ફોનપેએ અપડેટેડ DRHP ફાઇલ કર્યું:₹12,000 કરોડના IPOને સેબીની મંજૂરી; વોલમાર્ટ 9% હિસ્સેદારી વેચશે, માઇક્રોસોફ્ટ એક્ઝિટ થશે
ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની ફોનપેએ તેના IPO માટે નવા ડોક્યુમેન્ટ્સ એટલે કે અપડેટેડ DRHP (UDRHP) ફાઇલ કર્યા છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ કંપનીને બજારમાં લિસ્ટ થવા માટે મંજૂરી પણ આપી દીધી છે. આ IPO સંપૂર્ણપણે ‘ઓફર ફોર સેલ’ (OFS) હશે, એટલે કે કંપની કોઈ નવા શેર જારી કરશે નહીં, પરંતુ તેના જૂના રોકાણકારો તેમનો હિસ્સો વેચશે. કંપની આ IPO દ્વારા લગભગ 12,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારીમાં છે. વોલમાર્ટનો હિસ્સો ઘટશે, બે મોટા રોકાણકારો બહાર નીકળશે ફોનપેમાં સૌથી મોટી હિસ્સેદાર અમેરિકન રિટેલ કંપની વોલમાર્ટ છે. તે આ IPO દ્વારા તેનો લગભગ 9.06% હિસ્સો વેચી રહી છે, જે 4.59 કરોડ શેર બરાબર છે. જ્યારે ટેક કંપની માઇક્રોસોફ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ટાઇગર ગ્લોબલ આ IPO દ્વારા કંપનીમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે. આ બંને કંપનીઓ મળીને લગભગ 47 લાખ શેર વેચશે. હાલમાં ફોનપેમાં વોલમાર્ટનો લગભગ 71.77% હિસ્સો છે. ₹1.33 લાખ કરોડના વેલ્યુએશનનો અંદાજ બજાર નિષ્ણાતોના મતે, ફોનપે આ IPO માટે લગભગ 15 બિલિયન ડોલર (લગભગ 1.37 લાખ કરોડ રૂપિયા)ના વેલ્યુએશનનું લક્ષ્ય રાખી રહી છે. જો આવું થાય છે, તો તે Paytm પછી ભારતીય ફિનટેક સેક્ટરનો બીજો સૌથી મોટો IPO હશે. કંપનીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોન્ફિડેન્શિયલ રૂટ (ગુપ્ત રીતે) દ્વારા ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા હતા, જેને હવે સેબી તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. 2026ના મધ્ય સુધીમાં લિસ્ટિંગની અપેક્ષા સેબીની મંજૂરી મળ્યા બાદ હવે કંપની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (ROC) પાસે RHP ફાઇલ કરશે. માનવામાં આવે છે કે 2026ના મધ્ય સુધીમાં ફોનપે શેરબજારમાં પ્રવેશ કરી શકે છે. આ IPO માટે કોટક મહિન્દ્રા કેપિટલ, સિટી બેંક, મોર્ગન સ્ટેનલી અને જેપી મોર્ગન જેવી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંકો સલાહ આપી રહી છે. ઘાટો ઘટ્યો, રેવન્યુમાં 41%નો વધારો IPO પહેલા કંપનીની નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં ફોનપેનું રેવન્યુ 41% વધીને ₹7,148.6 કરોડ રહ્યું, જે ગયા વર્ષે ₹5,064.1 કરોડ હતું. તેમજ કંપનીની ખોટ પણ ઘટીને ₹1,720 કરોડ થઈ ગઈ છે. કંપનીએ તાજેતરમાં જ માહિતી આપી હતી કે ESOP (એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન) ખર્ચાઓ સિવાય તેનો એડજસ્ટેડ નફો પાંચ ગણો વધીને ₹630 કરોડ પર પહોંચી ગયો છે. UPI માર્કેટમાં 45% હિસ્સા સાથે ટોચ પર દેશના ડિજિટલ પેમેન્ટ બજારમાં ફોનપેનો દબદબો યથાવત છે. ડિસેમ્બર 2025ના આંકડા મુજબ, UPI ટ્રાન્ઝેક્શનના મામલે ફોનપેનો બજાર હિસ્સો લગભગ 45% છે. કંપની પાસે 60 કરોડથી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ છે અને તે લગભગ 5 કરોડ વેપારીઓને તેની સેવાઓ આપી રહી છે. દર મહિને કંપનીના પ્લેટફોર્મ પર લગભગ 1000 કરોડ ટ્રાન્ઝેક્શન થાય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

