પોસ્ટ-ઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટમાં 7.5% સુધી વ્યાજ:1 થી 5 વર્ષ સુધી માટે પૈસા રોકી શકો છો, જાણો સ્કીમ સાથે જોડાયેલી ખાસ વાતો

Last Updated: September 3, 2026By

જો તમે આ દિવસોમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલાં પોસ્ટ ઓફિસનું નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. આ એક પ્રકારની FD જ છે. તેમાં નિશ્ચિત સમયગાળા માટે રોકાણ કરીને તમે નિશ્ચિત વળતર મેળવી શકો છો. અહીં અમે તમને પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ… નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટમાં ઓછામાં ઓછા ₹1000નું રોકાણ ક્યાં કેટલા સમયમાં પૈસા ડબલ થશે? નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટમાં મહત્તમ વ્યાજ 7.5% મળી રહ્યું છે, આવી સ્થિતિમાં, રૂલ 72 મુજબ જો તમે આ સ્કીમમાં પૈસા રોકો છો તો પૈસાને ડબલ થવામાં લગભગ 9 વર્ષ 6 મહિનાનો સમય લાગશે. શું છે રૂલ ઓફ 72? ફાઇનાન્સનો આ ખાસ નિયમ છે રૂલ ઓફ 72. તેનાથી એ નક્કી થાય છે કે તમારું રોકાણ કેટલા સમયમાં બમણું થઈ જશે. જો તમને કોઈ સ્કીમમાં વાર્ષિક 8% વ્યાજ મળે છે, તો આવા કિસ્સામાં તમારે રૂલ ઓફ 72 હેઠળ 72 ને 8 વડે ભાગવું પડશે. 72/8= 9 વર્ષ, એટલે કે આ સ્કીમ હેઠળ તમારા પૈસા 9 વર્ષમાં બમણા થઈ જશે. 5 વર્ષ માટે રોકાણ કરવા પર ટેક્સ છૂટનો લાભ મળે છે ટાઇમ ડિપોઝિટ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરવા પર ઇન્કમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે. આ હેઠળ 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર તમે ઇન્કમ ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો. એટલે કે તમારી કુલ વાર્ષિક આવકમાંથી આ કમાણી બાદ કરવામાં આવે છે. જોકે, આ લાભ ત્યારે જ મળશે જ્યારે તમે જૂની ઇન્કમ ટેક્સ રિજીમ હેઠળ ITR ફાઇલ કરો છો. એકાઉન્ટ કોણ-કોણ ખોલી શકે છે? આ એકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસમાં કોઈ પણ ખોલી શકે છે:

Leave A Comment