્મી લીડ રોલમાં હતો. ફિલ્મમાં યામીએ મુસ્લિમ મહિલાઓના હકની લડાઈ લડનાર શાહબાનોનું દમદાર પાત્ર નિભાવ્યું હતું. ફિલ્મ માટે એક્ટ્રેસને ખૂબ પ્રશંસા મળી હતી. પહેલા પાર્ટ પહેલાં પેઇડ પીઆર પર ભડકી હતી એક્ટ્રેસ ફિલ્મ ‘ધુરંધર’ના પહેલા પાર્ટની રિલીઝ પહેલાં યામી ગૌતમે પેઇડ પીઆર અને નેગેટિવ પીઆરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, ફિલ્મોને પ્રમોટ કરાવવાના નામે લોકોને પૈસા આપીને વખાણ કરાવવામાં આવે છે. અને જો પૈસા ન આપવામાં આવે, તો કેટલાક લોકો ફિલ્મ રિલીઝ થાય, તે પહેલાં જ ખરાબ લખતા રહે છે, અને આ કોઈ પ્રકારની જબરદસ્તી વસૂલી જેવું લાગે છે.’ યામીના મતે, આ પ્રચલન ઇન્ડસ્ટ્રીના ભવિષ્યને નુકસાન પહોંચાડી શકે છે. જે લોકો તેને ‘નવું નોર્મલ’ માનીને હળવાશથી લઈ રહ્યા છે, તેઓ ખોટા છે, કારણ કે આગળ જતાં તે બધાને નુકસાન પહોંચાડશે. તેણે કહ્યું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં સફળતાના નામે જે કંઈ પણ થયું છે, જો તેની સચ્ચાઈ સામે આવશે તો તસવીર બહુ સારી નહીં હોય.’ યામીએ એ પણ લખ્યું કે, ‘સાઉથ ઇન્ડસ્ટ્રીમાં આવું એટલા માટે નથી થતું કારણ કે ત્યાં લોકો એકજૂટ રહે છે. તેણે પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ અને એક્ટર્સને અપીલ કરી કે, તેઓ મળીને આ ખોટી પરંપરાને રોકે.’ તેણે કહ્યું કે, તે આ વાત એક ઈમાનદાર ફિલ્મમેકરની પત્ની હોવાના નાતે કહી રહી છે, જેણે પોતાની મહેનત, વિચાર અને ટીમ સાથે એવી ફિલ્મ બનાવી છે, જેના પર ભારતને ગર્વ થશે. 19 માર્ચે રિલીઝ થશે ‘ધુરંધર 2’, ‘ટોક્સિક’ સાથે થશે ક્લેશ ફિલ્મ ‘ધુરંધર 2’ એટલે કે ‘ધુરંધર: ધ રિવેન્જ’ 19 માર્ચે રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટીઝર 3 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મનો ક્લેશ KGF સ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક’ સાથે થવાનો છે. બંને ફિલ્મો એકસાથે 19 માર્ચે રિલીઝ થઈ રહી છે. હિન્દી સિનેમાના ઇતિહાસની હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ છે ‘ધુરંધર’ 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ વર્ષ 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ રહી. સાથે જ ફિલ્મે ઘણા મોટા બોક્સ ઓફિસ રેકોર્ડ બનાવ્યા. આ ફિલ્મ હિન્દી બેલ્ટમાં સૌથી વધુ કમાણી કરનારી છે. વળી, આ બોલિવૂડના ઇતિહાસની વર્લ્ડવાઇડ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

Leave A Comment