પાકિસ્તાન નહીં રમે તો ભારતને કોણ ટક્કર આપી શકે?:USAએ ગત વખતે PAKને હરાવીને અપસેટ સર્જ્યો હતો; T20 વર્લ્ડ કપના ગ્રુપ્સનું એનાલિસિસ
T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચેના મુકાબલાથી થશે. આ મેગા ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમ ભાગ લેશે, જેમને 4 અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ પોતાના ગ્રુપમાં 4 લીગ મેચ રમશે, ત્યારબાદ દરેક ગ્રુપમાંથી ટૉપ-2 ટીમ સુપર-8 સ્ટેજમાં જગ્યા બનાવશે. સુપર-8 રાઉન્ડમાં ટીમને બે ગ્રુપ (ગ્રુપ-1 અને ગ્રુપ-2)માં વહેંચવામાં આવશે, જ્યાંથી ટૉપ-2 ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે. સેમિફાઈનલ જીતનારી ટીમ 8 માર્ચે અમદાવાદમાં યોજાનારા ફાઈનલમાં સામસામે ટકરાશે. આ સ્ટોરીમાં આપણે ટુર્નામેન્ટના ‘ગ્રુપ ઑફ ડેથ’ પર નજર નાખીશું. T20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ-Dને ગ્રુપ ઓફ ડેથ કહી શકાય છે. આ ગ્રુપમાં ઘણી મજબૂત અને બરાબરીની ટક્કર આપનારી ટીમ સામેલ છે, જ્યાં દરેક મેચ ફાઈનલ જેવી હશે. અહીં કોઈ પણ મેચ સરળ નહીં હોય અને એક નાનકડી ભૂલ પણ સુપર-8ની રાહ મુશ્કેલ બનાવી શકે છે. ગ્રુપ-A: USAએ છેલ્લા વર્લ્ડ કપમાં પાક.ને હરાવ્યું હતું ગ્રુપ-Aમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને પાકિસ્તાન જેવી રાઇવલ ટીમ સામેલ છે. જ્યારે નેધરલેન્ડ્સ, USA અને નામિબિયા પણ આ ગ્રુપનો ભાગ છે. કાગળ પર ભારત અને પાકિસ્તાનને મજબૂત દાવેદાર માનવામાં આવે છે, પરંતુ છેલ્લા T20 વર્લ્ડ કપમાં અમેરિકાએ પાકિસ્તાનને હરાવીને ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. પહેલીવાર વર્લ્ડ કપ રમી રહેલી અમેરિકન ટીમે 2009ની ચેમ્પિયન પાકિસ્તાનને સુપર ઓવરમાં હાર આપીને ઈતિહાસ રચ્યો હતો. એવામાં ગ્રુપ-Aમાં કોઈ પણ ટીમને હળવાશથી લેવી ભારે પડી શકે છે, અને દરેક મુકાબલો પડકારજનક સાબિત થઈ શકે છે. ગ્રુપ Aની ટીમની સ્ક્વોડ: ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને રિંકુ સિંહ. પાકિસ્તાન: સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા મોહમ્મદ નફે, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન, સૈમ અયૂબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન અને ઉસ્માન તારિક. USA: મોનાંક પટેલ (કેપ્ટન), જેસી સિંહ (વાઇસ-કેપ્ટન), એન્ડ્રીજ ગૌસ, શેહાન જયસૂર્યા, મિલિંદ કુમાર, શાયન જહાંગીર, સૈતેજા મુક્કામાલા, સંજય કૃષ્ણમૂર્તિ, હરમીત સિંહ, નોસ્ટુશ કેનઝિગે, શેડલી વાન શલ્કવિક, સૌરભ નેત્રાવલકર, અલી ખાન, મોહમ્મદ મોહસિન અને શુભમ રંજને. નેધરલેન્ડ્સ: સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), કોલિન એકરમેન, નોઆ ક્રોઝ, બાસ ડી લીડે, આર્યન દત્ત, ફ્રેડ ક્લાસેન, કાઈલ ક્લેન, માઈકલ લેવિટ, ઝેક લાયન-કેશેટ, મેક્સ ઓ’ડોડ, લોગાન વેન બીક, ટિમ વેન ડેર ગુગટેન, રુલોફ વેન ડેર મેરવે, પોલ વેન મીકેરેન અને સાકિબ ઝુલ્ફિકાર. નામિબિયા: જેરાર્ડ ઈરાસ્મસ (કેપ્ટન), જેન ગ્રીન, બર્નાર્ડ શોલ્ટ્ઝ, રૂબેન ટ્રમ્પેલમેન, જે જે સ્મિટ, જોન ફ્રાઈલિનક, લોરેન સ્ટીનકેમ્પ, માલન ક્રૂગર, નિકોલ લોફ્ટી-ઈટન, જેક બ્રાસેલ, બેન શિકોન્ગો, જેસી બાલ્ટ, ડાયલન લીચર, ડબ્લ્યુપી માયબર્ગ અને મેક્સ હેંગો. ગ્રુપ-B: આ ગ્રુપને સ્લીપર ગ્રુપ કહી શકાય ગ્રુપ-Bમાં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ, ઓમાન અને ઝિમ્બાબ્વેને સામેલ કરવામાં આવ્યા છે અને આ ગ્રુપ સંતુલિત પરંતુ ખતરનાક માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા સૌથી મજબૂત દાવેદાર જણાય છે, જેની ટીમ મોટી ટુર્નામેન્ટોમાં દબાણ હેઠળ સારા પ્રદર્શન માટે જાણીતી છે. બીજી તરફ 2014ની વિજેતા શ્રીલંકાની ટીમ પણ T20 ફોર્મેટમાં પોતાની અનિશ્ચિત પરંતુ ઇમ્પેક્ટ ગેમના કારણે કોઈ પણ દિવસે મોટા ઉલટફેરની ક્ષમતા ધરાવે છે. આ સિવાય આયર્લેન્ડ, ઓમાન અને ઝિમ્બાબ્વે જેવી ટીમ પણ આ ગ્રુપને સરળ બનવા દેતી નથી. આયર્લેન્ડ પહેલા પણ મોટી ટીમને ચોંકાવી ચૂક્યું છે, જ્યારે ઓમાન અને ઝિમ્બાબ્વે જેવી ઉભરતી ટીમ નાના ફોર્મેટમાં ઝડપથી સારું પ્રદર્શન કરી રહી છે. એવામાં ગ્રુપ-Bને ‘સ્લીપર ગ્રુપ’ કહી શકાય છે, જ્યાં દરેક મેચમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે અને કોઈ પણ મોટી ટીમ માટે બેદરકારી ભારે પડી શકે છે. ગ્રુપ Bની ટીમની સ્ક્વોડ: ઓસ્ટ્રેલિયા: મિચેલ માર્શ (કેપ્ટન), જેવિયર બાર્ટલેટ, કૂપર કોનલી, ટીમ ડેવિડ, બેન ડ્વારશુઈસ, કેમેરોન ગ્રીન, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેટ કુહનેમન, ગ્લેન મેક્સવેલ, મેટ રેનશો, માર્કસ સ્ટોઈનિસ અને એડમ ઝમ્પા. શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કામિલ મિશારા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, ચરિથ અસલંકા, કામિન્દુ મેન્ડિસ, જનિથ લિયાનાગે, પવન રત્નાયકે, દુનિથ વેલ્લાલાગે, વાનિન્દુ હસરંગા, મહીશ થિક્સાના, દુષ્મંથા ચમીરા, મથિશા પથિરાના અને ઈશાન મલિંગા. આયર્લેન્ડ: પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક અડાયર, રોસ અડાયર, બેન કાલિટ્ઝ, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, મેથ્યુ હમ્ફ્રીઝ, જોશ લિટલ, બેરી મેકકાર્થી, હેરી ટેક્ટર, ટિમ ટેક્ટર, લોર્કન ટકર, બેન વ્હાઇટ અને ક્રેગ યંગ. ઝિમ્બાબ્વે: સિકંદર રઝા (કેપ્ટન), બ્રાયન બેનેટ, રાયન બર્લ, ગ્રીમ ક્રેમર, બ્રેડલી ઇવાન્સ, ક્લાઇવ મડાન્ડે, ટિનોટેન્ડા માપોસા, તદિવાનાશે મારુમની, વેલિંગ્ટન મસાકાદઝા, ટોની મુનયોંગા, તાશિંગા મુસેકિવા, બ્લેસિંગ મુઝરબાની, ડાયોન માયર્સ, રિચાર્ડ નગારવા અને બ્રેન્ડન ટેલર. ઓમાન: જતિન્દર સિંહ (કેપ્ટન), વિનાયક શુક્લા, મોહમ્મદ નદીમ, શકીલ અહેમદ, હમ્માદ મિર્ઝા, વસીમ અલી, કરણ સોનાવલે, શાહ ફૈઝલ, નદીમ ખાન, સુફિયાન મહમૂદ, જય ઓડેદરા, શફીક જાન, આશિષ ઓડેદરા, જિતેન રામાનંદી અને હસનૈન અલી શાહ. ગ્રુપ-C: નેપાળ ગ્રુપની ડાર્ક હોર્સ નેપાળની ટીમને ગ્રુપ સ્ટેજની ડાર્ક હોર્સ કહી શકાય છે. છેલ્લા T20 વર્લ્ડ કપ (29 જૂન 2024) પછી નેપાળે કુલ 24 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાંથી તેને 16માં જીત અને 5માં હાર મળી છે, જ્યારે કેટલીક મેચ ટાઈ અથવા અનિર્ણિત રહી છે. 2024 થી ઓક્ટોબર 2025ની વચ્ચે નેપાળે અમેરિકા સામેની સિરીઝમાં બે જીત મેળવી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ જેવી મજબૂત ટીમને શારજાહમાં બે મેચમાં 19 અને 90 રનથી હરાવીને સૌને ચોંકાવી દીધા હતા. બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ગ્રુપ-Cમાં સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવ્યું છે. આ ગ્રુપમાં હવે સ્કોટલેન્ડની સાથે ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, નેપાળ અને ઇટાલી હાજર છે. ઇટાલીએ પહેલીવાર કોઈ ICC ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. ગ્રુપ-Cમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સૌથી સફળ ટીમ છે, જેમણે અત્યાર સુધી બે-બે T20 વર્લ્ડ કપ ખિતાબ જીત્યા છે. જોકે, સ્કોટલેન્ડના જોડાવાથી આ ગ્રુપનો પડકાર વધુ કઠિન બની ગયો છે. ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ હંમેશા હાઈ-વોલ્ટેજ રહે છે. વર્ષ 2018માં સ્કોટલેન્ડએ ઇંગ્લેન્ડને વન-ડે ઈન્ટરનેશનલમાં 6 રનથી હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. તે જ રીતે, 2022 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડએ વેસ્ટ ઇન્ડીઝને હરાવીને પણ મોટો અપસેટ સર્જ્યો હતો. ગ્રુપ Cની ટીમની સ્ક્વોડ: ઇંગ્લેન્ડ: હેરી બ્રુક (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, સેમ કરન, લિયામ ડોસન, બેન ડકેટ, વિલ જેક્સ, જેમી ઓવરટન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, જોશ ટંગ અને લ્યુક વુડ. વેસ્ટ ઇન્ડીઝ: શાઈ હોપ (કેપ્ટન), શિમરોન હેટમાયર, જોહ્ન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, જેસન હોલ્ડર, અકીલ હોસેન, શમાર જોસેફ, બ્રેન્ડન કિંગ, ગુડાકેશ મોતી, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વિન્ટન સેમ્પસન, જયડન સીલ્સ અને રોમારિયો શેફર્ડ. નેપાળ: રોહિત પૌડેલ (કેપ્ટન), દીપેન્દ્ર સિંહ એરી, સંદીપ લામિછાને, કુશલ ભૂર્તેલ, આસિફ શેખ, સંદીપ જોરા, આરીફ શેખ, બસીર અહેમદ, સોમપાલ કામી, કરણ કેસી, નંદન યાદવ, ગુલશન ઝા, લલિત રાજબંશી, શેર મલ્લા અને લોકેશ બમ. સ્કોટલેન્ડ: રિચી બેરિંગ્ટન (કેપ્ટન), ટોમ બ્રૂસ, મેથ્યુ ક્રોસ, બ્રેડલી કરી, ઓલિવર ડેવિડસન, ક્રિસ ગ્રીવ્ઝ, ઝૈનુલ્લાહ ઇહસાન, માઈકલ જોન્સ, માઈકલ લીસ્ક, ફિન્લે મેક્રેથ, બ્રાન્ડન મેકમુલન, જ્યોર્જ મુન્સે, સફયાન શરીફ, માર્ક વોટ, બ્રેડલી વ્હીલ. રિઝર્વ પ્લેયર્સ: જેસ્પર ડેવિડસન અને જેક જાર્વિસ. ઇટાલી: વેન મેડસેન (કેપ્ટન), માર્કસ કેમ્પોપિયાનો, જિયાન પિએરો મીડે, ઝૈન અલી, અલી હસન, ક્રિશ્ચિયન જ્યોર્જ, હેરી મેનેન્ટી, એન્થોની મોસ્કા, જસ્ટિન મોસ્કા, સૈયદ નકવી, બેન્જામિન મેનેન્ટી, જસપ્રીત સિંહ, જે જે સ્મટ્સ, ગ્રાન્ટ સ્ટુઅર્ટ અને થોમસ ડ્રેકા. ગ્રુપ-D: સૌથી અનપ્રિડિક્ટેબલ ગ્રુપ ગ્રુપ-Dમાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ જેવી અનુભવી ટીમ સામેલ છે, જેમને આ ICC ટુર્નામેન્ટમાં ફાઈનલ રમવાનો અનુભવ છે. બન્ને ટીમ મોટી મેચમાં દબાણ હેઠળ સારું પ્રદર્શન માટે જાણીતી છે. સાઉથ આફ્રિકા ડિફેન્ડિંગ રનર-અપ છે, અને ન્યૂઝીલેન્ડએ 2021ની ફાઈનલ રમી હતી. તેમ જ, આ ગ્રુપમાં અફઘાનિસ્તાનની હાજરી મેચને વધુ રોમાંચક બનાવી દે છે. અફઘાન ટીમ પોતાની આક્રમક રમત અને ઘાતક સ્પિન એટેકના દમ પર કોઈ પણ મોટી ટીમને ચોંકાવવાની ક્ષમતા રાખે છે. આ જ કારણ છે કે આ ગ્રુપમાં કોઈ પણ મુકાબલો સરળ માનવામાં આવતો નથી. અફઘાનિસ્તાને છેલ્લા એટલે કે 2024 T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઈનલ સુધીની સફર ખેડી હતી, જ્યાં તેને સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા અફઘાન ટીમે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ જેવી મજબૂત ટીમને હરાવીને પોતાની તાકાતનો પુરાવો આપ્યો હતો. એવામાં ગ્રુપ-Dમાં દરેક મેચ ફાઈનલ જેવો રોમાંચ પેદા કરનારી હશે. ગ્રુપ Dની ટીમની સ્ક્વોડ: સાઉથ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, માર્કો યાન્સેન, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, ક્વેના મફાકા, ડેવિડ મિલર, લુંગી એન્ગિડી, એનરિક નોર્કિયા, કાગિસો રબાડા, રાયન રિકલ્ટન, જેસન સ્મિથ, ટ્રિસ્ટન સ્ટબ્સ. ન્યૂઝીલેન્ડ: મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાઇલ જેમિસન, ડેરીલ મિચેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, ટિમ સેફર્ટ, ઈશ સોઢી. અફઘાનિસ્તાન: રાશિદ ખાન (કેપ્ટન), નૂર અહેમદ, અબ્દુલ્લા અહેમદઝઈ, સેદિકુલ્લાહ અટલ, ફઝલહક ફારૂકી, રહેમાનુલ્લાહ ગુરબાઝ, નવીન ઉલ હક, મોહમ્મદ ઈશાક, શાહિદુલ્લાહ કમાલ, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નઇબ, અઝમતુલ્લાહ ઓમરઝઈ, મુજીબ ઉર રહેમાન, દરવિશ રસૂલી અને ઈબ્રાહિમ ઝાદરાન. કેનેડા: દિલપ્રીત બાજવા (કેપ્ટન), અજયવીર હુંદલ, અંશ પટેલ, ડિલોન હેઈલિગર, હર્ષ ઠાકર, જસકરનદીપ બુટ્ટર, કલીમ સના, કંવરપાલ તાથગુર, નવનીત ધાલીવાલ, નિકોલસ કિર્ટન, રવિન્દરપાલ સિંહ, સાદ બિન ઝફર, શિવમ શર્મા, શ્રેયસ મોવા અને યુવરાજ સમરા. UAE: મુહમ્મદ વસીમ (કેપ્ટન), અલીશાન શરાફુ, આર્યાંશ શર્મા, ધ્રુવ પરાશર, હૈદર અલી, હર્ષિત કૌશિક, જુનૈદ સિદ્દીકી, મયંક કુમાર, મુહમ્મદ અરફાન, મુહમ્મદ ફારૂક, મુહમ્મદ જવાદુલ્લાહ, મુહમ્મદ ઝોહૈબ, રોહિદ ખાન, સોહૈબ ખાન અને સિમરનજીત સિંહ.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

