નેટ સિવર-બ્રન્ટે WPLની પ્રથમ સદી ફટકારી:મુંબઈએ બેંગલુરુને 15 રનથી હરાવ્યું; હેલી મેથ્યુઝની ફિફ્ટી, 3 વિકેટ પણ લીધી
મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની નેટલી સીવર-બ્રન્ટે વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ના ઇતિહાસની પ્રથમ સદી ફટકારી. સોમવારે વડોદરામાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 199 રન બનાવ્યા. સીવર-બ્રન્ટે 100 અને હેલી મેથ્યુઝે 56 રન બનાવ્યા. હેલીએ બોલિંગમાં 3 વિકેટ પણ લીધી. બેંગલુરુએ લડત આપી, પરંતુ ટીમ 184 રન સુધી જ પહોંચી શકી. હેલી-બ્રન્ટે સદીની ભાગીદારી કરી
કોટાંબી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈએ ત્રીજી જ ઓવરમાં સજીવન સજનાની વિકેટ ગુમાવી દીધી. તે માત્ર 7 રન જ બનાવી શકી. હેલી મેથ્યુઝે પછી નેટ સીવર-બ્રન્ટ સાથે સદીની ભાગીદારી કરી લીધી. હેલી 39 બોલમાં 56 રન બનાવીને આઉટ થઈ. કેપ્ટન હરમનપ્રીત કૌર 20 અને અમનજોત કૌર 4 રન બનાવીને આઉટ થઈ. એમેલિયા કર 1 અને સિવર-બ્રન્ટ 100 રન બનાવીને નોટઆઉટ રહી. ટીમે 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા. બેંગલુરુ તરફથી લોરેન બેલે 2 વિકેટ લીધી. નદીન ડી ક્લાર્ક અને શ્રેયાંકા પાટીલને 1-1 વિકેટ મળી. બેંગલુરુની ખરાબ શરૂઆત
200 રનના ટાર્ગેટને ચેઝકરવા ઉતરેલી RCBની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમે 35 રન પર 5 વિકેટ ગુમાવી દીધી. ગ્રેસ હેરિસ 15, કેપ્ટન સ્મૃતિ મંધાના 6, જ્યોર્જિયા વોલ 9, ગૌતમી નાયક 1 અને રાધા યાદવ ખાતું ખોલ્યા વગર આઉટ થઈ ગઈ. વિકેટકીપર રિચા ઘોષે પછી નદીન ડી ક્લાર્ક સાથે ટીમને 50 રન પાર પહોંચાડી. ડી ક્લાર્ક 28 રન બનાવીને આઉટ થઈ ગઈ. અરુંધતી રેડ્ડી માત્ર 14 રન જ બનાવી શકી, જ્યારે સયાલી સતઘરે ખાતું પણ ખોલી શકી નહીં. રિચાએ ફિફ્ટી ફટકારીને ટીમને ટાર્ગેટની નજીક પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટીમ જીતથી ઘણી દૂર રહી ગઈ. રિચા 90 રન બનાવીને આઉટ થઈ. તેની સામે શ્રેયાંકા પાટીલે 5 બોલમાં 12 રન બનાવ્યા. મુંબઈ માટે હેલી મેથ્યુઝ ઉપરાંત શબનિમ ઈસ્માઈલ અને અમિલિયા કરએ 2-2 વિકેટ લીધી. અમનજોત કૌરને 1 વિકેટ મળી. મુંબઈની ત્રીજી જીત
બેંગલુરુને હરાવીને મુંબઈએ 7 મેચમાં ત્રીજી જીત મેળવી. ટીમ 4 મેચ હારી ચૂકી છે, પરંતુ 6 પોઈન્ટ્સ સાથે બીજા નંબર પર પહોંચી ગઈ. RCBને સતત બીજી હાર મળી, પરંતુ ટીમ શરૂઆતની 5 જીતથી 10 પોઈન્ટ્સ લઈને પહેલાથી જ પ્લેઓફમાં સ્થાન બનાવી ચૂકી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

