પૂર્વ સ્પિનર અબ્દુલ કાદિરના પુત્ર પર બળાત્કારનો આરોપ:હાઉસ મેડની ફરિયાદ પર પોલીસે અટકાયતમાં લીધો, તપાસ ચાલુ
પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર અબ્દુલ કાદિરના પુત્ર સુલેમાન કાદિર પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ આરોપ તેમના ઘરે કામ કરતી હાઉસ મેડે લગાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હાઉસ મેડે FIRમાં આરોપ લગાવ્યો છે કે તે સુલેમાન કાદિરના ઘરમાં કામ કરતી હતી અને આરોપીએ તેને જબરદસ્તી પોતાના ફાર્મહાઉસ લઈ જઈને તેની સાથે બળાત્કાર કર્યો. મહિલાની ફરિયાદ બાદ પોલીસે સુલેમાન કાદિરને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે. નોકરાણીને મેડિકલ તપાસ માટે મોકલી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદીને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ યૌન શોષણની પુષ્ટિ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે કાયદા હેઠળ આરોપીને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કોણ છે સુલેમાન કાદિર
41 વર્ષીય સુલેમાન કાદિરે 2005 થી 2013 દરમિયાન 26 ફર્સ્ટ ક્લાસ અને 40 લિસ્ટ-A મેચ રમી છે. તે અબ્દુલ કાદિરના ચાર પુત્રોમાંથી એક છે. તે હવે લાહોરમાં કાદિર ક્રિકેટ એકેડમી ચલાવે છે. અબ્દુલ કાદિરે 67 ટેસ્ટ, 104 વન-ડે રમ્યા
અબ્દુલ કાદિર પાકિસ્તાનના પૂર્વ સ્ટાર ક્રિકેટર રહ્યા છે. તેમણે પાકિસ્તાન માટે 67 ટેસ્ટ અને 104 વન-ડે મેચ રમી હતી અને 1980ના દાયકામાં લેગ સ્પિન બોલિંગને નવી ઓળખ અપાવવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. તેમનું નિધન સપ્ટેમ્બર 2019માં થયું હતું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

