પાકિસ્તાનને ભોં ભેગી કરનારી ટીમ ઇન્ડિયાનું અમદાવાદમાં સ્વાગત:ITC નર્મદામાં ક્રિકેટર્સનું ચોકલેટ્સ સાથે વેલકમ, એરપોર્ટ પર હાર્દિક-સૂર્યાના નામની બૂમો પડી
ICC T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી ગઈ છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ટીમને અમદાવાદ એરપોર્ટ પર ચાહકોએ ક્રિકેટ પ્રેમીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ટીમ ITC નર્મદા હોટેલ ખાતે રોકાશે અને આગામી 18 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે રોમાંચક મુકાબલો રમશે. ભારતીય ક્રિકેટર્સને ITC નર્મદા હોટેલ તરફથી મીઠુ વેલકમ અપાયું
પાકિસ્તાન સામે કોલંબોમાં મળેલી રોમાંચક જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ સોમવારે સાંજે અમદાવાદ પહોંચી હતી. ટીમના આગમન પર ITC નર્મદા હોટેલ તરફથી ક્રિકેટર્સને મીઠુ વેલકમ અપાયું. ક્રિકેટર્સના રૂમમાં વિશેષ રીતે તૈયાર કરાયેલ મીઠાઈઓ રાખવામાં આવી હતી, જેમાં 1.64% ચોકલેટ એન્ડ નટ્સ એનર્જી બાર, એપલ અમરનાથ ક્રમ્બલ કેક અને બાજરા મિલેટ એન્ડ મેલન સીડ્સ બ્રાઉનીનો સમાવેશ થાય છે. આગામી 18 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામેની મેચને લઈને અમદાવાદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ITC નર્મદા ખાતે રોકાયેલી ટીમને આગામી મેચ માટે પણ પૂરેપૂરી તૈયારીઓ સાથે શુભેચ્છાઓ આપવામાં આવી છે. ચાહકો અને ક્રિકેટ પ્રેમીઓ ટીમને પૂરો સમર્થન આપવા તૈયાર છે અને આ મેચને લઈને શહેરમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાહકોએ ક્રિકેટરોના નામોની બૂમો પાડીને તેમનું સ્વાગત કર્યું
પાકિસ્તાન સામેની મેચમાં મળેલી ભવ્ય જીત બાદ ભારતીય ટીમનું મનોબળ આકાશને આંબી ગયું છે. ગઈકાલે ચાહકોએ “ભારત માતા કી જય” અને “ઇન્ડિયા ઝિન્દાબાદ”ના નારા લગાવીને જીતની ઉજવણી કરી હતી. આજે ભારતીય ટીમના ખેલાડીઓ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ ચાહકોએ ક્રિકેટરોના નામોની બૂમો પાડીને તેમનું સ્વાગત કર્યું હતું. ટીમના સભ્યો ચાહકો સાથે થોડીવાર વાતચીત કરીને હોટેલ તરફ રવાના થયા હતા. ટીમ હવે સંપૂર્ણ રીતે તૈયાર છે
18 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત VS નેધરલેન્ડ વચ્ચેની મેચને લઈને અમદાવાદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામેની જીતને યાદ કરતાં જણાવ્યું હતું કે, ટીમ હવે સંપૂર્ણ રીતે તૈયાર છે અને આગામી મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરશે. ચાહકો પણ આ મેચને લઈને ઉત્સાહિત છે અને સ્ટેડિયમમાં ભારતીય ટીમને પૂરો સપોર્ટ આપવા તૈયાર છે. અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ માટે આ મેચ ખાસ રહેશે
આ મેચ ભારતીય ટીમ માટે સુપર-8 તરફના પગલાંમાં મહત્વની સાબિત થશે. નેધરલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપીને ગ્રુપ સ્ટેજમાં મજબૂત સ્થાન મેળવવા માગે છે. અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ માટે આ મેચ ખાસ રહેશે અને સ્ટેડિયમમાં ભારે ભીડ જોવા મળવાની શક્યતા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

