પાકિસ્તાન આજે હાર્યું તો ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાશે:નામિબિયા સામે કરો યા મરોનો મુકાબલો; કોલંબોમાં વરસાદની સંભાવના વચ્ચે મેચ રમાશે

Last Updated: February 18, 2026By

T20 વર્લ્ડ કપની 35મી મેચ આજે પાકિસ્તાન અને નામિબિયા વચ્ચે રમાશે. આ મેચ કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. ટૉસ બપોરે 2.30 વાગ્યે થશે. પાકિસ્તાન માટે આ કરો યા મરોનો મુકાબલો છે. જો નામિબિયા જીતશે તો પાકિસ્તાન બહાર થઈ જશે અને અમેરિકાની ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. જ્યારે પાકિસ્તાન જીતશે તો સુપર-8માં પહોંચી જશે. ટીમનું વર્તમાન ફોર્મ
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 2 જીત અને 1 હાર મળી છે. ટીમે નેધરલેન્ડ્સ અને USAને હરાવ્યા, પરંતુ તેમને ભારત સામે હાર મળી. બીજી તરફ નામિબિયા નેધરલેન્ડ્સ, ભારત અને USA સામે ત્રણેય મેચ હારી ચૂક્યું છે. સાહિબઝાદા ફરહાન પાકિસ્તાનનો ટૉપ સ્કોરર પાકિસ્તાન માટે સાહિબઝાદા ફરહાને વર્લ્ડ કપમાં 120 રન બનાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 73 રન રહ્યો. બોલિંગમાં સૈમ અયુબ 5 વિકેટ લઈને ટૉપ બોલર છે. લોરેન સ્ટીનકેમ્પ નામિબિયાનો ટૉપ રન સ્કોરર 2026ના વર્લ્ડ કપમાં લૌરેન સ્ટીનકેમ્પે નામિબિયા માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તે 3 મેચમાં 93 રન બનાવી ચૂક્યો છે. ફાસ્ટ બોલર ગેરાર્ડ ઇરાસ્મસ 6 વિકેટ લઈને ટૉપ બોલર છે. સ્પિનરો માટે કોલંબોની પીચ મદદરૂપ થશે SSC કોલંબોની પીચ સ્પિન માટે મદદરૂપ છે. અહીં મોટો સ્કોર બનાવવો મુશ્કેલ છે. પ્રથમ ઇનિંગ્સમાં 150થી વધુ રન વિનિંગ ટોટલ છે. હવામાનની સ્થિતિ શ્રીલંકાના કોલંબોમાં બુધવારે આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને વરસાદની પણ સંભાવના છે. તાપમાન 26 થી 28 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય શકે છે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 પાકિસ્તાન (PAK): સઈમ અયુબ, સાહિબઝાદા ફરહાન, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન (વિકેટકીપર), શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, સલમાન મિર્ઝા અને અબરાર અહેમદ. નામિબિયા (NAM): ગેરાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), જોન ફ્રાયલિંક, લૌરેન સ્ટીનકેમ્પ, નિકોલ લોફ્ટી-ઇટન, જેજે સ્મિટ, જેન ગ્રીન (વિકેટકીપર), રૂબેન ટ્રમ્પેલમેન, બર્નાર્ડ શોલ્ટ્ઝ, મેક્સ હેન્ગો, ડાયલન લીચર અને વિલેમ માયબર્ગ.