ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડકપના સુપર-8માં પહોંચ્યું:કેનેડાને 8 વિકેટે હરાવ્યું, યુવરાજ ટુર્નામેન્ટમાં સૌથી ઓછી ઉંમરે સદી ફટકારનાર બેટર બન્યો
ન્યુઝીલેન્ડે T20 વર્લ્ડ કપની 31મી મેચમાં કેનેડાને 8 વિકેટે હરાવીને સુપર-8માં સ્થાન નિશ્ચિત કરી લીધું. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કેનેડાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી અને 20 ઓવરમાં 4 વિકેટે 173 રન બનાવ્યા. જવાબમાં કીવી ટીમે 15.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ફિલિપ્સ-રચિનની અડધી સદી 174 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડ માટે ગ્લેન ફિલિપ્સ અને રચિન રવીન્દ્રએ અડધી સદી ફટકારી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે અણનમ 146 રનની ભાગીદારી થઈ. ફિલિપ્સે 36 બોલમાં અણનમ 76 રન બનાવ્યા. તેમણે 3 કેચ પણ પકડ્યા હતા. ફિલિપ્સને આ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા. જ્યારે, રચિને 39 બોલમાં અણનમ 59 રનની ઇનિંગ રમી. કેનેડા માટે સાદ બિન ઝફર અને દિલન હેલિગરને 1-1 વિકેટ મળી. યુવરાજ સમરાની સદી કેનેડા માટે યુવરાજ સમરાએ સદી ફટકારી. તેણે 65 બોલમાં 110 રન બનાવ્યા. 19 વર્ષનો યુવરાજ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના અહેમદ શહેઝાદના નામે હતો, જેણે 2014માં 22 વર્ષ અને 127 દિવસની ઉંમરે બાંગ્લાદેશ સામે મીરપુરમાં સદી ફટકારી હતી. ટીમ માટે યુવરાજ ઉપરાંત કેપ્ટન દિલપ્રીત બાજવાએ 36 રન બનાવ્યા. યુવરાજ અને દિલપ્રીત વચ્ચે પ્રથમ વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ. ન્યુઝીલેન્ડ માટે મેટ હેનરી, જેકબ ડફી, કાઈલ જેમિસન અને જીમી નીશમને 1-1 વિકેટ મળી. બંને ટીમોની પ્લેઇંગ-11 ન્યુઝીલેન્ડ: ફિન એલન, ટિમ સાઇફર્ટ (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિચેલ (કેપ્ટન), કોલ મેકકોની, જિમી નીશમ, મેટ હેનરી, કાઇલ જેમિસન, જેકબ ડફી. કેનેડા: દિલપ્રીત બાજવા (કેપ્ટન), યુવરાજ સમરા, નવનીત ધાલીવાલ, હર્ષ ઠાકર, નિકોલસ કિર્ટન, શ્રેયસ મોવ્વા (વિકેટકીપર), સાદ બિન ઝફર, શિવમ શર્મા, ડિલોન હેલિગર, જસકરણ સિંહ, અંશ પટેલ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

